________________
સાતસો મહાનીતિ
આપણી સંપૂર્ણ દશાની પ્રાપ્તિનું કારણ સત્પરુષ છે. સત્પરુષ પરમાત્મા છે તો / 1ી આપણને તે જ દશા પ્રાપ્ત થશે એવી પ્રતીતિ કરી શકાય.
“પ્રભુ પણે પ્રભુ ઓળખીરે, અમલ વિમલ ગુણગેહ; જિનવર પૂજો,
સાધ્યદ્રષ્ટિ સાઘકપણે રે, વળે ઘન્ય નર તેહ. જિનવર પૂજો.” -શ્રી દેવચંદ્ર કર્મમલ રહિત થયે, આત્માના બધા ગુણ પ્રગટે ત્યારે આત્માની શુદ્ધ દશા પ્રાપ્ત થાય છે. એવી શુદ્ધ દશાને પામેલા પ્રભુને પરમાત્મસ્વરૂપે ઓળખી તે પરમાત્મદશા પ્રાપ્ત કરવા તરફ લક્ષ રાખી અર્થાત્ સાધ્યદ્રષ્ટિ કરીને, સાઘકપણે એટલે તે દશા પામવા જે પુરુષાર્થ કરે તેને ઘન્ય છે. પૂજાં એટલે વંદનાદિથી શરૂ કરીને પરાભક્તિ સુઘીની નવધા ભક્તિ કરું, તે આ પ્રમાણે છે :
“શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન;
લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.” જેને જેવો અભ્યાસ થયો હોય તે પ્રમાણે તેની વૃત્તિ વહ્યા કરે છે. ભક્તની વૃત્તિ ભગવાનમાં રહે છે. એકવાર ભગવાનના ચરણમાં માથું મૂક્યું તે પાછું ઉપાડી લે નહીં. એની વૃત્તિ એક જ દિશામાં પરમાત્મદશા પામવામાં રહે છે. એ જ કરવું એવો લક્ષ રહ્યા કરે છે.
ધ્યાન એટલે પ્રભુમાં જે લક્ષ રહેતું હતું તે અહિં સ્થિર થઈ આત્મામાં લીનતા થાય છે.
લઘુતા એટલે અભિમાનના કારણો કે નિમિત્તો આવી પડે, જેમકે રિદ્ધિ સિદ્ધિ પ્રગટે કે કર્મના આવરણો ઓછાં થાય તો પણ અહંકાર પામતો નથી પણ લઘુનો લઘુ જ રહે છે.
સમતા એટલે લઘુતા આવી હોય તો સહેજે સમતા રહે છે. સમતા આવી હોય તે છકી ન જાય. સમતા છે ત્યાં સુધી બીજા જીવો પ્રત્યે સમદ્રષ્ટિ છે. પોતે જેવો જીવ છે તેવા બધાં જ છે એમ માને.
એકતા ભક્તિમાં બીજા જીવો સંબંધી પણ વિકલ્પોની વિસ્મૃતિ થઈ જાય, ભૂલી જાય ત્યારે નિર્વિકલ્પદશા કે એકતા ભક્તિ પ્રાપ્ત થાય છે. ૭. વિદ્વાનોને સન્માન આપું.
મોક્ષમાળામાં “સુખ વિષે વિચાર’ નામના પાઠમાં શેઠને ત્યાં પંડિત આવ્યા હતા. તેમને શેઠે બધી વાત કરી કહ્યું કે તમારે લક્ષ્મીનો લોભ ન હોય તો હું તમારી આજીવિકાની વ્યવસ્થા કરી દઉં. હું વિદ્વાનોને ચાહું છું. પરોપકારનું સાધન જે વિદ્યા છે જેની પાસે હોય તે વિદ્વાન. અહીં ઘર્મશાસ્ત્રનાં અભ્યાસી કહેવા છે. જેમ શાસ્ત્ર પૂજ્ય છે, સન્માનને પાત્ર છે, તેમ શાસ્ત્રના અભ્યાસી પણ સન્માનને પાત્ર છે. ૬૮. વિદ્વાનોથી માયા કરું નહીં.
ઉપરથી હાવભાવ દેખાડે, મળતાવડાપણું બધું રાખે પણ અંતરમાં તે ભાવ ન હોય, હૃદયમાં બીજાં હોય. ઉપરથી ભક્તિભાવ બતાવે પણ અંદર કંઈ સ્વાર્થ નીચવૃત્તિ હોય તે માયા છે. વિદ્યાને અર્થે વિદ્વાનોની ઉપાસના હોય પણ મનમાં કંઈ બીજાં રાખે તો તેથી તેનું ભલું થાય નહીં. તેને લાભ થાય નહીં. આ જે વાક્ય કહ્યું છે તે શિષ્યની નિષ્કામભક્તિ હોવી જોઈએ તે માટે કહ્યું છે.
કુલવાલકમુનિનું દ્રષ્ટાંત - એક આચાર્યને કુલવાલકમુનિ નામે અવિનયી શિષ્ય હતો. ગુર શિખામણ આપે પણ માને નહીં. એકદા બન્ને ગિરનાર પર્વત ઉપર યાત્રાર્થે ગયા હતા. ત્યાં એ અવિનયી
૩૯