________________
સાતસો માનીતિ
તેનો પુત્ર મદન ઘરનો સ્વામી થયો. મુનિએ કહ્યું – મેં પૂર્વભવમાં દાન આપીને પશ્ચાત્તાપ કર્યો હતો તેથી મારી લક્ષ્મી મારા ઘરમાંથી ચાલી ગઈ તથા પૂર્વભવમાં આ મદન મારો ભાઈ હતો. તેણે પોતે ભાવથી સુપાત્ર દાન આપ્યું હતું તથા બીજા પાસે પણ અપાવ્યું હતું. તેથી આ ભવમાં તે આ સઘળી સંપત્તિનો સ્વામી થયો. મદને પોતાનો પૂર્વભવ જાણી મુનિરાજ પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને આયુષ્ય પૂર્ણ કરી તે દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ પામી આરાધના કરી મોક્ષે ગયો. આમ બેય ભાઈ ધર્મની આરાધના કરવાથી અગાધ સંસારસમુદ્રને તરી ગયા. (પૃ.૧૭૦૦ ૨૯૭, ખોટો ઉદ્યમ કરું નહીં.
કોઈપણ કાર્યનો ઉદ્યમ કરતાં પહેલા વિચારવું જોઈએ કે આ કામ કરીશ તો મને લાભ છે કે નુક્શાન છે? એમ વિચાર કરીને કામ કરે તો કોઈ દિવસ પસ્તાવાનો વખત ન આવે. મહેનત ઘણી કરી હોય છતાં સરવાળે કંઈ પ્રાપ્તિ ન થાય તો બધી મહેનત પાણીમાં જાય. માટે ઉદ્યમ કરતાં પહેલા વિચાર કરીને કામ કરવું જોઈએ.
એક બાળકનું દૃષ્ટાંત – બીજાને નુકસાન થાય એવું કોઈ કામ કરું નહીં. “એક કુંભાર હતો. તે ઘડા બનાવી મૂકે. ત્યાં એક બાળક કાંકરા વડે નિશાન તાકી તેને ફોડી દે. કુંભારે કહ્યું : ભાઈ આમ કર નહીં. ત્યારે બાળક કહે માફ કરજો. ફરી ઘડો તૈયાર થાય કે તેને પણ કાંકરો ફેંકી ફોડી દે. ફરી કુંભારે ચેતવ્યું તો કહે માફ કરજો. તેથી કુંભાર પણ એક કાંકરો લઈ તેના કાન સાથે રાખી મરડવા લાગ્યો.ત્યારે તે બાળક બોલ્યો કે મને દુઃખે છે. ત્યારે કુંભારે કહ્યું : માફ કરજો. એમ કહી ફરી કાન મરડવા લાગ્યો. એમ વારંવાર કરતાં તે બાળકની અક્કલ ઠેકાણે આવી. આમ ખોટો ઉદ્યમ કરું નહીં કે જેથી બીજાને નુકસાન થાય અને પોતાને પણ તેની સજા ભોગવવી પડે.
બ્રાહ્મણનું દૃષ્ટાંત – એક બ્રાહ્મણના કહેવાથી એક ભરવાડે બે કાંકરા ફેંકી બ્રહ્મદત્ત ચક્રવર્તીની બેય આંખો ફોડી નાખી. આવો ખોટો ઉદ્યમ કરવાથી સામા જીવને કેટલું નુકશાન થશે તેનું ભાન નથી. માટે જ્ઞાની પુરુષો કહે છે કે સત્પુરુષાર્થ કરવો પણ ખોટો ઉદ્યમ કદી કરવો નહીં.
ઉંદરનું દૃષ્ટાંત – વિપરીત પુરુષાર્થનું ફળ મૃત્યુ, “એક મંત્રવાદીએ સાપને પકડી કરંડીયામાં પુર્યો. સર્પ કરંડિયામાં ભૂખથી પીડાવા લાગ્યો. પણ તે બહાર નીકળી શક્યો નહીં. રાત્રે અગિયાર વાગે તે કરંડીયો મંત્રવાદીએ લાવી ઘરમાં મૂક્યો. ઘરમાં ઉંદર ઘણા હતા. તેમાંથી એક ઉંદરે તે કરંડિયાને દીઠો. તેને વિચાર આવ્યો કે આ કરંડિયામાં કંઈ ખાવાનું હશે. એમ ધારી તે કરંડિયાને કાણું પાડવાનો પુરુષાર્થ કરવા મંડ્યો. જેવું કાણું પડ્યું કે ભૂખ્યા સાપે તેને પકડી લીધો. ઉંદરે પુરુષાર્થ કર્યો પણ તે વિપરીત હોવાથી તેના મરણને માટે થયો. તેમ આત્મતિ કરનારે સત્પુરુષાર્થ કરવો. અસતુ પુરુષાર્થ કરવો નહીં. “જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ.’’ શ્રીમદ્ રાજચંદ્ર
૨૯૮. અનુધમી રહ્યું નહીં.
ઉદ્યમ કર્યા વગર ભાગ્યની શી ખબર પડે કે મારા ભાગ્યમાં શું છે. પ્રયત્ન કરતાં પણ ન મળે તો શોક કરવો નહીં એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. ઉદ્યોગરૂપી દીવાથી નસીબને શોધો. પુરુષાર્થ કરવાથી જ ભાગ્યની ખબર પડે છે. માટે આળસ કરી અનુધમી રહ્યું નહીં.
૨૦૪