________________
સાતસો મહાનીતિ
“એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.’’–શ્રીમદ્ રાજચંદ્ર
વિનય મૂળ કારણ છે અને વિવેક એટલે આત્મજ્ઞાન એ તેનું કાર્ય અથવા ફળ છે,
ગુરુનો આત્મપ્રત્યથી ઉપકાર છે, તે અપેક્ષાએ પહેલા ગુરુનો વિનય કરવા કાઢ્યું. મુનિનો ચારિત્રની અપેક્ષાએ, વિદ્વાનનો જ્ઞાનની અપેક્ષાએ, માતાપિતાનો મનુષ્યજન્મ પામવામાં અને સંસારપ્રત્યયી ઉપકારની અપેક્ષાએ, બીજા મોટા કાકા, દાદા વગેરે મોટાનો વયની અપેક્ષાએ એમ બઘાનો યથાયોગ્ય વિનય કરવો એ આત્માને ઉત્તમ થવાનું કારણ છે. જીવ અનાદિકાળથી રખડ્યો છે, તેનું કારણ માન છે. વિનય કરે તો માન ઓછું થાય.’’ (પૃ.૭૮)
૨૯૫. સ્થિતિનો ગર્વ કરું નહીં. (ગૃન્મુ॰)
ગૃહસ્થ અવસ્થામાં પુણ્યબળે પૈસા કમાઈ ગયો હોઉં તો પણ તેનું અભિમાન કરું નહીં. એ ચંચળ લક્ષ્મીનું કાંઈ ઠેકાણું નથી. ક્યારે જતી રહે તેની ખબર નથી. “મોક્ષમાળા’માં ‘સુખ વિષે વિચાર’ નામના પાઠમાં આ વાત દૃષ્ટાંત સાથે વિસ્તારથી સમજાવેલ છે.
રાવણે પોતાની સ્થિતિનો ગર્વ કર્યો અને બોલ્યો કે રામ લક્ષ્મણ કોણ માત્ર છે. હું તો વિદ્યાઘર છું, ત્રણ ખંડનો અધિપતિ છું. આમ ગર્વ કર્યો તો શું પરિણામ આવ્યું? અથવા સુભૂમ ચક્રીએ પોતાની સ્થિતિનો ગર્વ કર્યો કે છ ખંડ તો બધાએ સાથે પણ હું તો બાર ખંડ સાધું. તો તેનું શું પરિણામ આવ્યું? તો કે સાતમી નરક. તે આ પ્રમાણે—
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- વિશેષ મેળવવાની તૃષ્ણાનું ફળ સાતમી નરક
સુભૂમ ચક્રવર્તીનું દૃષ્ટાંત – '‘છ ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં સુભૂમ નામે એક ચક્રવર્તી થઈ ગયો છે. એણે છ ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તીપદથી તે મનાયો; પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ; હા તે તરસ્યો રહ્યો. એટલે ઘાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી છ ખંડ સાથે છે; અને હું પણ એટલા જ સાથું, તેમાં મહત્તા શાની? બાર ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ; સમર્થ આશા જીવનપર્યંત એ ખંડો પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મુક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકનો આધાર રહ્યો હતો. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે; તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટકો થશે? માટે દેવાંગનાને તો મળી આવું, એમ ધારી તે ચાલ્યો ગયો; પછી બીજો ગયો; ત્રીજો ગયો; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા; ત્યારે ચર્મરત્ન બુઠ્યું; અશ્વ, ગજ અને સર્વ સૈન્યસહિત સુભ્રમ નામનો ચક્રવર્તી બૂડ્યો; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. (વ.પૃ.૭૬)
અથવા મુનિપણામાં લોકો માન આપે, પૂજા કરે કે આચાર્યપદ મળી જાય તો પણ ગર્વ કરું નહીં. સમાધિ સોપાનમાંથી :- “આ સંસારમાં સ્વર્ગલોકના મહાઋદ્ધિવાળા દેવો મરીને એક સમયમાં એકેન્દ્રિયમાં આવીને ઊપજે છે કે કાગડા, કૂતરા, ચંડાળ આદિના ભવ પામે છે. નવ નિધાન, ચૌદ રત્નના ઘારક ચક્રવર્તી મરીને એક સમયમાં સાતમી નરકને વિષે નારકી થાય છે, બળભદ્રનારાયણનાં ઐશ્ચર્ય પણ નાશ પામ્યાં તો સામાન્ય માણસની વાત જ શી કરવી? જેની હજારો દેવો સેવા
૨૦૦