________________
સાતસો માનીતિ
શિષ્ય યાત્રાળુ સ્ત્રીઓ પર કુદૃષ્ટિથી જોવા લાગ્યો. ત્યારે ગુરુએ તેને નિવાર્યો. તેથી ગુરુ ઉપર કોપાયમાન થયો અને ગિરનારથી નીચે ઊતરતા પાછળ રહી ગુરુને મારવા માટે શીલા ગબડાવી. ગુરુ પગ ઊંચા કરવાથી શીલા નીચે થઈ જતી રહી. એમ માયા કરી વિજ્ઞાન ગુરુને મારવાના ભાવ કરવા તે ગુરુની ભયંકર આશાતના છે. જે વડે અનંતસંસારની વૃદ્ધિ થાય. ગુરુએ તેને કહ્યું કે તારું સ્ત્રીથી પતન થશે. પછી સ્ત્રીથી જ તેનું પતન થયું હતું. માટે વિદ્વાનોથી માયા કપટ કરું નહીં.
૬૯. માચાવીને વિદ્વાન કહું નહીં,
વિદ્વાનનું જીવન વિદ્યા છે. તે વિદ્યા વેચીને અન્ય વસ્તુના લોભમાં તણાઈ જાય, વસ્તુને માટે માયા કરે તે ગુરુપદને યોગ્ય નથી. પૂ.પ્રભુશ્રીજી કહેતા કે “ઉપરથી અચ્છા બન્યા, માંહી માયા ભરપૂર.” એવું વર્તન વિદ્વતાને લજાવે છે. ‘મુખમેં રામ, બગલમેં છૂરી.' ઉપરથી મોટો મહંત હોય એમ દેખાડે અને લાગ ફાવે તો મારી પણ નાખે એવા બગઠગ પણ હોય છે.
બગલાનું દૃષ્ટાંત – બગલું જાણે પાણીમાં કમળ હોય એમ એક પગ ઊંચો કરી સ્થિર થઈને ઊભું રહે પણ માછલું દીઠું કે તરત ચાંચથી પકડીને ઊડી જાય. ઊડી ગયા પછી પાણીની બહાર માછલાને ઉપર ઉછાળી ગળી જાય. જો કદાચ માછલું નીચે પડે તો જમીન પરથી પાછું પકડી લે. પણ પાણીમાં પડ્યું તો હાથ ન આવે એવું તે બગલું માયાવી હોય છે. તેમ આવા માયાવી ખોટા વિજ્ઞાનની પ્રશંસા કરું નહીં અને તેને વિદ્વાન કર્યું નહીં.
શ્રી રત્નાકરસૂરિનું દૃષ્ટાંત – એક નગરમાં શાસ્ત્રના રહસ્યને જાણનાર શ્રી રત્નાકરસૂરિ રહેતા હતા. તેમણે રાજસભામાં અનેક વિદ્વાનોને જીત્યા. તેથી રાજાએ ‘અનેકાર્થવાદી' એવું તેમને બિરૂદ આપ્યું, તે હંમેશાં પાલખીમાં બેસી રાજસભામાં જવા લાગ્યા. તેથી અનુક્રમે ચારિત્રમાં શિથિલ થઈ રાજા વગેરેનું આપેલ અન્ન વસ્ત્ર લેવા લાગ્યા. એમ કરતા મણિ, માણિક્ય, મુક્તાફળ વગેરે પણ લેવા માંડ્યું. એકદા બીજા ગામથી કુંડલિયો નામનો શ્રાવક તે ગામમાં આવ્યો. સૂરિને રાજદરબારમાં પાલખીમાં
જતાં જોઈ તેને વિચાર આવ્યો કે આવા મોટા શાસન પ્રભાવક સૂરિ પ્રમાદમાં પડી ગયા. તેથી તેમની પરીક્ષા કરવા તેમને પાલખી જતાં રસ્તામાં જ સ્તુતિ કરી કહ્યું : આપને જોવાથી મને ગૌતમાદિ પૂર્વાચાર્યની સ્મૃતિ થાય છે. તે સાંભળી સૂરિ નીચું મુખ કરી બોલ્યા ! ‘કાગડાને હંસની ઉપમા આપવી યોગ્ય નથી.' આવા વચનો સાંભળી કુંડલિયા શ્રાવકને લાગ્યું કે હજુ મુનિ સર્વથા ભ્રષ્ટ થયા નથી, તેથી ઉપાશ્રયમાં આવી ‘ઉપદેશમાળામાંથી એક શ્લોકનો અર્થ પૂછ્યો. સૂરિએ અનેક અર્થ કર્યા
છતાં શ્રાવકે અસંતોષ વ્યક્ત કર્યો. એમ કરતાં છ મહિના વીતી ગયા. ત્યારે કુંડલિયા શ્રાવકે છેલ્લે દિવસે
૪૦