________________
સાતસો મહાનીતિ
‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – જુગાર રમવાથી મતિ ભ્રષ્ટ
પુરંદરરાજાનું દ્રષ્ટાંત - પુરંદર નામે એક રાજા હતો. તે દ્યુત રમવામાં બહુ આસક્ત હતો. તેથી મંત્રીઓ વગેરેએ તેને રાજ્ય પરથી ઉઠાડી દીધો, અને તેના પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો. રાજા પોતાની સ્ત્રીને લઈ બહાર નીકળી ગયો. ફરતો ફરતો ભીલોની પલ્લીમાં આવ્યો. ત્યાં ભીલ્લપતિ સાથે જુગાર રમતાં શરત કરી કે હું હારી જાઉ તો મારું મસ્તક આપું. તું હારી જાય તો તારી સ્ત્રીને લઉં. ધૃત રમતાં રાજા જિત્યો તેથી ભીલની સ્ત્રીને લઈ તે આગળ ચાલ્યો. રસ્તામાં જતાં કાળી મેશ જેવી આ ભીલડીએ રાજાની રાણીને કંઈ કારણ બતાવી કુવામાં નાખી દીધી અને રાજાને કહ્યું: તે તો કોઈ બીજાની સાથે ચાલી ગઈ છે. તેથી રાજા બહુ દુઃખી થયો. રાજા ભીલડીને લઈ નદી ઊતરતો હતો ત્યાં રાજાને મત્સ્ય ગળી ગયો અને ભીલડી મરીને નરકે ગઈ. રાજા પણ નરકે ગયો. માટે કોઈપણ વ્યસન સેવવું નહીં. વ્યસને જીવને દુઃખનું જ કારણ થાય છે. ૬૦૩. રાત્રે શૌરકર્મ કરાવું નહીં.
વાળ કપાવવા તે ક્ષૌરકર્મ કહેવાય છે. તે રાત્રે કપાવું નહીં. રાત્રે કપાવવાથી નાહવું પડે તે હિંસાનું કારણ છે. રાત્રિમાં ભક્તિ કે ઘર્મધ્યાન કરવાનો ભગવાનનો ઉપદેશ છે. ૬૦૪. ઠાંસોઠાંસ સોડ
મોટું ઉપરથી ઢાંકી પગ સુધી સોડ તાણીને સુવું નહીં. પણ બને તો તાજી હવા લેવા માટે નાકને ખુલ્લું રાખું; જેથી શરીરની સ્વસ્થતા જળવાય. સ્વસ્થ શરીર વડે ઘર્મધ્યાન સુખે કરી શકાય. ૬૦૫. અયોગ્ય જાગૃતિ ભોગવું નહીં.
રાત્રે મોડા સુધી પત્તાબાજી વગેરે કોઈપણ જાતની રમત રમવી કે બાર બે વાગ્યા સુધી ટી.વી. જોયા કરવું વગેરે બઘી અયોગ્ય જાગૃતિ છે. તેથી શારીરિક અને માનસિક બન્ને પ્રકારે જીવને નુકશાન થાય છે. રાત્રિ તો ઘર્મધ્યાન માટે છે, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. તેથી રાત્રે શાંત વાતાવરણમાં આત્મચિંતન કરી મારા આત્માની શ્રદ્ધા દૃઢ કરું. ૬૦૬. રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં.
જીભના રસાસ્વાદમાં પડી શરીરઘર્મને બગાડું નહીં. પણ જીભની લંપટતાને જીતવાનો પ્રયત્ન કરું.
બોઘામૃત” ભાગ-૧'માંથી :- “પ્રશ્ન – આયંબિલ કર્યું હોય અને રસવાળા પદાર્થોમાં મન જતું હોય તો શા વિચાર કરવા કે જે વિચારથી મને ત્યાં ન જાય?
પૂજ્યશ્રી - ઘણું ખાધું છે. ખાધેલું શું થાય છે? – વિષ્ટા. જગત એંઠવાડા જેવું છે. “સકલ જગત તે એઠવ” આત્માનું હિત થાય એવું વિચારવું. ઘીથી હિત છે કે જ્ઞાનીનાં વચનોથી? જ્ઞાનીના વચનોથી આત્માનું હિત છે તો મારે ઘી નથી ખાવું. શું કરવા આવ્યો છું અને શું કરું છું? એ વિચારવું. જીવને ટેવ પડી ગઈ છે, પણ એનું ફળ શું આવશે એની ખબર નથી. કલ્પનાએ કે લોકના કહેતા કહેતી રસમાં લુબ્ધાય છે. રસને જીતે તો જ્ઞાનીના વચનોમાં રસ આવે.
અભયદેવસૂરિનું દ્રષ્ટાંત – અભયદેવસૂરિને આયંબિલ કરવું ઠીક પડ્યું. બાર અંગની ટીકા લખતાં સુધી આયંબિલ જ કર્યા. આત્મા ભણી જાય તો લાભ થાય. ભારે ખાવું હોય તો પચાવવા મહેનત
૪૫૩