SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ ગજસુકુમારના પૂર્વભવનું દ્રષ્ટાંત - એક શેઠ હતો. તેને બે સ્ત્રીઓ હતી. એક સ્ત્રીને પુત્ર થયો. એક દિવસે તે બાળકને માથું દુ:ખવા આવ્યું. તેથી શોક્યને પૂછ્યું કે બેન આ છોકરાને માથું દુઃખે છે તો શું કરું? તેણે વિચાર્યું કે મારે પુત્ર નથી માટે એનો પુત્ર પણ મરી જાય તો સારું. એમ વિચારી તેણે કહ્યું : બેન ગરમ ગરમ રોટલો બનાવી એના માથા ઉપર મૂક, તેથી દુઃખાવો મટી જશે. તેણે બાળકના માથા ઉપર ગરમાગરમ રોટલો બાંધ્યો તેથી તે બાળક મરણ પામ્યો. તે કર્મ ગજસુકુમારના ભવમાં ઉદય આવ્યું. તેના ફળમાં તેમના માથા ઉપર માટીની પાળ બાંધીને અંગારા ભરવામાં આવ્યા. માટે કોઈને ખોટી સલાહ આપું નહીં. ૩૦૦. પાપી સલાહ આપું નહીં. જે સલાહ વડે જીવોની હિંસા થાય એવી પાપી સલાહ આપું નહીં. જેમકે આ કચરો પડ્યો છે તેને સળગાવી દો, અથવા બેઠા બેઠા શું કરો છો, કંઈ કારખાના વગેરે નાખો અથવા પંદર કર્માદાની ઘંઘા છે તે કરવા વગેરેની પાપી સલાહ આપું નહીં. ઉપદેશપ્રાસાદભાષાંતર ભાગ-૧'માંથી - પાપનું ફળ નરકગતિ સુલસનું દ્રષ્ટાંત - “રાજગૃહી નગરમાં અત્યંત નિર્દય, અભવ્ય અને હમેશાં પાંચસો પાડાનો વઘ કરનાર કાલસૌકરિક નામનો કસાઈ રહેતો હતો. એકદા શ્રેણિક રાજાએ પોતાની નરકગતિનું નિવારણ કરવા માટે તેને એક કુવામાં ઊંધો લટકાવ્યો. તો ત્યાં પણ તેણે માટીના પાંચસો પાડા બનાવી તેનો વઘ કર્યો. ત્યારે રાજાએ તેના હાથપગ બાંધી કુવામાં લટકાવ્યો. તે વખતે તેણે મનની કલ્પનાવડે સેંકડો પાડાઓ પાણીમાં દોરી તેનો વધ કર્યો. એ પ્રમાણે હમેશાં જીવહિંસા કરતાં તેણે અત્યંત પાપકર્મ ઉપાર્જન કરી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. મૃત્યુ સમય નજીક આવતાં તે કાલસૌકરિક રોગથી અત્યંત પીડા પામવા લાગ્યો. ત્યારે તેના પુત્ર સુલસે પિતાને શાંતિ થવા માટે મનોવાંછિત ખાનપાન, સુંદર ગીતગાન, સુકુમાર પુષ્પશપ્યા અને સુગંધી ચંદનનો લેપ વગેરે ઘણા ઉત્તમ ઉપચારો કર્યા. તો પણ તેનાથી તેને જરા પણ સુખ થયું નહીં, પરંતુ ઊલટો વઘારે દાહ થવા લાગ્યો. તેથી સુલસે અભયકુમાર પાસે જઈ તે વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી અભયકુમારે કહ્યું : “તારો પિતા નરકમાં જવાનો છે, માટે સુખના ઉપચારો તેને દુઃખના જ કારણભૂત થાય છે. માટે હવે તેને નીરસ ભોજન આપવું, ખારું જળ પીવા દેવું, ગઘેડા અને કૂતરાના શબ્દો સંભળાવવા, ખરબચડી શય્યા પર સુવાડવો અને અશુચિનું વિલેપન કરવું; ઇત્યાદિ વિરુદ્ધ ઉપચાર કરવાથી તેને સુખ થશે.” આ પ્રમાણે અભયકુમારના કહેવાથી સુલસે તેવા ઉપચાર કર્યા, તેથી કાલસૌકરિકને કાંઈક સુખ ઉત્પન્ન થયું. છેવટે તે મૃત્યુ પામી સાતમી નરકે ગયો. તેના પુત્ર સુલસે પાપનુ ફળ પ્રત્યક્ષ જોયું તેથી અને અભયકુમારના ઉપદેશથી તે શ્રી મહાવીર સ્વામીનો બાર વ્રતધારી શ્રાવક થયો. એકદા સુલસને તેની માતા, બહેન વિગેરે સ્વજનોએ મળીને કહ્યું કે “તું તારા પિતાની જેમ પાપકર્મ કર.” ત્યારે તે બોલ્યો કે “તેવું પાપકર્મ કદી પણ કરીશ નહીં, કેમકે તે પાપનો ભોક્તા હું જ થાઉં.’ તે સાંભળીને તેઓ બોલ્યા કે “ઘનની જેમ તે પાપસમુહને પણ અમે વહેંચી લેશું.” ત્યારે સુલસે એક કુહાડાથી પોતાના પગ પર ઘા કર્યો અને તેની પીડાથી પૃથ્વી પર પડી ગયો. પછી તે બોલ્યો કે ‘તમે પાપ ૨૦૮
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy