________________
સાતસો મહાનીતિ
પુષ્પવૃષ્ટિ કરીને વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે ભાવમાં નિમગ્ન થયેલા રાવણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ઉ.પા.ભાભાગ ૪ (પૃ. ૮૧) ૬૫. પ્રત્યેક સ્વયંબુધને ભગવાન માનું.
બધા તીર્થંકરો સ્વયંબુદ્ધ હોય છે. આ ભવમાં તેમને ગુરુ હોતા નથી. પોતે પોતાની મેળે આ ભવમાં જ્ઞાન પામે છે. જેટલા આત્મજ્ઞાની છે તે બધાને ભગવાન માનું. આત્મા જેણે જાણ્યો તેનું દરેક વચન શાસ્ત્રરૂપ છે. આપણને ઉપકારી તો સત્પુરુષના સાચાં વચન છે. સમ્યવૃષ્ટિ જ્યારથી થાય છે ત્યારથી તેનો લક્ષ આત્મામાં જ હોય છે; તેનું વચન આત્માને પોષણ આપે તેવું હોય. જ્ઞાનની જેટલી તરતમતા વિશેષ હોય તેટલો વિશેષ લાભ થવાનો સંભવ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં ભેદ માનવો એ જ ભૂલ છે. પરમકૃપાળુદેવ પત્રાંક ૨૨૩માં આ વિષે જણાવે છે.
“જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે.’' આ વાક્ય શિષ્યને માટે છે અને તે જ ભાવ રાખ્યા વિના સદ્ગુરુનું વચન હ્રદયમાં પરિણામ પામતું નથી.
“જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેથારી દિવ્ય મૂર્તિનાનીરૂપ પરમાત્માની—ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાઘવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે.'' "શ્રીમદ્ રાજચંદ્ર (વ.પુ.૨૭૬)
જીવને અનાદિની એવી ટેવ છે કે ગુણ જોવા કરતાં દોષ પહેલાં જુએ છે. પણ પરમાત્મા તો નિર્દોષ છે. ત્યાં પ્રથમ ભક્તની દોષવૃષ્ટિ મિંચાઈ જાય ત્યારે ભક્તિ ઊગે છે.
કોઈએ પૂ. પ્રભુશ્રીજી પાસે આવીને કહ્યું કે 'આ મહારાજ બહુ સારું બોલે છે, પણ એક મુમતિ મોઢે બાંઘતા હોય તો સારું.'' એમ બુદ્ધિને ગમ્યું એટલું સારું કહ્યું. એવાને પ્રભુશ્રીજીનો બોધ પરિણામ પામે નહીં, કારણ પ્રભુશ્રીજી પ્રત્યે ભક્તિ નથી. ભક્તિ જેના હૃદયમાં જાગે તેને તો બીજાને જે દોષરૂપ લાગે તે તેને ગુણરૂપ ભાસે છે. માટે પહેલા દોષવૃષ્ટિ જવી જોઈએ તો જ ગુણાનુરાગ કે ભક્તિ પ્રગટે, કે
ભક્તિ એ શ્રદ્ધા પ્રધાન છે. શ્રદ્ધા વડે, ગમે તેવું હોય પણ મારે એમનું કહેવું માનવું છે એમ થાય. પણ શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે જો એ કહે તો હું માનું, એવો ભાવ હોય ત્યાં સુધી ભક્તિ ઊગે નહીં. એને શાસ્ત્ર અભિનિવેશ કહે છે. પોતાની દૃષ્ટિએ શાસ્ત્રાદિ વાંચી તેનું પ્રધાનપણું માન્યું હોય ત્યાં સુધી જ્ઞાનીનું પ્રધાનપણું રહે નહીં. પણ જેને ભક્તિ હોય તેને તો શાની જે કહે તે જ શાસ્ત્ર, ભક્તિમાં અર્પણબુદ્ધિ છે. ત્યાં પોતાની માન્યતા, સમજણ, ડહાપણ બધું છૂટી જાય છે અને જ્ઞાનીનું કહેલું સમ્મત થાય છે. “મને તો સર્વ પ્રદેશે એ જ સમ્મત છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
૬૬. તેને દિન પ્રતિ પૂજું.
જ્ઞાનીપુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થાય ત્યાર પછીનું કામ તેમની પૂજા–વંદના વગેરે કરવાનું છે. “એકવાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; જિનવર પૂજો,
કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. જિનવર પૂજો.’’ - શ્રી દેવચંદ્રજી
૩૮