________________
સાતસો મહાનીતિ
“સતુ છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જાદુ) છે; કલ્પનાથી “પર” (આઘે) છે.”
અસંભવિત એટલે અશક્ય. જે બનવાનું સંભવ ન હોય એવી કલ્પના. લોકો તો એવી અસંભવિત કલ્પનાથી પણ તણાઈ જાય. માટે સત્ય તરફ લોકોની વૃત્તિ વળે; એ સિવાયની બીજી બધી અસંભવિત કલ્પનાઓ કરું નહીં.
બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું દ્રષ્ટાંત - બ્રહ્મા જગતને બનાવે છે, વિષ્ણુ આખા જગતનું પાલન કરે છે તથા મહેશ આખા જગતનો નાશ કરે છે. આ બધી અસંભવિત કલ્પનાઓ છે. જગતને કોઈએ બનાવ્યું નથી. એનું અસ્તિત્વ અનાદિ કાળથી છે અને અનંત કાળ સુઘી રહેશે. ૮૩. લોક અહિત પ્રણીત કરું નહીં.
લોકનું અહિત થાય એવું વચન કે શાસ્ત્ર કહું નહીં કે રચું નહીં. પ્રણેતા એટલે રચનાર. કેટલાક કીર્તિને અર્થે કલ્પનામાં તણાઈને કથાઓ, નાટકો, શાસ્ત્રો, લોકચિને અનુસરી પૈસા કમાવવા કે કીર્તિ મેળવવા અર્થે લખે છે.પણ લોકોનું અહિત તે દ્વારા થતું હોય તેનો લક્ષ તેને રહેતો નથી. તે ભૂલ જણાવવા માટે અહીં કહ્યું છે. લોકોનું અહિત થાય અર્થાત્ મોહમાં વૃદ્ધિ થાય એવું કંઈ રચું નહીં. ૮૪. જ્ઞાનીની નિંદા કરું નહીં.
જ્ઞાનીની નિંદા કરવાથી ઘણા કર્મ બંધાય માટે કરું નહીં. પત્રાંક ૩૯૭માં કૃપાળુદેવ જણાવે છે કે
“જેને દર્શનમોહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર સત્પરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું. એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેના કલ્યાણનું કારણ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૩)
આપણા નિમિત્તે, જેને દર્શનમોહનીયકર્મનો ઉદય છે તે સત્પરુષની નિંદામાં ન ઊતરે તેટલી સંભાળ રાખવી જરૂરની છે. જેમકે સત્પરુષની વાત જેને ગમે નહીં તેવા વ્યક્તિ સમક્ષ આપણે સત્પરુષ પ્રત્યેના પ્રેમને લઈ ગુણગ્રામ કરીએ તે તેને નિંદા કરવાનું નિમિત્ત પણ બની જાય. માટે સામાની રૂચિ જોઈને જ વાત કરવી.
જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વઘવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું; અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદ્રષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે; અને તે વાક્યો જિનાગમને વિષે છે”. -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૩)
કૃપાળુદેવ વસો પધાર્યા તે વખતે પ્રભુશ્રીજી ઘણાં માણસોને કહી આવેલા કે મુંબઈથી મહાત્મા પધાર્યા છે, તેમનો સમાગમ કરવા યોગ્ય છે. કોઈ ઘર્મ પામે એ દ્રષ્ટિથી કહેલું. જેથી ઘણા લોકો આવવા લાગ્યા એટલે કૃપાળુદેવે પ્રભુશ્રીને સભામાં આવવાની ના પાડી. પરમકૃપાળુદેવ પ્રભુશ્રીજી માટે વસો પઘાર્યા હતા અને કેટલું રહેવું તે પણ પ્રભુશ્રીની ઇચ્છા પ્રમાણે એક મહિનો રહ્યા, છતાં પણ પ્રભુશ્રી વગેરે સાઘુઓ સભામાં આવે ત્યારે વેદાંતી વગેરે લોકોને આવો વિકલ્પ થાય કે શ્રીમદ્ રાજચંદ્ર એ જૈન મહાત્મા છે, એમ જાણી નિંદામાં પણ ઊતરી જાય; માટે પ્રભુશ્રીને સભામાં આવવાની ના પાડી હતી. પરમકૃપાળુદેવ ફરવા જાય ત્યારે સાંજે પ્રભુશ્રીને સમાગમ કરાવતા. આખો દિવસ કૃપાળુદેવ પાસે લોકો આવે તેથી તેમને
૪૮