________________
સાતસો માનીતિ
પદ્ધતિ પુષ્યપૂજાની છે.” (ધો.૩ પૃ.૪૬)
“પૂજા કરવા જાઓ છો તે ઠીક છે. ભગવાનનું સ્વરૂપ સમજીને પૂજા કરવાથી ઘણો લાભ થવા યોગ્ય છે. અહીં આવો ત્યારે યાદ કરશો તો તે વિષે વિશેષ વાત થશેજી. હાલ
તો પૂજા કરતી વખતે વીસ દોહરા કે ક્ષમાપનાનો પાઠ બોલતા રહેવા ભલામણ છેજી.’’ (બો.૩ પૃ.૬૦૯) “પૂજા સંબંધી તમે પૂછ્યું તે સંબંધી જણાવવાનું કે અહીં આવો ત્યારે પૂજાની વિધિ શીખી લેશોજી. પત્રથી લખ્યું આવડી જાય એમ નથી. મંદિરમાં ભક્તિ, નિત્યનિયમ થતો હોય તો ઘેર ન બની શકે તો ચાલે અને વધારે વખત થાય તો વિશેષ ફળનું કારણ છેજી.’’ (બો.૩ પૃ.૨૧૮)
ન
કે
દેવ અપૂજ્ય રહે કે દેવની પૂજા થઈ એ બધા બાહ્ય પ્રશ્નો છેજી. હજી દેવને ઓળખ્યા નથી, તે . ઓળખવા સત્સંગ, સત્સાધન, વિનય અને વિચારની જરૂર છેજી. દેવને માટે પૂજા કરવાની નથી. પોતાના આત્માને જ્ઞાની પુરુષની દશા તરફ દોરવા માટે ભક્તિપૂજા કરવાની છે, તે ઘેર કે મંદિર ગમે ત્યાં કરવા યોગ્ય છે. જ્યાં પોતાના ભાવ સત્પુરુષ પ્રત્યે વિશેષ ઉલ્લાસવાળા બને ત્યાં તે કરવા યોગ્ય છે. દેવ કદી અપૂજ્ય થતા નથી અને અપૂજ્ય રહેતા નથી. આપણા દેવ પ્રત્યે કેવા ભાવ છે, આપણે રોજ તપાસના રહી દેવ પ્રત્યે ભક્તિભાવ વધારતા રહીશું તો કલ્યાન્ન થશેજી, (બો.૩ પૃ.૨૧૮)
‘શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર'માંથી – ભગવાનની ભાવથી ભક્તિ કરવાનું ફળ એક રાજાનું દૃષ્ટાંત – એક દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ નિધિના સ્વામી એવા એક રાજાના નગર પાસે સમવસર્યા, તે ખબર સાંભળીને તે રાજા પ્રભુને વાંઠવા આવ્યો. પ્રભુને વંદન કરીને તેણે પૂછ્યું કે 'હે પ્રભો! પૂર્વ જન્મના કયા કર્મથી હું આવી મોટી સમૃદ્ધિને પ્રાપ્ત થયો છું? પ્રભુ બોલ્યા- ‘‘મહારાષ્ટ્ર દેશમાં હેલ્લુર નામના ગામને વિષે પૂર્વ ભવે તું અશોક નામે માળી હતો. એક દિવસે પુષ્પો વેચીને તું ઘેર જતો હતો, ત્યાં અર્ધમાર્ગે કોઈ શ્રાવકને ઘેર અદ્વૈતની પ્રતિષ્ઠા થતી હતી, તે જોઈને તું તેના ઘરમાં પેઠો. ત્યાં અતનું બિંબ જોઈને તું છાબડીમાં પુષ્પ શોઘવા લાગ્યો. તે વખતે તને નવ પુષ્પો હાથમાં આવ્યા. તે પુષ્પો તેં ઘણા ભાવથી તે પ્રભુની મૂર્તિ ઉપર ચઢાવ્યાં, તેથી તેં ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. એક વખતે તેં પ્રિયંગુ વૃક્ષની મંજરી લઈને રાજાને ભેટ કરી, તેથી પ્રસન્ન થઈને રાજાએ તને લોકશ્રેણીના પ્રધાનની પદવી આપી. ત્યાંથી મૃત્યુ પામીને તું એલપુર નામના નગરમાં નવ લાખ દ્રમ્મ (સુવર્ણના સિક્કા) નો સ્વામી થયો. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કોટી દ્રવ્યનો અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી સ્વર્ણપધ નગરમાં નવ લાખ સુવર્ણનો પતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કોટી સુવર્ણનો સ્વામી થયો. ત્યાંથી મૃત્યુ પામી રત્નપુર નગરમાં નવ લાખ રત્નનો અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કોટી રત્નોનો સ્વામી થયો. ત્યાંથી મૃત્યુ પામી વાટિકા નગરીમાં વલ્લભ નામના રાજાનો પુત્ર નવ લાખ ગ્રામનો અધિપતિ થયો અને ત્યાંથી મૃત્યુ પામી નું આ ભવમાં નવનિધિનો સ્વામી થયો છું. હવે અહીંથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈશ.’’ પ્રભુની આવી વાણી સાંભળી રાજાના મનમાં અત્યંત શુભ ભાવના ઉત્પન્ન થઈ, તેથી તત્કાળ તેણે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. (પૃ.૪૯)
ઉપદેશપાસા. ભાષાંતર ભાગ-૩ માંથી :
કુમારપાળરાજાનું દૃષ્ટાંત – કુમારપાળ રાજાના પૂછવાથી શ્રીગુરુ હેમચંદ્રાચાર્યે તેમનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવમાં કુમારપાળ રાજાનો જીવ જયકેશી નામે રાજાનો પુત્ર નરવીર હતો. તે સમવ્યસની હોવાથી રાજાએ તેને નગરમાંથી કાઢી મૂક્યો. તેથી તે પર્વતમાં રહેલ ચોરોનો પલ્લીપતિ થયો. એક વખતે
૨૬૨