________________
સાતસો મહાનીતિ
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “તીર્થકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને કે પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ-પુરુષાર્થ શ્રેષ્ઠ છે.” (વ.પૃ.૭૦૩)
“જ્ઞાનીપુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો, અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો.” (વ.પૃ.૭૧૧)
“આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર કરી તેને રેલ્વેના કામમાં લીઘા છે! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તો જ્ઞાન થાય.” (વ.પૃ.૭૨૪)
“તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બઘા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમા ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.” (વ.પૃ.૭૭૨)
“અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો.” (વ.પૂ.૬૯૭)
“સંસારી કામમાં કર્મને સંભારવાં નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવવો. કર્મનો વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલો મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરવો.” (વ.પૃ.૬૯૭)
અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં. કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે! સમ્યવ્રુષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચો લાવે, અર્થાત્ સમ્યત્વ આબે જીવની દ્રષ્ટિ ફરી જાય. (વ.પૃ.૯૯૭)
ઉપદેશામૃત'માંથી - “ચાર પ્રકારના જે પુરુષાર્થ કહ્યા છે તેમાંથી ઘર્મ અને મોક્ષને માટે કોઈક વિરલા જીવ જ પ્રયત્ન કરતા હશે. આત્માનું ખરું સુખ-વાસ્તવિક શાંતિ તો ઘર્મ અને મોક્ષમાં રહી છે. માટે આપને ત્યાં સત્સંગનો જોગ ન હોય તો નિવૃત્તિ કાળે સન્શાસ્ત્રનું વાંચન રાખશો.” (ઉ.પૃ.૫૭)
“આત્મા જોવાય શી રીતે? પૂર્વકર્મ અને પુરુષાર્થથી. પૂર્વકર્મ છે તો આ મનુષ્યભવ મળ્યો છે; સત્સંગ, સપુરુષનો જોગ આ બધું મળ્યું છે તેથી હવે લાગ આવ્યો છે. તૈયાર થઈ જાઓ. પુરુષાર્થ કરો. સત્ અને શીલ એ પુરુષાર્થ છે.” (ઉ.પૃ.૩૬૪)
કપાળુદેવની શક્તિ અનંતી હતી અને અમે એમને પકડી બેઠા હતા. પરંતુ તેમણે કહ્યું કે પોતે જ બળ કરવું પડશે. બીજાને આધારે કંઈ નહી થાય. પોતાનો આત્મા છે તે જ આધારરૂપ છે; તે જ સર્વ સુખદુઃખ પ્રાપ્ત કરાવનાર છે. બીજા પર આધાર રાખી બેસી રહ્યું કંઈ નહીં વળે. “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.” “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ એમ કહ્યું છે તે બહુ સમજવાનું છે. બળ, પુરુષાર્થ, વિચાર, સમજણ કરી પોતે જ પોતાને છોડાવવાનો છે. સંસારના સુખ પણ આત્મા કંઈક
૨૦૫