________________
સાતસો મહાનીતિ
ગામ બહાર મૂકી આવ્યો. એટલે કે લોભ એ જ પાપનો બાપ છે. એ લોભથી માણસ કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર થઈ જાય છે. તે બ્રાહ્મણ હલુકર્મી હોવાથી પ્રતિબોધ
પામ્યો. માટે વિચારી વિચારીને આ લોભ કષાયને નિર્મળ કરવો. (પૃ.૧૩૭ના આધારે) ૭૮. તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું.
આધિ, વ્યાધિ અને ઉપાધિ એ સંસારના ત્રિવિઘ તાપથી સર્વ કાળને માટે મુક્ત થવું એને મનોજ્ઞતા એટલે મનનું ગમવાપણું માનું. જે સંતોષ રાખી ક્લેશના કારણો દૂર કરે, કોઈ સાથે વેર વિરોઘ ન કરે તે મનોજ્ઞ થઈ શકે. શાસ્ત્રમાં દસ પ્રકારના પુરુષોની સેવા કરવી ઘટે એમ કહેલું છે. તેમાં એક મનોજ્ઞની પણ સેવા કરવા કહ્યું. મનોજ્ઞ એટલે જેનામાં એવા ગુણો હોય કે જેથી બીજા ઘણા જીવોને ચિત્ત પ્રસન્નતાનું કારણ થાય. તે ગૃહસ્થ પણ હોય શકે; જે લોકમાન્ય હોય છે. મનોજ્ઞ એટલે પંડિતપણાથી, વક્તાપણાથી કે ઊંચા કુળથી લોકોમાં માન્ય હોય તથા ઘર્મનું અને ગુરુકુળનું ગૌરવ વધારનાર હોય તે મનોજ્ઞ કહેવાય છે.
એક મનોજ્ઞ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. પણ અહીં કૃપાળુદેવે તો જે તાપથી એટલે મનની વ્યાકુળતાથી જીવ મુક્ત થાય, નિરાકુળ ચિત્ત થાય તેને મનોજ્ઞ કહ્યાં છે. નિરાકુળતા એ જ ખરું સુખ છે. ચિત્તને નિરાકુળ કરવું એ પોતાના હાથની વાત છે. પણ બાહ્ય સાઘનોમાં જે સુખ માને છે તે કદી નિરાકુળ કે સુખી થતો નથી. કારણ ઇચ્છિત બાહ્ય વસ્તુ મળવી તે પોતાના હાથની વાત નથી; અને કદાચ મળે તો પણ તે નાશ પામવાવાળી છે.
તાપની વ્યાકુળતાથી મુક્ત થવું તે મનોજ્ઞતા.” એ કૃપાળુદેવે ધ્યેય જેવું રાખ્યું છે. મનોજ્ઞ એટલે નિરાકુળ થવું, સમભાવવાળા થવું અને સ્વાધીન થવું તે છે.
“સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ” પરવસ્તુને આધિન સુખ તે દુઃખ જ છે અને પોતાને આધિન રહેલ આત્મિક સુખ એ જ ખરું સુખ છે. માટે ત્રિવિઘ તાપથી મુક્ત થવું એ જ મનોજ્ઞતા માનું.
ભરતેશ્વરનું દ્રષ્ટાંત – ભરત રાજા રાજસભામાં હોય કે રાણીવાસમાં હોય પણ સ્વાધીન એવા આત્મસુખમાં જ તેમને ખરું સુખ ભાસવાથી તેમાં વચ્ચે વચ્ચે આત્મસ્વરૂપમાં ડૂબકી લગાવી તેનું આસ્વાદન કરતા હતા. તેથી તે નિરાકુળ હતા. ૭૯. તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. નિરાકુળતારૂપ મનોરથને પાર પાડવા હવે પરાયણ એટલે પુરુષાર્થી થઉં.
“ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.” -શ્રી આનંદઘનજી ચિત્ત પ્રસન્નતા એટલે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમહર્ષથી એત્વને પ્રાપ્ત કરવી તે છે; અર્થાત્ ભગવાનમાં જ વૃત્તિ રહે તો એકરૂપ થાય. જીવને બીજે રાગદ્વેષ થાય છે તે વૃત્તિ, ભગવાન જે શુદ્ધસ્વરૂપી છે ત્યાં વળી તો શુદ્ધ થવાનો ભાવ ઊપજે. તેમાં જ સર્વ સાઘન સમાય છે; તે જ અખંડિત પૂજા છે. કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા વચનયોગ અને કાયયોગ પણ ચિત્તને આધીન હોવાથી ભગવાનને આધીન હોય; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે (પ્રભુ પ્રભુ લય લાગે) તો જગતના
૪૬