________________
સાતસો મહાનીતિ
પાસે ગયા અને વિનંતી કરી : “હે વનરાજ!તમે દરરોજ અમારામાંથી અનેક પ્રાણીઓનો સંહાર કરો છો, તેથી થોડા દિવસમાં આખું વન પશુ વગરનું થઈ જશે; પછી ભૂખના માર્યા તમારો પણ નાશ થશે. માટે તમે આજથી વનમાં પશુ મારવા નીકળશો નહિ અને તમારી ગુફામાં બેઠા રહેજો. અમે દરરોજ પ્રાતઃકાળે એક એક પશુ તમારા આહાર માટે મોકલતા રહીશું. સિંહે તે વાત સ્વીકારી.
હવે એક દહાડો કોઈ ઘરડા સસલાનો વારો આવ્યો, ત્યારે તે સૌના કરતાં મોડો નીકળ્યો અને માર્ગમાં ઘણી વાર લગાડીને મધ્યાહ્નકાળ થવા આવ્યો ત્યારે ગયો. સિંહ ભૂખથી અકળાઈને ઘણો જ ક્રોધે ભરાયો હતો અને વિચારતો હતો કે, “આજ તો આખા વનનાં પશુઓનો સંહાર કરી નાખું.”
એવામાં ઘીમે ઘીમે આવતા સસલાને જોઈને બોલ્યો : “કેમ રે! દુષ્ટ! આટલી બધી વાર કેમ લગાડી? આજ હું તારા કુળનો જ નાશ કરી દઈશ.” સસલો નીચે નમી, પગે લાગી બોલ્યો : “મહારાજ! મારો વાંક નથી. આ વનમાં આપના જેવો જ કોઈ બીજો સિંહ આવ્યો છે, તેણે મને રોક્યો અને ખાઈ જવાનો વિચાર કર્યો. પણ મેં કહ્યું : “અરે અઘમ! અમારા મહારાજા મહાબળવાન છે તે જો જાણશે તો એક પળમાં તારો નાશ કરી નાખશે.' તેમ છતાં તેણે મને છોડ્યો નહીં. જેમ તેમ કરી તેની થાપટો ખાઈ નાસી આવ્યો છું. તેના પ્રહાર મને વાગ્યા છે, તેથી હું ઘીમે ઘીમે ચાલું છું.”
આ વચન સાંભળીને પ્રથમથી ભૂખે અકળાઈ રહેલો સિંહ ક્રોધથી બોલી ઊઠ્યો : “અરે! એ ચંડાલ કોણ છે, જે મારા શિકારને ખાવાની બુદ્ધિ કરે છે! ચાલ, આગળ થા! તે પાપીને દેખાડ, એટલે પ્રથમ તેને હણીને પછી બીજી વાત. સસલાએ માથું નમાવી વંદન કરી કહ્યું : “મહારાજ ! અહીંથી થોડેક દૂર પેલા કૂવાના કાંઠા ઉપર તે ઊભો છે.'
પછી બંને જણ ત્યાં ગયા, ત્યારે સિંહને સસલાએ કહ્યું: “મહારાજ તમને આઘેથી દેખીને હમણાં તે કૂવામાં સંતાઈ ગયો જણાય છે, ચાલો આપણે જોઈએ.” સિંહ વગર બોલ્ય કૂવા ઉપર ગયો અને અંદરના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ તેને સિંહ માની ગર્જના કરી. કૂવામાંથી પણ પડઘો પડ્યો અને પોતાની ગર્જના તેને સંભળાઈ; સિંહ ઊછળ્યો, કૂવામાં પડ્યો અને ડૂબીને મરી ગયો.
સિંહને પોતાની બુદ્ધિના પ્રભાવથી મારીને સસલો ઘેર ચાલ્યો અને સર્વે વન-પશુઓને તે વાતની વઘામણી કહી રાજી કર્યા. કહ્યું છે કે
“बुद्धिर्यस्य बलं तस्य निर्बुद्धेस्तु कुतो बलम् ।
वने सिंहो मदोन्मतः शशकेन निपातितः ॥” । અર્થ – જેનામાં બુદ્ધિ છે તેનામાં બળ છે એમ સમજવું. જેનામાં બુદ્ધિ વગરનું એકલું અંગબળ છે, તેનામાં ખરું બળ નથી. ઉપરના દ્રષ્ટાંતમાં વનમાંનો સિંહ બળના મદથી ઉન્મત્ત છતાં તેને બુદ્ધિબળવાળા નિર્બળ સસલાએ પણ મારી નાખ્યો. (પૃ.૬૬)
માટે શૌર્ય કે બુદ્ધિ ઇત્યાદિનો ઉપયોગ સ્વપર હિતાર્થ કરું. પણ કોઈને દુઃખી કરવામાં કરું નહીં. પપ૩. કોઈ કાળે મને દુઃખી માનું નહીં.
સપુરુષ મળ્યા છે માટે કોઈ કાળે હવે મને દુઃખી માનું નહીં. “શ્રીમદ રાજચંદ્રમાંથી :- ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ
૪૧૫