________________
સાતસો મહાનીતિ
ગૌતમબુદ્ધનું દ્રષ્ટાંત – બુદ્ધ એકવાર જગતની બધી ભૌતિક સામગ્રી નાશવંત છે, ક્ષણિક છે એમ જાણી જે નાશ ન પામે અથવા મરણ ન આવે એવી વસ્તુની શોધ કરવા
માટે દીક્ષા ગ્રહણ કરીને બહુ તપસ્યા કરી ત્યારે ચાર શિષ્યો તેમની સેવામાં હતા. પછી સમય અનુસાર મધ્યસ્થમાર્ગ જરૂરનો છે એમ તેમને લાગવાથી આકરી તપસ્યાઓ પડતી મૂકીને બુદ્ધ લોક હિત તરફ વળ્યા. ત્યારે શિષ્યોએ તેમને વિલાસપ્રિય થયા જાણી તેમનો સંગ છોડી દીધો. એ માર્ગે બુદ્ધને જય મળ્યો એટલે શિષ્યોને પાછા સમજાવી પોતાની દીક્ષા આપી. પછી પોતાના નગરમાં આવ્યા. ભિક્ષા માટે બુદ્ધને પોતાના ઘરેથી આમંત્રણ આવ્યું તેથી ત્યાં ગયા. તેમની સ્ત્રીએ દિકરાને એમ કહ્યું કે ‘તમારો વારસો મને આપો એમ માગણી કર' તેના મનમાં કોઈ ચમત્કાર વગેરેથી પુત્ર મોટો રાજા થાય કે એવી કોઈ સંસારી માગણી હતી પણ બુદ્ધ તો છોકરાને માથે હાથ મૂકી સાથે લઈ ચાલતા થયા. પછી તેને દીક્ષા આપી ઘર્મનો વારસો આપ્યો.
કૂર્માપુત્ર કેવળીનું દ્રષ્ટાંત - કૂર્માપુત્રને યૌવન વયમાં ઘણી સ્ત્રીઓ ઇચ્છતી હતી, તથાપિ તે મનથી વિરક્ત હતો. એક વખતે કોઈ મુનિના મુખથી સિદ્ધાંતના પાઠ સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. અનુક્રમે ધ્યાનરૂપ અગ્નિથી કર્મરૂપી ઈઘનને બાળી નાખી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી તેણે વિચાર્યું કે “જો હું હમણા ચારિત્રને ગ્રહણ કરીશ તો મારા માતાપિતા શોકથી મૃત્યુ પામશે, માટે તેમને પ્રતિબોઘ કરવા અજ્ઞાતવૃત્તિએ (કેવળજ્ઞાન થયાનું ન જાણે તેમ) ગૃહવાસમાં રહેવું યોગ્ય છે.” આ પ્રમાણે તે ગૃહવાસમાં રહ્યા. તેમને માટે કહેલું છે કે “કૂર્માપુત્રના જેવો બીજો કોણ ઘન્ય છે કે જે માતાપિતાને પ્રતિબોઘ પમાડવાને અર્થે કેવળી થયા છતાં પણ ગૃહવાસમાં રહ્યાં હોય? -ઉ.પ્રા.ભા. ભાગ–૩માંથી ૮૮. રૂડી વાટે તેમનો બદલો આપું.
મા બાપની માગણી ગમે તે હોય, તો પણ તેમનું આત્મહિત થાય તેવો બદલો આપું. કૃપાળુદેવના પિતાશ્રી રવજીભાઈએ છપ્પનીયાની સાલના દુકાળમાં ઘણા લોકોને અનાજ નથી મળતું તો અફીણ ક્યાંથી મળે એમ ઘારી અફીણના બંધાણી હોય તેમને અફીણ વહેંચવાની કૃપાળુદેવને સલાહ આપી. ત્યારે કૃપાળુદેવે વિચાર્યું કે એવી માગણી પૂરી કરવી એ ઠીક નથી. એવા સમયમાં કોઈને અફીણ ન મળતું હોય તો તેની આદત છૂટી પણ જાય. એવા નશાની વસ્તુને ઉત્તેજન આપવું તે કંઈ દાન નથી. તેથી કહ્યું કે રૂડી વાટે તેમનો બદલો આપું.
એક પુત્રનું દ્રષ્ટાંત - એક પુત્ર હતો. તેની માતા બીમાર થઈ તેથી પુત્ર પાસે પાણી મંગાવ્યું. પુત્ર પાણી લઈને આવ્યો ત્યાં સુધી માતાને ઊંઘ આવી ગઈ. પુત્ર આખી રાત તેમની પાસે ઊભો રહ્યો. સવારમાં મા જાગી ત્યારે કહ્યું – તું આખી રાત ઊભો રહ્યો? પુત્ર કહે માતા તમે મને નવ મહિના ઉદરમાં રાખીને ભાર વહન કર્યું છે. જ્યારે હું તો એક રાત જ ઊભો રહ્યો.
માતાપિતાની આજ્ઞામાં રહેવું. જો વૃદ્ધ થયા હોય તો તેમને ખાવાપીવાની તેમજ પહેરવા વગેરેની સંભાળ રાખવી. કોઈ વખતે ક્રોઘ કરવો નહીં. કટુવચન વાપરવા નહીં. તેમનો આપણા ઉપર અવર્ણનીય ઉપકાર છે. માતાએ નવ માસ સુધી ઉદરમાં રાખી ભાર વહન કરી, અનેક વેદનાઓ આપણા માટે સહન કરી છે. આ સિવાય પરોક્ષ રીતે તેમનો ઉપકારનો ઝરો નિરંતર વહ્યા કરે છે. માતાપિતા તો જગતમાં કલ્પવૃક્ષ સમાન છે. રામ અને લક્ષ્મણ તેમજ પાંડવોએ માતાપિતાની જે સેવા કરી છે, તેનું વર્ણન સહસ્ત્ર
પ૦