________________
સાતસો મહાનીતિ
તે વાંચી શેઠ બોલ્યા : પ્રભુ ! કચરો ગયો. આવા શબ્દો નીકળવા તે સત્પુરુષના સમાગમનું ફળ છે. ગમે તેવી સ્થિતિ આવી હોય પણ મુમુક્ષુ ખેદ કરે નહીં.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી; તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાત્મ્ય છે. પરમાત્માએ એમના ‘પરચા' પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિઃસ્પૃહ નહીં હો, (નીં થાઓ) ત્યાં સુધી વિટંબના જ છે.'' (વ.પૃ.૨૯) “આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હોય, અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? (વ.પૃ.૨૮૦)
“વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાની અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણ જન્મ પામે, તો જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યા છીએ.’’ (વ.પૃ.૨૮૭)
“માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; ‘જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે.' આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારા નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી.’’ (વ.પૃ.૩૧૫)
“પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે.’’ (વ.પૃ.૩૧૫)
‘નીતિ વિચાર રત્નમાળા'માંથી – “સુખ અને દુઃખનો આધાર મનની સ્થિતિ ઉપર રહેલો છે. બહારના સંયોગોને આપણા મનની રુચીને અનુકૂળ બનાવવાની કોશીશ કરવા કરતાં આપણા મનને બાહ્ય સ્થિતિને અનુકૂળ બનાવવાનો અભ્યાસ પાડવો, એ સુખ પ્રાપ્તિનો ઉપાય છે.”
‘ગૌતમ પૃચ્છા'ના આધારે – પુણ્ય પુરુ થયે બધું જતું રહે
સુઘનશેઠનું દૃષ્ટાંત – “દક્ષિણ મધુરા નગરીમાં થનદત્ત શેઠનો સુધન નામનો એક પુત્ર રહેતો હતો. તે વેપાર કરવામાં બહુ કુશળ હતો. ઉત્તર મથુરામાં રહેનાર સમુદ્રદત્ત નામના શેઠ સાથે તે વેપાર કરતો તથા પાંચસો ગાડા પ્રમાણ કરિયાણું વહાણમાં ભરીને સમુદ્રમાર્ગે પણ વેપાર કરતો અને પૈસા પણ વ્યાજે આપતો, તેમજ કેટલુંક ઘન ઘરમાં પણ દાટેલું હતું.
૨૦૨