SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો માનીતિ થાય. સાતે વ્યસન, કુટેવો અને બધાં પાપ તે અકરણીય વિલાસ છે. (પૃ.૨૧૮) ૬૦૧, પાપ વ્યવહારના નિયમ બાંધું નહીં. જે વ્યવહારની પ્રવૃત્તિ કરવાથી પાપનો બંધ થાય તેવા પાપરૂપ વર્તન કરવાના નિયમો બાંઘું નહીં. પણ તેથી દૂર રહેવા પ્રયત્ન કરું. જેમકે કાલૌરિક કસાઈએ ૫૦૦ પાડા મારવાનો જાણે નિયમ બાંધ્યો હોય તેમ રોજ મારતો હતો. એક દિવસ શ્રેણિક રાજાએ તેને કુવામાં ઉતાર્યો છતાં ત્યાં પણ પાણીમાં પાડાઓ ચીતરીને માર્યા હતા. એવા કોઈ પાપ વ્યવહારના એટલે વર્તનનાં નિયમો બાંધું નહીં. ૬૦૨. દ્યુતરમણ કરું નહીં. જાગાર રમું નહીં. જુગારની રમતમાં ભાનભૂલી ધર્મરાજા યુધિષ્ઠરે પોતાની પત્ની દ્રૌપદીને પણ દાવમાં મૂકી દીથી. એવા ભાન ભુલાવનાર ધૃત એટલે જુગાર વ્યસનને જીવનમાં કદી સેવું નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મુંબઈમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકશાન ગયું છે. તમને સૌને ભલામણ છે કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો.’ (વ.પૃ.૪૫૬) ‘ઉપદેશામૃત'માંથી – ‘નાનપણમાં કામ શીખવાની આવડત લાવે, ઉપયોગી બાબતોમાં વખત ગાળવાની કાળજી રાખે, તે આગળ જતાં મોટાં કામ કરી શકે તેવો હોંશિયાર બને છે. પણ જો નાનપણમાં મોજશોખની અને આળસુ બની ગપ્પા મારવાની ટેવ પડે કે ગંજીફા જેવી રમતો, નાટક, સિનેમા, સરકસ કે જુગાર વગેરેની લતે ચડી જાય તો તેનાથી કંઈ મોટું કામ કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. ઊલટો ઉડાઉ બની દુઃખમાં જુવાનીનો વખત ગુમાવે છે; અને વૃદ્ધાવસ્થામાં ગરીબાઈ અને રોગના દુઃખથી બેવડો દુ:ખી થાય છે તથા પરભવમાં અઘોગતિએ જાય છે. ‘જેને જેવો સંગ, રંગ પણ તેવો બેસે’ એમ કહ્યું છે; તેથી જેની સોબતે આપણે સારા બનીએ એટલે કામગરા, ભક્તિવાળા બનીએ તેની સોબત વધારે રાખવી; પણ જેની સોબતે ચા પીવાની, દારૂ પીવાની, તોફાન કરવાની, નાટક જોવાની, જુગાર રમવાની, અવિવેકી વર્તન કરાવે તેવાં વચન બોલવાની, ગમે ત્યાં હરવા ફરવાની, વિષયવિકાર, ગાનતાનથી લહેર કરવાની ટેવ પડે તેવી સોબત દૂરથી તજી દેવી, ગમે તેટલી સારી લાગતી હોય તો પણ તેવી સોબત ઝેર જેવી જાણી તેથી દૂર રહેવું.’' (પૃ.૯૯) ‘બોધામૃત'ભાગ-૩'માંથી – એક મુમુક્ષુનું દૃષ્ટાંત – “એક મુમુક્ષુભાઈએ બધી ભરસભામાં ઊભા થઈ પોતે પ.પૂ.પ્રભુશ્રીજી પાસે સટ્ટા નહીં કરવાનો નિયમ લીધેલો છતાં સટ્ટા કરી સર્વ મિલકત ખોઈ ઘરભંગ થયા છે તેનો પશ્ચાત્તાપ કરી, ફરી કદી સટ્ટા નહીં કરવાનો નિયમ નિશ્ચય કરી, લીધેલું વ્રત તેમણે તૂટેલું અનુસંધાન કરી જોડી દીધું છે. લક્ષ્મી ખોઈને પણ શિખામણ લઈ પાછા વળ્યા તો તેમને ધન્ય છે! શ્રી રથનેમિ અને શ્રીમતી રાજુલના પ્રસંગમાં શ્રી ઉત્તરાધ્યયનમાં શ્રી રથનેમિનાં ભગવાને વખાણ કર્યાં કે તેમણે ફરી ચારિત્ર લઈ મોક્ષ સાધ્યો. બધાને અસર થાય તેવો આ પ્રસંગ હતો. તે સહજ જાણવા અને શિખામણ લેવા જણાવ્યો છેજી. હાર્યો જુગારી બમણું રમે એમ લોકોમાં કહેવાય છે તેમ આ જીવ અનાદિકાળથી જન્મમરણની બાજી રમતો આવ્યો છે. ઘણી ખોટ ગઈ, પામર થઈ ગયો છે, કર્મનો ગુલામ બની ગયો છે તો પણ તે બાજી ફેંકી દઈ, હવે નથી રમવી એમ આ અભાગિયો જીવ નિશ્ચય કરતો નથી. “ભવે ખેદ પ્રાણીદયા ત્યાં આત્માર્થનિવાસ.'' એમ આત્માર્થીના લક્ષણમાં કહ્યું છે છતાં હજી આ જીવને ભવનો ખેદ પ્રગટ્યો નથી.’’ (પૃ.૩૧૪) ૪૫૨
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy