________________
સાતસો મહાનીતિ
પ્રકારે માન્ય રાખું. અને તે પામવા અર્થે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિથી વર્તી સમકિત, દેશવિરતિ કે સર્વ વિરતિ વગેરે જે પ્રકારે તે મોક્ષપ્રાપ્તિનો
ક્રમ બતાવ્યો હોય તે પ્રકારે યથાશક્તિ વર્તવાનો પ્રયત્ન કરી જીવન ઘન્ય બનાવું. પ૭૪. ઘર્માલય સ્થાપું.
જ્યાં જીવો સુખે સુખે ઘર્મ આરાધના કરી શકે એવા સ્થાન તે જિનમંદિર, ગુરુ મંદિર કે સભામંડપ (ભક્તિસ્થાન) વગેરેની સ્થાપના કરું. સંપ્રતિ રાજાએ એવા ઘણા ઘર્માલયો સ્થાપ્યા હતા. તે વિષયમાં – “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી -
“પુષ્પાય ર્વત ધર્મશાહ એ નના: સા |
तेषां स्याद्विपुलं पुण्यमामभूमिपतेरिव" ॥१॥ ભાવાર્થ-જેઓ હમેશાં પુણ્યપ્રાપ્તિને માટે ઘર્મશાળા વગેરે કરે છે તેઓને આમરાજાની જેમ ઘણું પુણ્ય થાય છે.”
આમરાજાનું દ્રષ્ટાંત – ગોપગિરિને વિષે શ્રી બપ્પભટ્ટસૂરિના પ્રતિબોધથી શ્રી આમરાજાએ એક સહસ્ત્ર સ્તંભવાળી પૌષધશાળા કરાવી હતી. તે પૌષધશાળાને સાધુ અને શ્રાવકોની સુગમતાને માટે પ્રવેશ અને બહાર નીકળવાના ત્રણ ઉત્તમ ધાર કરાવ્યાં હતાં. તેમાં દૂર ભાગે પટ્ટશાલમાં બેઠેલા સાધુઓને પડિલેહણ તથા સ્વાધ્યાય વગેરે, સાત મંડલીની વેળા જણાવવા માટે મધ્યસ્તંભે એક મોટી ઘંટા બાંધી હતી; જેનો ટંકારવ તે તે વેળાએ થતો હતો. તે શાલામાં ત્રણ લાખ દ્રવ્ય ખર્ચા એક વ્યાખ્યાનમંડપ કરવામાં આવ્યો હતો. તે જ્યોતિરૂપ મણિમય શિલાઓથી આચ્છાદિત હતો અને ચંદ્રકાંત મણિથી તેનું તળિયું બાંધેલું હતું, તેથી બાર સૂર્યના જેવું તેજ પડતું હતું, એટલે રાત્રે પણ સર્વ અંધકાર હણવાથી પુસ્તકના અક્ષર વાંચી શકાતા હતા. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર જીવોની અવિરાથના થવા માટે તેણે મહાતેજસ્વી ઉપાશ્રય કરાવ્યો હતો. (પૃ.૮૯) પ૭૫. વિદ્યાલય સ્થાપું.
“સા વિદ્યા યા વિમુક્ત” સાચી વિદ્યા છે કે જે મુક્તિ આપે. એવી ઘાર્મિક વિદ્યાનું જ્યાં જ્ઞાન મળી શકે એવા વિદ્યાલયો સ્થાપે. કોઈ કોઈ શહેરમાં આજે પણ આવી ઘાર્મિક પાઠશાળાઓ ચાલે છે. જેમાં બાળક, બાલિકાઓ ભાગ લઈ સુસંસ્કાર મેળવી જીવનને સદાચારી બનાવે છે.
“મોક્ષમાળા પ્રવેશિકા'માંથી :- “(૧) કેળવણીકાર એ મુખ્ય સમાજસેવક છે. કારણકે જીવનની પ્રથમ અવસ્થામાં માનવબાળને તેના ભાવિ આદર્શ જીવન માટે તૈયાર થવાની કેળવણી એ આપે છે, તેની શારીરિક માનસિક શક્તિઓ વિકસાવે છે અને વિવિઘ વિદ્યાઓ શીખવે છે; પરંતુ એ વાત સર્વમાન્ય છે કે
ના વિદ્યા યા વિમુક્ત” જેથી મોક્ષ પમાય એ જ વિદ્યા સાચી છે. એ સાચી વિદ્યા મેળવવા સર્વજ્ઞપ્રણીત તત્ત્વ વિચારવાની ખાસ અગત્ય છે.” (પૃ.૨૬૨) પ૭૬. નગર સ્વચ્છ રાખું.
નગર કે ગામો સ્વચ્છ રાખવાથી મચ્છર વગેરેનો ઉપદ્રવ થાય નહીં. જેથી રોગની વૃદ્ધિ થતી અટકે. રોગની વૃદ્ધિ થવાથી અનેક પ્રકારની દવાઓનો લોકોને ઉપયોગ કરવો પડે છે; તે કરતાં સ્વચ્છતા રાખવી કે જેથી રોગની ઉત્પત્તિ ન થાય અને આર્તધ્યાન કે ચિંતાઓના કારણો ઊભા થાય નહીં.
૪૩૨