________________
સાતસો મહાનીતિ
કરવી પડે. આ આયંબિલનું ભોજન તો વહેલું ઠેકાણે પડી જાય. લોલુપતા છે એ જીવને નીચે લઈ જાય છે, અઘોગતિ થાય છે.” (બો.૧ પૃ.૨૧૯)
“બોઘામૃત' ભાગ-૩'માંથી - સાધુજીવનમાં રસ ઘટાડવો મુશ્કેલ છે, કારણ કે ગામમાં ગમે તે ઘરે જઈ શકે અને સારામાં સારો ખોરાક ફરી ફરીને મેળવી શકે. પણ તેમ નહીં કરતાં જે કંઈ સારો ખોરાક શ્રાવકો આગ્રહ કરીને પાત્રામાં નાખી દેતા તે બીજા સાધુઓને પ્રભુશ્રીજી આપી દેતા અને પોતે લૂખો-સૂકો નીરસ આહાર જીવન ટકે તે પૂરતો જ લેતા.
ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તેવો આહાર રસરહિત, મોળો, કે ઘી આદિ ઓછાં વપરાય તેવો લેવો છે. ફળ વગેરેમાં પણ રસ પોષાય તેવું કરવું નથી. ખાવા માટે જીવવું નથી પણ જીવવા પૂરતું જ ખાવું છે. “નથી ઘર્યો દેહ વિષય વઘારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.” (૧૫) વિષય એટલે પાંચ ઇન્દ્રિયોની મીઠાશ અને પરિગ્રહ એટલે ઘન, અલંકાર, સગાં આદિની મમતા. તે અર્થે દેહ ઘર્યો નથી. આમ પર ચીજો ઉપરનો રાગ ઘટે અને સાદા ખોરાકથી જિવાય તો વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાઘવા જિજ્ઞાસા વધતી રહે અને સત્પરુષનાં વચનો સમજાય અને સમજાય તેટલું થોડું થોડું અમલમાં આચરણમાં મુકાય.” (બો.૩ પૃ.૪૯૬)
‘ત્રિષષ્ટિ શલાકા પુરષ ચરિત્ર પર્વ ૧૦માંથી - સ્વાદ લંપટતાથી કોઢની વ્યાધિ વળગી
એડુકવિપ્રનું દ્રષ્ટાંત – સેડ઼કવિપ્રના અમુક કાર્યથી પ્રસન્ન થઈ શતાનીકરાજાએ તેને બોલાવીને કહ્યું કે, કહે, ‘તને હું શું આપું?” વિપ્ર બોલ્યો કે- “મારી સ્ત્રીને પૂછીને પછી માગી લઈશ.” “ગૃહસ્થોને ગૃહિણી વિના વિચાર કરવાનું બીજું સ્થાન નથી.” ભટજી ખુશી થતા થતા ઘેર આવ્યા અને બ્રાહ્મણીને બથી વાર્તા કહી સંભળાવી. બુદ્ધિશાળી બ્રાહ્મણીએ મનમાં વિચાર્યું કે, “જો હું રાજા પાસેથી ગામ ગરાસ મગાવીશ તો વૈભવના મદથી આ બ્રાહ્મણ જરૂર બીજી સ્ત્રી પરણશે.” આવો વિચાર કરીને તે બોલી કે – હે નાથ! તમારે પ્રતિદિન જમવાને ભોજન અને દક્ષિણામાં એક સોનામહોર રાજા પાસેથી માગી લેવી.” આ પ્રમાણે તેણે પોતાના પતિને સમજાવ્યું. એટલે તેણે જઈને તે પ્રમાણે રાજા પાસેથી માગી લીધું. રાજાએ તે આપ્યું. “ગાગર સમુદ્રમાં જાય તો પણ પોતાને યોગ્ય હોય તેટલું જ જળ પામે છે.” હવે પ્રતિદિન તે સેડૂક બ્રાહ્મણ તેટલો લાભ તેમજ સન્માન પામવા લાગ્યો. “આ રાજાનો માનીતો છે” એમ ઘારી લોકો નિત્ય તેનું આમંત્રણ કરતા હતા. “જેની ઉપર રાજા પ્રસન્ન હોય, તેનો સેવક કોણ ન થાય?” આ પ્રમાણે એકથી વધારે આમંત્રણો આવવાથી તે પ્રથમ જમ્યો હોય તો પણ દક્ષિણાના લોભથી પ્રતિદિન પહેલાં જમેલું વમી નાખીને પાછો અનેકવાર જમતો હતો. “બ્રાહ્મણોના લોભને ધિક્કાર છે.” વિવિઘ દક્ષિણાના દ્રવ્યથી તે બ્રાહ્મણ દ્રવ્ય વડે વધી ગયો અને વડવાઈઓથી વડના વૃક્ષની જેમ પુત્રપૌત્રાદિકના પરિવારથી પણ વૃદ્ધિ પામ્યો. પરંતુ નિત્ય અજીર્ણ અન્નના વમનથી આમ (અપક્વ) રસ ઊંચે જતાં તેની ત્વચા દૂષિત થઈ ગઈ, તેથી તે લાખવડે પીપળાના વૃક્ષ જેવો વ્યાધિગ્રસ્ત થઈ ગયો. અનુક્રમે તેના નાક, ચરણ અને હાથ સડી ગયા અને તે કુષ્ટી થઈ ગયો, તથાપિ અગ્નિની જેમ અતૃપ્ત થઈને તે રાજાની આગળ જઈ દરરોજ ભોજન કરતો હતો. એકદા મંત્રીઓએ રાજાને કહ્યું કે, “હે દેવ!આ કુષ્ટીનો રોગ સંપર્કથી ફેલાશે, માટે હવે તેને ભોજન કરાવવું યોગ્ય નથી. તેના ઘણા પુત્રો નિરોગી છે, તેમાંથી કોઈ એકને તેના વતી જમાડો, કેમકે જ્યારે કોઈ પ્રતિમા ખંડિત થાય ત્યારે તેને ઠેકાણે બીજી પ્રતિમા સ્થપાય છે.” રાજાએ તેમ કરવું સ્વીકાર્યું, એટલે મંત્રીઓએ તે બ્રાહ્મણને તેમ કહ્યું; તેણે પણ પોતાને સ્થાને પોતાના પુત્રનું સ્થાપન
૪૫૪