________________
સાતસો મહાનીતિ
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી ગુરુ ભગવંત.” શ્રીમદ્ રાજચંદ્ર-આત્મસિદ્ધિ
નળ રાજાના વિરહથી ઉન્મત્ત થયેલી દમયંતી સતી જેમ ઝાડના પૂંઠાને નળ રાજા માનીને પ્રેમપૂર્વક તેના તરફ જતી હતી, તેમ આત્મભ્રાંતિથી દેહને પોતાનું સ્વરૂપ જાણી આ અજ્ઞાની જીવે રત્નચિંતામણિ જેવો આ દુર્લભ માનવભવ અત્યાર સુધી દેહને અર્થે વૃથા પરિશ્રમ કરવામાં ગાળ્યો, એમ આત્મજ્ઞાન થાય ત્યારે અંતરાત્માને સમજાય છે. બહિરાત્મદશા છૂટતાં જીવનપલટો થાય છે અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે તથા માનવદેહને મોક્ષના સાઘનરૂપે વાપરે છે.”
બોઘામત ભાગ-૧માંથી :- “ભ્રાંતિને લઈને જીવ દુઃખી થાય છે. ભ્રાંતિ એ મિથ્યાત્વ છે. દેહને આત્મા માને એ જ દુઃખનું કારણ છે. દેહને દેહ અને આત્માને આત્મા જાણે તો કર્મ ન બંઘાય તેથી પછી દુઃખ ન થાય.” (પૃ.૧૩૮) પપ૧. માણસ ચાહે તે કરી શકે.
માણસ ઇચ્છે તે કરી શકે, એટલી એમાં શક્તિ રહેલી છે.
શ્રી અમરચંદજીનું વૃષ્ટાંત - સિંહરાજ! કાં બરફી ખાલો કાં મુજે ખાલો. જયપુરમાં શ્રી અમરચંદજી જૈન હતા. રાજદરબારથી પશુઓના મ્યુઝિયમની દેખરેખ રાખવાનું કામ તેમના હાથમાં આવ્યું. તેમણે હુકમ કર્યો કે સિંહને પણ માંસ આપવું નહીં, પણ બરફી ખવરાવવી. સાત દિવસ થઈ ગયા છતાં સિંહ તે બરફી ખાતો નથી. એ સમાચાર મળતાં શ્રી અમરચંદજી પોતે સિંહના પાંજરાને ખોલી અંદર ગયા, અને બોલ્યા કે “હે સિંહરાજ! કાં બરફી ખાલો કાં મુજે ખાલો. એ સાંભળતાં જ સિંહરાજ બરફી ખાવા લાગ્યો. તેમ માણસ ધારે તે કરી શકે. પોતાને મોક્ષે લઈ જવો હોય કે નરકે લઈ જવો હોય તે બધું પોતાના હાથમાં છે.
“મોક્ષમાળા વિવેચન'માંથી :- “માણસમાં વિચારશક્તિ છે તેથી હાથી, સિંહ જેવાને વશ કરી લે છે. પણ તે જ શક્તિ વડે પોતાના મનને વશ કરે-જીતે તો કેટલું કલ્યાણ થાય! મનુષ્યમાં શક્તિ છે પણ તેને વિષયભોગમાં અને કષાયમાં વેડફી નાખે છે, તેને બદલે આત્માને માટે પુરુષાર્થ કરવામાં વાપરે તો દોષોને દૂર કરે.” (પૃ.૧૦) પપ૨. શૌર્ય, બુદ્ધિ ઇ. નો સુખદ ઉપયોગ કરું.
જે કાર્ય કરવાથી મને આ ભવમાં કે પરભવમાં સુખ ઊપજે તેવા ઉત્તમ કાર્યમાં મળેલ શૌર્ય એટલે શૂરવીરતા કે બુદ્ધિનો ઉપયોગ કરું. અથવા પરહિત માટે સજ્જન પુરુષોની રક્ષા કરવામાં શૂરવીરતા વાપરું. જેમકે હનુમાન વીર કહેવાય છે તેમણે પોતાની શૂરવીરતાનો ઉપયોગ સતી સીતાજીને લાવવામાં શ્રીરામને મદદ કરવામાં કર્યો. તેમજ બુદ્ધિનો ઉપયોગ આત્મધર્મ સમજવામાં કરું તથા વ્યવહારમાં કોઈનું ભલું થતું હોય તો પણ બુદ્ધિનો સુખદ ઉપયોગ કરું.
“દૃષ્ટાંત શતક'માંથી - જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે
સિંહસસલાનું દ્રષ્ટાંત – કોઈ વનમાં મદોન્મત્ત થયેલો એક સિંહ હમેશાં ઘણાં વનપશુઓને મારીને ખાઈ જતો હતો. તેમાંથી બચવા માટે એકવાર બઘાં વનપશુઓ એકઠાં થઈ વિચાર કરી સિંહની
૪૧૪