________________
સાતસો મહાનીતિ
મળવાનો નિષેઘ કર્યો હતો.
શ્રી ઠાકરશીભાઈનો પ્રસંગ - “એક વખતે કૃપાનાથની નિંદા થતી મારા સાંભળવામાં આવી. તે બાબત સાંજે ફરવા જતાં મેં વિદિત કરી. તે પ્રસંગે કૃપાનાથે જણાવ્યું કે દુનિયા તો સદાય એવી જ છે. જ્ઞાનીઓ જીવતા હોય ત્યારે કોઈ ઓળખે નહીં. તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓના માર પડે તોય થોડા અને જ્ઞાની મૂઆ પછી તેના નામના પહાણાને પણ પૂજે.” -શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી ગ્રંથ (પૃ.૧૧૫) ૮૫. વૈરીના ગુણની પણ સ્તુતિ કરું.
જેની દ્રષ્ટિમાં ગુણો પ્રત્યે અનુરાગ છે તે વેરીના પણ ગુણ જોઈ તેની પ્રશંસા કરે છે; કારણ કે તેવા ગુણો પોતાને પ્રાપ્ત કરવા છે. જેમ ઉકરડામાં કે વિષ્ટામાં રત્ન પડ્યું હોય, તે ઝવેરીની દ્રષ્ટિએ પડે તો તે લઈને સાફ કરી લે છે, કેમકે તેને તેની કિંમત છે. તેમ જેને ગુણની કિંમત છે, તે ગમે તેવા પાસે હોય તો પણ તેને ગુણ તરીકે ઓળખે છે અને તેની પ્રશંસા કરે છે. જેટલી પ્રશંસા કરે તેટલી ગુણની આરાધના થાય છે. શ્રી ભવભૂતિએ કહ્યું છે- “ગુI: સર્વત્ર પૂજ્યતે” “ગુણ: પૂના સ્થાનં ગુણપુ ર વ હિંગ ન વય:”
અર્થ – ગુણો સર્વત્ર પૂજાય છે. ગુણવંતમાં જે ગુણો છે તે પૂજવા લાયક સ્થાન છે. પછી તે પુરુષલિંગ હોય કે સ્ત્રીલિંગ હોય અથવા ગમે તે વયનો હોય, કિંમત તેના ગુણની છે. માટે વૈરીના ગુણની પણ સ્તુતિ કરે. હૃદયમાં હજી વેર છે છતાં ગુણ પ્રત્યે આકર્ષણ હોવાથી વૈરીના ગુણને પણ વખાણે છે. તેથી ભવિષ્યમાં તેને ગુણની પ્રાપ્તિ થશે. ૮૬. વૈરભાવ કોઈથી રાખું નહીં.
જેને મોક્ષે જવું છે તેણે કોઈની સાથે વેર રાખવા જેવું નથી. કારણ કે વેરને લઈને ફરી જન્મવું પડે છે. જેમ વાસુદેવ, પ્રતિવાસુદેવ પ્રત્યે વેર રાખી પૂર્વભવમાં નિયાણું કરે છે તો એટલા બધા પુણ્યવાળા જીવોને પણ નરકે જવું પડે છે. મોક્ષે જવામાં વેર વિધ્રરૂપ છે. આ વાક્યમાં તો કોઈ પ્રત્યે પણ વૈરભાવ રાખું નહીં પણ ક્ષમા કરું એમ કહી ઘર્મને આચરણમાં મૂક્યો. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. તે જીવ મોક્ષમાર્ગમાં આવી ગયો. વેર ન કરે તે સંસાર ઓછો કરી શકે. જે કોઈની સાથે વેર ન કરે તેમાં મૈત્રીભાવના આવે છે.
મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે; વૈરભાવ ઘારનાર મૈત્રીનો અજાણ છે.” પ્રજ્ઞાવબોધ ૮૭. માતાપિતાને મુક્તિવાટે ચઢાવું.
મનુષ્યભવમાં પ્રથમ ઉપકારી માતાપિતા છે. તેમનો બદલો વાળી શકાય એમ નથી. પણ તેમના ઋણમાંથી મુક્ત થવાનો માત્ર ઉપાય તેમને મોક્ષમાર્ગે ચઢાવવા કે તેમાં મદદ કરવી એ છે. તથા સંસારનો ભાર તેમના પર ન રહે અને મોક્ષમાર્ગ સાધવાની તેમને અનુકુળતા મળે તેવી બનતી સગવડ કરી આપવાની પણ સંતાનની ફરજ છે. પ્રથમથી જ માતાપિતા મોક્ષમાર્ગમાં પ્રવર્તતા હોય તો તેમની આજ્ઞા ઉઠાવવી, કે જેથી સંતાનનું હિત થતું જાણી તેમને પણ સંતોષ થાય. ટૂંકામાં તેમને ઘર્મમાં સહાય થાય તેમ કરવું એ ઉત્તમ છે. તેવી સહાય તેમને આપવી જોઈએ અથવા તેમનાથી ઘર્મની સહાય પ્રાપ્ત કરવી જોઈએ. મા બાપ પાસેથી પૈસા મેળવવા એ ખરો વારસો નથી પણ તેમની પાસે ઘર્મ હોય તો તે મેળવવો એ ઉત્તમ વારસો છે. બીજાં બધું તો ક્ષણિક છે.
૪૯