________________
સાતસો મહાનીતિ
કર્યું અને પોતે ઘેર રહ્યો. મધપુડાની જેમ યુદ્ધ મક્ષિકાઓની જાળથી ભરપૂર એવા તે બ્રાહ્મણને તેના પુત્રોએ પણ ઘરની બહાર એક ઝુંપડી બાંધી દઈને તેમાં રાખ્યો. (પૃ.૧૪૪)
એમ રસાસ્વાદમાં લંપટ બની શરીરના ઘર્મને મિથ્યા કરું નહીં. પણ અલ્પ આહાર વડે સંયમી બની આત્મઘર્મની પુષ્ટિ કરું. ૬૦૭. એકાંત શારીરિક ઘર્મ આરાધું નહીં.
એકાંત એટલે માત્ર શરીરની સંભાળ રાખું નહીં. ગમે તેટલું ખવડાવવાં છતાં કે આરામ આપવા છતાં એક દિવસે એ શરીર દગો દેનાર છે એમ માનું. શરીરની યથાયોગ્ય સંભાળ રાખી એના વડે આત્મઘર્મ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરું.
બોઘામૃત ભાગ-૩'માંથી -
જેસીંગભાઈનો પ્રસંગ – “પ.ઉ.પ.પૂ.કરુણાસાગર પ્રભુશ્રીજીએ આ આશ્રમ – જીવન સમાધિમરણને પોષે તેવું યોર્યું છે. તેનો અનેક ભવ્ય જીવોએ લાભ લઈ સમાધિમરણ સાધ્યું છે, સાથે છે અને ભવિષ્યમાં સાઘશે; તો તમારા જેવા તેથી દૂર રહે તે ઘટતું તો નથી, પણ આપ જેવા સમજાને શું કહેવું? બઘી દવા વગેરેની કે શારીરિક અનુકુળતાઓ શહેરમાં સુલભ હોય તે ગૌણ કરી, સમાધિમરણનું મહત્વ જો હૃદયમાં વસે તો અહીંના વાસ જેવું ઉત્તમ સ્થળ આખર અવસ્થામાં ક્યાં મળે? પૈસાદારને વિલાયત જવું ગમે, પણ પરમકૃપાળુદેવના ઉત્તમ ભક્તને તો આ આશ્રમ વિલાયત કરતાં વધારે હિતકારી મારી અલ્પમતિમાં સમજાય છે. દવા માટે મુંબઈ જવું પડે, દવાખાનામાં રહેવું પડે, તો પરમકૃપાળુદેવની દવા જ્યાં વધારે ગુણ કરે તે લક્ષ હવે તો વિશેષ વિશેષ વિચારી, લોકલાજ મૂકી, બીજી મુશ્કેલીઓ વેઠી,
જ્યાં આત્મા ઠરે એવા સત્સંગની સહેજે જોગવાઈ પરમકૃપાળુ પરમપૂજ્ય પ્રભુશ્રીજીના અથાગ શ્રમ અને યોગબળે વિદ્યમાન છે, તો આ પાછલા દિવસો તેવા ઉત્તમ વાતાવરણમાં શા માટે ન ગાળવા? બીજાને રાજી રાખવા ઘણું આ ભવમાં કર્યું, હવે તે ગૌણ કરી આત્માની પ્રસન્નતા થાય તેવી કંઈ ગોઠવણ કરવાના નિર્ણય ઉપર આવો તો સ્વપરના હિતનું કારણ સમજાય છે.” (પૃ.૬૦૭)
“દોડ દવા કરવા કરું, ઢીલ ઘર્મમાં થાય;
મહા મોહ મુઝવે મને, સ્વામી!કરો સહાય.” -સ્વદોષદર્શન ૬૦૮. અનેક દેવ પૂજ નહીં.
સાચા દેવ વીતરાગ છે. “વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ' વીતરાગ સમાન બીજો કોઈ દેવ થયો નથી અને થવાનો પણ નથી. વીતરાગ પરમાત્મા તે દેવોના પણ દેવ છે.
બાકીના દેવો દેવગતિમાં રહેલા હોવાથી દેવ કહેવાય છે, પણ રાગદ્વેષથી યુક્ત હોવાથી તેઓ પણ સંસારી જ છે. માટે વીતરાગ સિવાય કોઈ પણ દેવને પૂજાં નહીં.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી :- “ગુણદોષ જાણ્યા વિના જે મનુષ્ય સર્વ દેવોને વિષે પ્રથમાવસ્થામાં શ્રીઘરની જેમ ભક્તિમાન થાય છે તે પરિણામે સુખ પામતા નથી.”
શ્રીઘરનું દ્રષ્ટાંત – ગજપુરમાં શ્રીધર નામે એક વણિક રહેતો હતો. તે સ્વભાવથી જ ભદ્રિક હતો. તેણે એકદા એક મુનિ પાસે જૈન ઘર્મનું શ્રવણ કર્યું, ત્યારથી તે હમેશાં શ્રી જિનેશ્વરની ત્રિકાળ પૂજા
૪૫૫