________________
સાતસો મનનીતિ
કરે તેવાનું પુણ્ય ક્ષય થયું ત્યારે પાણી પાનાર પણ એકે માન્નસ ન રહ્યું તો બીજા પુણ્યતીન જીવો કેમ મદોન્મત્ત બની રહ્યા છે?
ઉત્તમ જ્ઞાન વડે જગતમાં પ્રધાન ગણાતા, ઉત્તમ તપશ્ચર્યા કરવામાં ઉદ્યમી અને મહા દાનવીર પુરુષો પણ પોતાના આત્માને અતિ નીચો માને છે, તેમને માર્દવ ઘર્મ પ્રગટે છે. વિનયભાવ, નિર્માનીપણું એ સર્વ ધર્મનું મૂળ છે, સર્વ સમ્યક્તાનાદિ ગુણોનો આધાર છે. જો સમ્યક્દર્શનાદિ ગુણો પ્રાસ કરવા હોય, પોતાનો ઉકેવળ યશ વિસ્તારવો હોય અને વેરનો નાશ કરવો હોય તો ગર્વ તજી, નમ્રતા ગ્રહણ કરો. ગર્વ ગાળ્યા વિના વિનયાદિ ગુણ, વચનની મધુરતા, પૂજ્ય પુરુષોનો આદર-સત્કાર, દાન, સન્માન આદિ એકે ગુણ પ્રાપ્ત નહીં થાય.’’ (પૃ.૨૭૩)
“અભિમાનીના વગર વાંકે સર્વ વેરી બને છે, તેની સર્વ નિંદા કરે છે, સર્વ લોક તેની પડતી થાય એમ ઇચ્છે છે. શેઠ અભિમાની નોકરને કાઢી મૂકે છે. ગુરુજનો અભિમાનીને વિદ્યા આપવા તત્પર થતા નથી. અભિમાનીથી નોકરો પણ વિમુખ રહે છે. મિત્ર, ભાઈ, વડીલ, પડોશી વગેરે તેની પડતી ઇચ્છે છે. પિતા, ગુરુ, ઉપાઘ્યાય તો પુત્ર કે શિષ્યને વિનયી દેખીને આનંદ પામે છે. અવિનયી, અભિમાની પુત્ર કે શિષ્ય મોટા પુરુષના મનમાં સંતાપ પેદા કરે છે. પુત્ર, શિષ્ય તથા સેવકનો તો એ જ ધર્મ છે કે નવું કાર્ય કરતા પહેલાં પિતા, ગુરુ કે શેઠને જણાવવું, આજ્ઞા માગવી. પણ આજ્ઞાનો અવસર ન મળે તો અવસર દેખે કે તરત જ જણાવે, તે જ વિનય છે, તે જ ભક્તિ છે.
જ
જેને માથે ગુરુ બિરાજે છે તે ભાગ્યશાળી છે. વિનયવંત, માનરહિત પુરુષ સર્વ કાર્ય ગુરુને જણાવી દે છે. આ કળિકાળમાં મદ રહિત કોમળ પરિણામ સહિત સર્વત્ર પ્રવર્તે છે તેને ધન્ય છે. ઉત્તમ પુરુષો બાળક, વૃદ્ધ, નિર્ધન, રોગી, મૂર્ખ, નીચ પ્રત્યે પણ યથાયોગ્ય પ્રિય વચન, આદર સત્કાર, સ્થાન, દાન આપવાનું કદી ચૂકતા નથી. ઉત્તમ જનો ઉદ્ધૃતતા જણાય તેવાં વસ્ત્ર, આભરણ પહેરે નહીં. ઉદ્ધૃતપણે બીજાનું અપમાન થાય તેમ લે દેશ, વિવાહ આદિ વ્યવહાર કાર્ય કરે નહીં,’’ (પૃ.૨૪૪)
‘દૃષ્ટાંત શતક'માંથી :– ધનનો ગર્વ કરવો નહીં
•
ધનવાનનું દૃષ્ટાંત – ‘એક ધનવાન પુરુષ રસ્તે જતો હતો. તેના જોવામાં કોઈ દરિદ્રી પુરુષ આવ્યો. તેની સ્થિતિ જોઈ મદાંધ ધનવાન પુરુષ હસવા લાગ્યો. તે વખતે કોઈક વિદ્વાન પુરુષ ત્યાં થઈને જતો હતો, તેનાથી આ ધનના મદથી છકેલા શ્રીમંતનો અવિનય સાંખી શકાયો નહીં તેથી બોલ્યો ઃ
‘અરે ભલા માણસ ! તારા ઘનનો શો ગર્વ કરે છે ? શું તેં ગુરુનું વાક્ય સાંભળ્યું નથી કે કોઈએ આ લોકની અસ્થિર વસ્તુઓનો ગર્વ કરવો નહીં. તું જો જાણતો ન હોય તો જે સ્થળે પાણીનો રહેંટ ફરતો હોય ત્યાં જઈને જો, એટલે તારા જોવામાં આવશે કે કેટલાંક ઢોલવાં (રહેંટમાળના પતરાના ડાબડા) ભરાઈને ઉપર આવે છે અને પાછાં ખાલી થઈ નીચે જાય છે. તે જ પ્રમાણે આ સંસારમાં ધનસંપત્તિ વગેરે કોઈ વખત મળે છે અને માણસ વૈભવને શિખરે ચઢે છે, પણ વખત જતાં તે જ ધનસંપત્તિ જતી રહે છે અને માણસ નીચી દશામાં આવી પડે છે. માટે સ્થિતિનો ગર્વ કરવા યોગ્ય નથી.
૨૯૬. સ્થિતિનો ખેદ કરું નહીં.
૨૦૧
કર્માધીન નબળી સ્થિતિ આવી પડી હોય, તો પણ ખેદ કર્યું નહીં.
પૂ. પ્રભુશ્રીજી પાસે માણેકજી શેઠ બેઠા હતા. ત્યાં મુંબઈથી તાર આવ્યો કે લાખોનું નુકસાન ગયું.