________________
સાતસો મહાનીતિ
ઉપાર્જન કરવા ચડ્યો હતો તે ક્રમ વડે તેને પાછો પડતો જોઈ જ્ઞાની મુનિ બોલ્યા-મુગ્ધ! આટલે ઊંચે જઈ પાછો પડ નહીં.’ ચંપકશેઠે કહ્યું-“ભગવન્! હું તો અહીં જ છું, ક્યાંથી પડું છું? આમ અસંબંઘ કેમ બોલો છો?” પછી મુનિ પાત્રને ખેંચી લઈ તેને બારમા રે દેવલોકમાં સ્થાપી બોલ્યા-શ્રાવક! દાન આપવામાં અન્ય વિકલ્પ કરવાથી તે દૂષિત થઈ જાય છે.” માટે નિર્વિકલ્પપણે દાન આપવું. લોકમાં પણ શુકન અને સ્વપ્નના ફળ વિકલ્પથી દૂષિત થાય છે.” તે સાંભળી ચંપકશેઠે પોતાનું પાપ આલોચ્યું અને અંતે મૃત્યુ પામી બારમા દેવલોકમાં ગયો. (ઉ.પ્રાસાદ. ભા.ભા.૩ પૃ.૭૭) ૬૪. પરમાત્માની ભક્તિ કરું.
ઉપર અતિથિનું સન્માન કરવા કહ્યું તે શા અર્થે? તો કે પરમાર્થ સ્વરૂપ પામેલા અતિથિ એવા જ્ઞાની પુરુષની સેવાથી પરમાત્મસ્વરૂપ સમજાય તો પરમાત્માની સાચી ભક્તિ થાય. સદ્ગુરુની પ્રાપ્તિ અને ઉપાસના વિના પરમાત્મસ્વરૂપ સમજાવું અતિ વિકટ છે; અને સમજાયા વિના સાચી ભક્તિ થઈ શકે નહીં. સદ્ગુરુકૃપાથી બહિરાત્મદશા છૂટી અંતરાત્મદશા થાય છે. અંતરાત્મા થયો તે જ પરમાત્માની સાચી ભક્તિ કે પરમાત્મસ્વરૂપની સાચી ભાવના કરી શકે છે.
આખું સમાધિશતક બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ઉપર છે. સરુના બોઘની જરૂર છે, એની ખાસ આવશ્યકતા છે. સમાધિશતક ગ્રંથ જેને સદ્ગુરુનો યોગ થયો છે તેને પોતાની દશા પલટાવવા માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. બહિરાત્મદશાનું વર્ણન આવે ત્યારે પોતાના દોષ કયા કયા છે તે જાણી વિચારીને ટાળવા પ્રયત્ન કરે. અંતરાત્મદશાનું વર્ણન છે તે પરમાત્મદશા પામવા માટે કેટલા અભ્યાસની જરૂર છે તે જણાવે છે, માની બેસવાથી કંઈ હિત થતું નથી. સ્વપ્નમાં પણ ‘હું દેહ છું' એમ ન ભાસે ત્યારે તેને અભ્યાસ થયો અને અંતરાત્મદશા પ્રગટી કહેવાય. આ અંતરાત્મદશા જેને નિરંતર ટકી રહે તેને ઘણી નિર્જરા થાય છે અને સહેજે પરમાત્મદશા પ્રગટે છે.
રાવણનું દ્રષ્ટાંત – પ્રભુ પ્રત્યેની પરમ ભક્તિ. એક દિવસ રાવણ પુષ્પક નામના વિમાનમાં બેસી પોતાની પત્ની મંદોદરી સહિત અષ્ટાપદ તીર્થે ગયો. ત્યાં ભરતચક્રીએ કરાવેલા ચૌમુખી જિનાલયમાં દ્રવ્યપૂજા કર્યા બાદ હાથમાં વીણા લઈ ભાવપૂજા કરવા લાગ્યો; તેવામાં નાગપતિ ઘરણેન્દ્ર ત્યાં આવી
ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરી રાવણ પાસે બેઠો. રાવણે તેમને અષ્ટાપદ તીર્થનું સ્વરૂપ પૂછ્યું; એટલે નાગપતિએ અષ્ટાપદ તીર્થનું માહાસ્ય કહી બતાવ્યું. તે સાંભળીને રાવણ ઘણા હર્ષથી ભક્તિ કરવા લાગ્યો. તે વખતે તેની પ્રિયા મંદોદરી નૃત્ય કરતી હતી, અને પોતે વીણા વગાડતો હતો. થોડીવારમાં દેવયોગે વીણાની એક તંત્રી તૂટી ગઈ, ત્યારે અહો! આ નૃત્ય સમયમાં ભાવભક્તિનો ભંગ ન થાઓ એમ વિચારીને તત્કાળ રાવણે જાણે તાંત તૂટી જ નથી એમ પોતાના હાથમાંથી એક નસ કાઢીને વીણામાં સાંઘી દીઘી. તેથી નૃત્યની શોભા પણ વૃદ્ધિ પામી. તે જોઈ દેવો
૩૭