________________
સાતસો મહાનીતિ
ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા અખંડ રહે. ભક્તિનું આ રહસ્ય છે. “કપટરહિત થઈ આતમ અરપણા– આતમ અરપણા એટલે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરવી તે. ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા કરવી તે જ આત્મ-અર્પણતા છે, અને એ જ આનંદઘન પદ રેહ એટલે પરમ અવ્યાબાધ સુખમય મોક્ષપદની નિશાની છે; અર્થાત્ જેને એવી દશા પ્રાપ્ત થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પામશે. આત્મઅર્પણતા કરવાનો જો મનોરથ રાખ્યો હોય તો તેને ધ્યેયરૂપ રાખી પાર પાડવા પરાયણ અર્થાત્ તત્પર થવું. ૮૦. યોગ વડે હૃદયને શુક્લ કરવું. મન, વચન, કાયાના યોગને સ્થિર કરી હૃદયને શુક્લ કરવું.
“બાહ્ય વાણી તજી આવી, અંતર્વાચા તજો પૂરી;
સમાસે યોગ-વાર્તા આ, પરમાત્મા પ્રકાશતી.” -સમાધિશતક બાહ્ય વાણી અને અંતરવાચા તજવી એ યોગ છે. એ વડે ટૂંક સમયમાં જીવનું મોક્ષ સાથે જોડાણ થઈ શકે. બાહ્ય વાચાનું ફળ
લોકોને વહે વાણી, તેથી ચિત્ત ચળે, ભ્રમે;
લોક્સંસર્ગને આવો, જાણી યોગી ભલે ગમે.” -સમાધિશતક લોકના સંસર્ગથી શું થાય છે તે કહે છે. બાહ્ય વાણી બોલવી પડે તેથી મન ચંચળ થાય છે એટલે મનોયોગ પણ બગડે છે. માટે બાહ્ય વાચા અને અંતર્વાચા તજવારૂપ યોગ કરી મનને શુક્લ એટલે શુદ્ધ (રાગદ્વેષરહિત) સ્થિર કરવું. ૮૧. અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં.
પૂર્તિ એટલે સમર્થન. ખોટા દ્રષ્ટાંતથી કે કુશાસ્ત્રથી વાતને સબળ બનાવું નહીં. કોઈ વાત કહેવી હોય તો સત્યને આધારે કહ્યું. જ્યાં પાયો જ કાચો હોય એટલે અસત્યથી પોતાની વાત પુષ્ટ કરી હોય ત્યાં પોતાને અને પરને નુકશાન થાય છે.
સગરરાજાનું દ્રષ્ટાંત – જૂઠ પ્રપંચથી જય મેળવે તે પાપી. સુયોધન રાજાની કન્યા સુલતા હતી. તેને સગરરાજા સાથે પરણાવવાની ઇચ્છા સગરરાજાની ઘાવમાતાને હતી. પણ સુલતાની માતા અતિથિની ઇચ્છા તેને પોતાના ભાઈના કુંવર મથુપિંગલ સાથે પરણાવવાની હતી. તેથી સગરરાજાના મંત્રીએ યુક્તિ કરીને એક શાસ્ત્ર રચી જંગલમાં દાટી દીધું. પછી આ પ્રાચીન શાસ્ત્ર જંગલમાં ખોદતાં હાથ લાગ્યું છે, એમ જાહેર કરી બધા રાજકુમારોની મધ્યે તે શાસ્ત્ર લાવી વાંચી સંભળાવ્યું. તેમાં એવું લખ્યું કે જેની માંજરી પીળી આંખો હોય તે સ્વયંવરમાં આવે તો કન્યાનું મરણ થાય કે કન્યાને રંડાપો આવે. તે સાંભળી મઘુપિંગલે પોતાની આંખો માંજરી હોવાથી નગર છોડી જંગલમાં જઈ હરિષેણ ગુરુ પાસે દીક્ષા લીધી. આ વાત સાંભળી સગરરાજા ઘણો આનંદ પામ્યો અને સુલતાને પરણી અયોધ્યામાં આવ્યો. પણ બીજા ઉપર આવું ખોટું કલંક આપી જૂઠ પ્રપંચ કરીને આનંદ માનવો એ મોટું પાપ છે. માટે અસત્ય પ્રમાણવડે કદી વાતપૂર્તિ કરું નહીં. પ્રવેશિકાના આધારે (પૃ.૮૦) ૮૨. અસંભવિત કલ્પ
સતુ એ કલ્પના નથી. પરમકૃપાળુદેવ પત્રાંક ૨૧૧માં જણાવે છેઃ
४७