________________
સાતસો મહાનીતિ
સુઘનના પિતા ઘનદત્ત મરણ પામ્યા. તેથી ઘરનો, કુટુંબનો બધો ભાર સુઘન ઉપર આવ્યો. તે સારી રીતે વહન કરવા લાગ્યો. યથાશક્તિ ઘર્મધ્યાન પણ કરતો હતો.
પાપ કર્મના ઉદયે એક દિવસ સુઘન સોનાના સિંહાસન ઉપર બેસી સોનાની કુંડીમાં પાણી લઈ સ્નાન કરવા લાગ્યો. તે વખતે સુવર્ણની કુંડી તથા સુવર્ણનું સિંહાસન આકાશમાં ઊડીને જવા લાગ્યું. તે સુઘન જોતો જ રહી ગયો. સ્નાન કરીને સુઘન ઘરમાં રહેલ મંદિરમાં દેવપૂજા કરવા લાગ્યો. દેવપૂજા થઈ રહ્યા પછી દેવમંદિર તથા ભગવાનની પ્રતિમા પણ પરિકર સાથે આકાશમાં ઊડીને ચાલ્યા ગયા. આપત્તિ આવે છે ત્યારે ચારે બાજાથી સામટી આવે છે. વળી એક માણસે આવીને સુઘનને ખબર આપ્યા કે “આપણા પાંચસો વહાણ સમુદ્રમાં તોફાન આવવાથી ભાંગી ગયા છે.” આફત ઉપર આફત આવી પડી. વળી સુઘન ભોજન કરી રહ્યો કે સોનાનો થાળ વાડકાઓ સાથે આકાશમાં ઊડવા લાગ્યો. ત્યારે સુઘને જોરથી તે થાળ પકડ્યો. તે વખતે થાળનો એક કટકો તેના હાથમાં રહી ગયો. જોતજોતામાં થાળ પણ ઊડીને ક્યાંય ચાલી ગયો. બઘી લક્ષ્મી જવાથી સુઘન નિર્ધન થઈ ગયો.
વળી ઓછામાં પુરુ, એક માણસે આવીને સુઘનને કહ્યું કે મારું એક લાખ રૂપિયાનું લેણું છે તે આપો. ત્યારે સુઘન જમીનમાં દાટેલું ઘન લેવા ગયો. ત્યાં ખોદીને જોયું તો તે દ્રવ્ય પણ ભસ્મ થઈ ગયેલું જોયું. ઘનને અગિયારમાં પ્રાણ કહેવામાં આવે છે, તે ચાલ્યો ગયો.
ઘન હતું તો માન હતું. હવે ઘન વિના મારાથી કેમ જીવાશે? એમ વિચારી તે પર્વત ઉપર ચઢીને પૃપાપાત કરવા તૈયાર થયો. તે વખતે ત્યાં રહેલા મુનિ મહારાજ બોલ્યા - હે સુઘન! તું આત્મઘાત કર નહીં. કુમરણથી તું વ્યંતર થઈશ.
મુનિના આ વચન સાંભળીને સુઘન મુનિરાજ પાસે આવ્યો. મુનિને વંદના કરી તેમની સામે બેઠો. મુનિરાજે તેને ઉપદેશ આપતા કહ્યું કે કર્મ ભોગવ્યા વિના કોઈનો છૂટકારો થતો નથી. કર્મનું પ્રઘાનપણું જાણવું. કર્મ આગળ શુભગ્રહો પણ શું કરી શકે? વસિષ્ઠ જેવા ઋષિએ રામચંદ્રજીને ગાદીએ બેસાડવાનું મુહર્ત આપ્યું, તે જ મુહૂર્તમાં રામચંદ્રજીને વનમાં જવું પડ્યું. લક્ષ્મી સ્થિર થઈને એક ઠેકાણે રહેતી નથી. તેમાં આશ્ચર્ય શું ? લક્ષ્મી ચાલી ગઈ તેનો તું શોક કરીશ નહીં. લક્ષ્મી અનર્થનું મૂળ છે. આ પ્રમાણે મુનિરાજના ઉપદેશથી બોઘ પામી સુઘને દીક્ષા લીધી. છતાં સોનાના થાળનો તે કટકો પોતાની પાસે રાખ્યો હતો. સુઘન મુનિ ગુરુ પાસે શાસ્ત્રનો અભ્યાસ કરી ગીતાર્થ થયા. તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. વિહાર કરતાં કરતાં ઉત્તર મથુરા નગરીમાં સમુદ્રદત્તને ત્યાં વહોરવા આવ્યા. ત્યાં સોનાની કુંડી, સિંહાસન વગેરે જોયા. સમુદ્રદત્તને તુટેલી સોનાની થાળીમાં જમતા જોયો. તે જોઈને સુઘન મુનિ બોલ્યા, શેઠ! આ બધી વસ્તુઓ તમે કરાવેલી છે કે તમારા પૂર્વજોએ? સમુદ્રદત્તે કહ્યું કે તે સઘળું મેં જ કરાવેલ છે. આ ભાંગેલી થાળીમાં કેમ જમો છો? શેઠે કહ્યું કે આ થાળીની કોર સાંઘવા ઘણી મહેનત કરી પણ કોઈ કટકો ચોંટતો નથી.
તે વખતે મુનિએ પોતાની ઝોળીમાં સંતાડેલો થાળીનો ટૂકડો કાઢી તે થાળીને જોડ્યો કે તરત જ ચોંટી ગયો. સમુદ્રદત્ત શેઠને નવાઈ લાગી. તેથી મુનિને નમીને કહ્યું કે- હે મુનિ! આમ બનવાનું કારણ શું?
ત્યારે મુનિએ કહ્યું : શેઠ તમે જૂઠું બોલ્યા છો. આ ઋદ્ધિ તમારી નથી, મારી છે. સમુદ્રદત્તે સાચું બોલતા કહ્યું કે આ ઋદ્ધિને મારે ઘરે આવ્યાને આઠ વર્ષ થયા છે.
પછી સઘનમુનિએ પોતાના પૂર્વભવ કહ્યા. તે સાંભળી સમુદ્રદત્તે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેથી
૨૦૩