________________
સાતસો મહાનીતિ
કહ્યું ઃ મહારાજ હવે કાલે ગામ જવાનું છે, પણ સમાધાન થયું નહીં. તે સાંભળી સૂરિએ કહ્યું : કાલે જરૂર અહીં આવવું.
પછી સૂરિએ વિચાર્યું કે જેમ જેમ વિષયો વૃદ્ધિ પામે છે તેમ તેમ લોભ વધે છે. એમ વિચારી એકઠું કરેલું સર્વ ઘન તજી દીધું. બીજે દિવસે કુંડલીયા શ્રાવકે મુનિને સર્વ વસ્તુનો ત્યાગ કરેલો જોઈ કહ્યું ઃ મહારાજ આજે તો આપના દર્શન માત્રથી તે ગાથાનો અર્થ સમજાઈ ગયો. એમ મુનિને મોહમાયામાંથી છોડાવ્યા. માટે માયાવીને વિદ્વાન કહ્યું નહીં.ખરા વિદ્વાન તો સત્પુરુષ છે. -ઉ.પ્રા.ભા.ભાગ-૪ ૭૦. કોઈ દર્શનને નિંદું નહીં.
જેને જે પ્રકારે પોતાનું હિત સમજાયું હોય તે પ્રકારે તેને ધર્મ માનીને જીવો પાળે છે. એથી કોઈ બીજું વધારે હિતકારી જણાય તો બીજું પણ માને. પોતાની સમજણ પ્રમાણે સર્વ દર્શનવાળા આત્મહિત કરવા ઇચ્છે છે. જેમ કોઈ અનાચારી હોય તેની નિંદા કરવાથી આપણને કંઈ લાભ મળતો નથી, પણ ઊલટી નિંદા કરવાની ટેવ પડે છે. તેમ અન્ય દર્શનવાળાઓ પોતાની માન્યતા પ્રમાણે આત્મહિત ઇચ્છે તેની નિંદા કરું નહીં. પણ સાચી દયા જેના હૃદયમાં હોય તેવા પુરુષો તો તેની નિંદા કરવાને બદલે તેની માન્યતા સાચી કેમ થાય તે માટે કરુણાથી ઉપદેશ કરે છે.
૭૧. અધર્મની સ્તુતિ કરું નહીં.
જ્યાં આત્માને પોષણ મળે કે તેની પ્રાપ્તિ થાય એવું નથી તે સાચો ધર્મ નથી. તેવા અધર્મની સ્તુતિ એટલે પ્રશંસા કરું નહીં.
ધનપાળ કવિનું દૃષ્ટાંત
વીતરાગદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા. એકદા બીજાઓ પાસેથી, જિનપૂજામાં એકાગ્ર ચિત્તવાળા ઘનપાળ પંડિતને જાણી, ભોજરાજાએ તેને પુષ્પની છાબડી વગેરે પૂજાની સામગ્રી આપીને કહ્યું:“દેવોની પૂજા કરી આવો.’’ ત્યારે તે પંડિત શિવાલયાદિક સ્થાનોમાં માત્ર ભમી છેવટે જિનચૈત્યમાં જઈ જિનેશ્વરની વિધિપૂર્વક પૂજા,સ્તુતિ કરીને પાછો આવ્યો.
આ વૃત્તાંત દૂતના મુખથી રાજાએ પ્રથમ જાણ્યું. તેથી તેને શિવની પૂજા નહીં કરવાનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે “ હે રાજન! જે દેવને મસ્તક નથી તેના કંઠમાં પુષ્પની માળા શી રીતે પહેરાવું?
જેને કપાળ નથી તેને તિલક ક્યાં કરું? જેને કાન નથી તેની પાસે ગીત સ્તવન શી રીતે કરું? તથા જેને પગ નથી તેના પગમાં પ્રણામ શી રીતે કરવા?
૪૧
-
વિષ્ણુનાં મંદિરમાં ગયો તો ત્યાં વિષ્ણુ પત્ની સાથે બેઠા હતા. તેથી મને શરમ આવવાથી મોઢે કપડું ઢાંકી પાછો ફર્યો. ચંડિકાદેવીના મંદિરમાં ગયો ત્યાં દેવીના હાથમાં શસ્ત્ર જોઈ ભય પામીને હું બહાર નીકળી ગયો.
પછી હું ઋષભદેવ ભગવાનના મંદિરમાં ગયો. ત્યાં એમની પાસે રાગનું ચિહ્ન સ્ત્રી નહીં જોવાથી તથા દ્વેષનું ચિહ્ન શસ્ત્ર નહીં હોવાથી હું નિર્ભયપણે એ જિનમંદિરમાં ગયો. ત્યાં વીતરાગતા સૂચક એવી જિન પ્રતિમાને જોઈ ખુબ આનંદ પામ્યો. તેથી તેમની ચંદનથી ભાવપૂર્વક પૂજા કરી પુષ્પનો હાર પહેરાવ્યો અને તેમની નીચે પ્રમાણે સ્તુતિ કરી આવ્યો.