________________
સાતસો માનીતિ
કીર્તિ મેળવી અને રાજ્યો જીતી અધિકાર મેળવ્યો.
કૃપાળુદેવ કહે છે કે એ એમના ઉદાહરણ ઉપરથી ધનાદિ માટે કંપની કાઢવાનો
હું અહીં બોધ કરતો નથી પણ ધર્મને માટે કહેવું છે કે સર્વજ્ઞ ભગવાને જે ગુપ્તતત્ત્વ એટલે આત્મા સંબંધી બોધ કર્યો છે તે અજ્ઞાત દશામાં આવી પડ્યો છે. તે બોધ સર્વના જાણવામાં આવે તે સારું મહાન આચાર્યોનાં રચેલાં શાસ્ત્રો જે ભંડારોમાં પડ્યાં છે તે એકત્ર કરી છપાવી પ્રકાશિત કરવાં, તેમજ ગચ્છમતભેદ ટાળવાં અને ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા માટે સદાચાર સેવનારા શ્રીમંત એટલે ધનવાન અને ધીમંત એટલે બુદ્ધિમાનોએ મળી એક મહાન સમાજની સ્થાપના કરવી, અને જૈન શાસનની ઉન્નતિ કરવા ભગવાને ઉપદેશેલો ધર્મ સ્યાદ્વાદ રશૈલીથી પ્રસિદ્ધિમાં આણવો. સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ એટલે તેના અપ્રગટ શાસ્ત્રો પ્રગટ થાય તો જૈન સમાજ જાણી શકે કે જૈનમાં શું તત્ત્વ છે. એ હેતુથી પરમ કૃપાળુદેવના હાથે સ્થપાયેલ પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી સત્શાસ્ત્રોના પ્રકાશનની શરૂઆત થઈ હતી. લક્ષ્મી, કીર્તિ, અધિકાર તો લૌકિક છે. પરંતુ ધર્મકળાકૌશલ્યથી તો સર્વ સિદ્ધિ એટલે મોક્ષ મળશે. મુખ્ય સમાજની અંદર પાછા ઉપસમાજ સ્થાપવા. પ્રકાશન વગેરેના કામો માટે સમિતિઓ સ્થાપે તે ઉપસમાજ. મતમતાંતર મતભેદની ખેંચાખેંચ તજી દેવી. વાડામાં મતભેદ છે અને સમાજમાં એકતા છે માટે સમાજમાં આવવું યોગ્ય છે. હું ઇચ્છુ છું કે એમ થાય તો આખા મનુષ્યમંડળનું લક્ષ સત્ય પ્રત્યે દોરાય અને મમત્વ જાય. અર્થાત્ ‘મારું તે સાચું’ એમ ન કરતાં ‘સાચું તે મારું' એવી ભાવનાથી ઘણા જીવોનું કલ્યાણ થાય.” (પૃ.૨૧૪)
‘સ્ત્રીનીતિ બોધક’માંથી – શાણી સુણ તું ઉદ્યમ કેરી વાતડી
“ઉદ્યમનો કરનારો ભૂખે નહીં મરે, ઉદ્યમથી તો સુથરે ડાહી કાજ જો;
ઉદ્યમ કરતાં શું નહીં પામે માનવી, દે પ્રત્યુત્તર તેનો તું તો આજ જો.” શાણી સુશ શ્રી યશોવિજયજી કૃત ચોવીશી'માંથી –
પ્રમાદીઓના દૃષ્ટાંત :— ‘ગામ બહાર ગંગાજી પ્રગટે પણ ત્યાં જવા જેટલો શ્રમ ન ઉઠાવાય અથવા વૃક્ષ ઉપર ફળ પરિપક્વ થયેલું હોય પણ તેને તોડીને ખાવા જેટલી પણ મહેનત ન થાય, તેમ ભૂખ્યાં માણસને કોઈ દયાળુ પુરુષ સુંદર ઘેવર આપવાનું કરે તે વખતે અક્કલહીન માણસ હાથ લાંબો ન કરે, તો એના કરતાં બીજી મોટી મૂર્ખતા કઈ હોઈ શકે ? તેમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો વખત પ્રાપ્ત થયા છતાં પ્રમાદ કરવામાં આવે તો મળેલી તક પણ ચાલી જાય, ફરી એવી તક મળવી દુર્લભ થાય અને છેવટે ઘણો પશ્ચાત્તાપ થાય. આવી રીતે પ્રમાદ કરનારને મૂર્ખ શિરોમણિનું ઉપનામ અપાય છે. કારણકે ઘાર્મિક કાર્યો કરવામાં આજ કરીશું ! પાંચ દિવસ પછી કરીશું ! વૃદ્ધાવસ્થામાં કરીશું ! હાલ શી ઉતાવળ છે? એમ વાયદા કરી અમૂલ્ય સમય ગુમાવનાર પામર જીવો, જ્યારે અચાનક કાળના હાથમાં સપડાઈ જાય છે ત્યારે તે વખતે તેઓને બહુ પશ્ચાત્તાપ થાય છે, અને માઠી ગતિના ભાજન થવું પડે છે; માટે આત્માર્થી જીવોએ પ્રમાદનો જેમ બને તેમ પરિહાર કરી સ્વહિત કરવામાં વિના વિલંબે ઉદ્યમવંત થઈ જવું. ભાગ્યવંત જીવો જ સુખે આત્મહિત સાધી શકે છે અને તેઓને પસ્તાવાનો વખત આવતો નથી. (પૃ.૭૨)
૨૯૯. ખોટી સલાહ આપું નહીં. (ગૃ॰)
બીજાને દુઃખ થાય એવી સલાહ આપું નહીં.
૨૦૭