________________
સાતસો મહાનીતિ
મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.” (વ.પૃ.૬૦૫) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી -
ગુણનિધિ એવી સુલતાને પ્રભુનો ઘર્મલાભ સતી સુલસાનું દ્રષ્ટાંત - એકદા ચંપાનગરીમાં શ્રીમહાવીરસ્વામીને નમીને અંબડ નામનો પરિવ્રાજક જે જૈનઘર્મ પામ્યો હતો તે રાજગૃહી નગરી તરફ ચાલ્યો. તે વખતે શ્રી જિનેશ્વરે તેને કહ્યું કે - “હે પરિવ્રાજક!તમે રાજગૃહી નગરીએ જાઓ છો તો ત્યાં સુસા શ્રાવિકા રહે છે, તેને અમારો ઘર્મલાભ કહેજો.” તે પ્રભુનું વાક્ય અંગીકાર કરી અંબડ પરિવ્રાજકે રાજગૃહી નગરીએ આવી વિચાર કર્યો કે – “ભગવાને પોતે જે સુલતાને ઘર્મલાભ કહેવરાવ્યો છે, તેણીની ઘર્મમાં સ્થિરતા કેવી છે તેની પરીક્ષા કરું” એમ વિચારીને તે પરિવ્રાજકે નગરની પૂર્વદિશાના દરવાજા બહાર વૈક્રિયલબ્ધિથી ચાર મુખવાળા, હંસના વાહનવાળા અને જેના અર્થાઅંગમાં સાવિત્રી રહેલી છે, એવું સાક્ષાત્ બ્રહ્માનું સ્વરૂપ કર્યું. તે જોઈને નગરના સર્વ લોકો તે બ્રહ્માને વંદન કરવા ગયા; પરંતુ જૈનધર્મમાં દ્રઢ અનુરાગવાળી સુલસા ઘણા મનુષ્યોના કહ્યા છતાં પણ ત્યાં ગઈ નહીં. પછી બીજે દિવસે દક્ષિણ દિશાના દરવાજા બહાર તે પરિવ્રાજક વૃષભના વાહનવાળા, અર્ધા અંગમાં પાર્વતીને ઘારણ કરનારા તથા આખા શરીરે ભસ્મથી શોભિત એવા શંકરનું સ્વરૂપ વિકવ્યું. ત્યાં પણ સુલસા વિના સર્વ લોકો વાંદવા ગયા. પછી ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના દરવાજા બહાર ગરુડના વાહનવાળા, ચાર હાથવાળા અને લક્ષ્મીથી પરિવરેલા વિષ્ણુનું સ્વરૂપ વિકુવ્યું, ત્યાં પણ એક સુલસા વિના સર્વ લોકો તેને વાંદવા ગયા.
પછી ચોથે દિવસે ઉત્તર તરફના દરવાજા બહાર સમવરણમાં બિરાજેલા તીર્થંકરનું રૂપ વિકુવ્યું, તો પણ સુલતા તેને વંદન કરવા આવી નહીં. ત્યારે તેને બોલાવવા માટે તેણે કોઈ માણસને મોકલ્યો. તે માણસે જઈને સુલતાને કહ્યું કે “આપણા નગરની બહાર પચીસમા તીર્થંકર સમવસર્યા છે તેને વાંદવા માટે કેમ જતા નથી”તે સાંભળીને તુલસા બોલી કે – “હે ભાઈ!તે જિનેશ્વર નથી પણ કોઈ પાખંડી પચીશમાં તીર્થકરનું નામ ઘારણ કરીને લોકોને છેતરે છે” એવી રીતે સુલસા લેશ પણ ઘર્મથી ચલિત થઈ નહીં. પાંચમે દિવસે તે અંબડ પરિવ્રાજક શ્રાવકનો વેષ ઘારણ કરી સુલસાને ઘેર ગયો; એટલે સુલસાએ તેનો સારી રીતે સત્કાર કર્યો. પછી તેણે સુલતાને કહ્યું કે – “હે સુલસા! તમે પુણ્યશાળી છો, કેમકે મારા મુખે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ તમને ઘર્મલાભ કહેવરાવ્યા છે''. તે સાંભળીને હર્ષિત થયેલી સુલસા ઊભી થઈ ભક્તિથી પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી
“મોહરૂપી મલ્લના સૈન્યનું મર્દન કરવામાં શૂરવીર, પાપરૂપી પંકને ઘોવામાં નિર્મળ જળ સમાન અને કર્મરૂપી રજનું હરણ કરવામાં વાયુ સમાન એવા હે શ્રી જિનેશ્વર પતિ! આપ જયવંત વર્તો.”
આ રીતે સ્તુતિ કરતી સુલસાની પ્રશંસા કરીને તે પરિવ્રાજક પોતાને સ્થાને ગયો.
શીલગુણથી શોભતી સુલસા સતુધર્મનું આરાધન કરીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રને વિષે આવતી ચોવીશીમાં નિર્મમ નામના પંદરમા તીર્થંકર થશે.” (પૃ.૧૩૧) પ૭૩. તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખું.
વીતરાગ ભગવાને જે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની સ્થાપના કરી છે તેને સર્વ
૪૩૧