________________
સાતસો મહાનીતિ
प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमंकः कामिनीसंगशून्यः । વરપુરામપ વત્તે શસ્ત્રસંવંધવંધ્ય તત નતિ કેવો વીતરાત્વિમેવ |- ઘનપાળ કવિ
૭૨. એકપક્ષી મતભેદ બાંધુ નહીં. એકપક્ષી આગ્રહ રાખું નહીં. જે કુળમાં પોતે જભ્યો હોય તેમાં જે ઘર્મનો ઉપદેશ સાંભળ્યો હોય, તે જ સાચું છે એમ માને, અને તે સિવાય જગતમાં બીજા બધા ઘર્મો જૂઠાં છે. એવો ઘર્મના નામે આગ્રહ ઘણા જીવોને હોય છે. તેથી વિવિધ પક્ષોમાં શી શી માન્યતા હોય, તેમાં સત્ય હોય છે કે નહીં, પોતાને ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ તેમાં હશે કે નહીં, એવો વિચાર પણ આગ્રહી જીવોને ઊગતો નથી. તેથી વિશાળ દ્રષ્ટિ થવા, એક પક્ષનો મતભેદ બાંધી ન રાખવા માટે આ વાક્ય કહ્યું છે. સર્વ પ્રકારે સત્યને વિચારવું તેને અનેકાંતવાદ કહે છે. અનેકાન્તવાદીને કોઈ એક પક્ષનો આગ્રહ નથી; પણ સર્જાશે સત્ય હોય તે સ્વીકારવાની વિશાળતા તેના હૃદયમાં હોય છે. ૭૩. અજ્ઞાન પક્ષને આરાશું નહીં.
ઉપર કહેલી તે જ વાતને બીજી રીતે કહે છે. સર્વીશે સત્ય જાણ્યા વિના કોઈ એક પક્ષનો આગ્રહ થઈ જાય, ત્યાં અજ્ઞાન હોય છે. એવા અજ્ઞાની પક્ષને આરાશું નહીં. ખબર ન હોય ત્યાં સુધી લૌકિક રીતથી આરાઘન થતું હોય, પણ આ પક્ષ અજ્ઞાનયુક્ત છે એવું સમજાયા પછી લોકલજ્જાદિને કારણે તેનું આરાઘન ચલાવ્યે રાખું નહીં.
પરમકૃપાળુદેવને વવાણિયામાં બઘા સ્થાનકવાસીઓનો પરિચય હતો. પછીથી વિચારતાં મૂર્તિપૂજક પક્ષ સત્ય જણાયો, જેથી તેનું સમર્થન કર્યું. મૂર્તિપૂજા સંબંધી એક પુસ્તક પણ લખેલું. તેથી લોકો,
સ્નેહીઓ, ઓળખીતાઓ બઘા તરફથી નિંદા સહન કરવાનું આવી પડ્યું. અમદાવાદમાં જૂઠાભાઈથી તે નિંદા સહન થઈ નહીં. તેથી પરમકૃપાળુદેવને જણાવ્યું. તેના ઉત્તરમાં જૂઠાભાઈ ઉપરના પત્રાંક ૩૭માં પરમકૃપાળુદેવ લખે છે કે “મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો. તે સર્વ મારા ધ્યાનમાં છે.” વગેરે જે વાક્યો એ પત્રમાં છે તે સ્થાનકવાસીમાં તેમની નિંદા થઈ તે સંબંધી છે. એમ સત્ય જણાયા પછી અજ્ઞાન પક્ષને કદી આરાધું નહીં. એ વિષે દૃષ્ટાંત :
લેપ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત - રાજગૃહ નગરમાં લેપ શ્રેષ્ઠી રહેતો હતો. તેનો ગુરુ શિવભૂતિ તાપસ હતો. તેના ઉપદેશથી વાવ, કૂવા, તળાવ વગેરે કરાવ્યા હતા. એના ગુરુ આવે ત્યારે ચાર-પાંચ યોજન તેમને લેવા સામે જાય. હવે એકદા રાજગૃહ નગરના ઉપવનમાં શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. તે વખતે તે લેપ શ્રેષ્ઠી તેના મિત્ર જિનદત્ત શ્રાવકની પ્રેરણાથી ભગવાનને જોવા આશ્ચર્ય સહિત ગયો. ભગવાનની દેશના સાંભળીને લેપ શ્રેષ્ઠીએ પ્રશ્ન કર્યો કે-“હે ભગવાન!મારા ગુરુ અધ્યાત્મનું વર્ણન કરે છે તે સત્ય છે કે અસત્ય છે?”” પ્રભુએ કહ્યું કે “હે શ્રેષ્ઠી અધ્યાત્મ ચાર પ્રકારનું છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. પહેલાના ત્રણ ભેદો ભાવઅધ્યાત્મનાં કારણ છે. જે પુરુષમાં ભાવઅધ્યાત્મ રહેલું હોય તેમનાં સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે. પણ ભાવઅધ્યાત્મ વિના બીજા ત્રણ ભેટવાળાના સિદ્ધ થતા નથી.”
આ પ્રમાણે ભગવાન પાસેથી તત્ત્વનું સ્વરૂપ સાંભળીને શ્રેષ્ઠી બોઘ પામ્યો, અને શ્રાવક ઘર્મ અંગીકાર કર્યો. પહેલાનાં મિત્રો કહેવા લાગ્યા કે આ શ્રેષ્ઠી મૂર્ણ છે કે પોતાનો કુળધર્મ છોડી જૈન ઘર્મ સ્વીકાર્યો. એ સાંભળવા છતાં એની શ્રદ્ધા ફરી નહીં.
૪૨