________________
સાતસો મનનીતિ
તેણે સાર્થવાહનો તમામ સાર્થ લૂંટ્યો. તેથી સાર્થવાદે રાજાને ફરીયાદ કરી. રાજાનું સૈન્ય આવવાથી નરવીર ત્યાંથી નાસી ગયો. તેને દેશાંતરમાં જતાં માર્ગમાં શ્રી યશોભદ્રસૂરિ મળ્યા. તેમના સચોટ ઉપદેશથી તે સમવ્યસન રહિત થયો. પછી તે એક ઉઢેર નામના શેઠને ઘેર ભોજનવસ્ત્રની આજીવિકા ઉપર સેવક થઈને રહ્યો. શેઠે કરાવેલ વીરપ્રભુના મંદિરમાં પર્યુષણ પર્વ આવ્યા. શેઠે મોટી વિધિથી પૂજા કરી. પછી સાથે આવેલ નરવીરને પણ કહ્યું કે ‘આ પુષ્પ કે અને પ્રભુની પૂજા કર.” ત્યારે નરવીરને વિચાર આવ્યો કે આવા પરમેશ્વર તો કોઈ દિવસ મેં જોયા નથી. તો એવા પ્રભુની પૂજા બીજાનાં આપેલાં પુષ્પથી શા માટે કરું ? તેથી પોતાની પાસે માત્ર પાંચ કોડી હતી તેના પુષ્પ લઈ નેત્રમાં આનંદના અશ્રુ સહિત પ્રસન્ન ચિત્તે ત્રિકરણ શુદ્ઘિ વડે પ્રભુની ખૂબ ભાવપૂર્વક પૂજા કરી. તે નરવીરનો જીવ તું કુમારપાલ રાજા થયો છું અને ઉઢેર શેઠનો જીવ તે ઉદયન મંત્રી થયો અને યશોભદ્રસૂરિ તે હું હેમચંદ્રાચાર્યે થયો છું. (પૃ.૧૨૮)
પૂ. શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ ખ'માંથી
(રાગ– મને સંસાર શેરી વિસરી રે લો)
“મેં તો પૂજા કરી પ્રભુ વીરનીરે જો; એના ચરણે હો મારો નિવાસ જો. નવ અંગે . પૂજો પ્રભુ વીરને જો. ચરણ અંગૂઠો પ્રભુનો પૂજતાં જો; થાય ચરણે સદા નિવાસ જો. નવ અંગે જેણે ઢીંચણ પ્રભુના પૂછ્યા જો; તેનો આત્મા ઊંચે ચઢી જાય જો. નવ અંગે જેણે કાંડા પ્રભુના પૂજીયા જો; તેના હાથે સુપાત્રદાન થાય જો. નવ અંગે૦ બેઉ ભૂજા પ્રભુની પૂજતાં જો; અગાઘ સંસાર તરી જાય જો. નવ અંગે જેણે મસ્તક પ્રભુનું પૂછ્યું જો; તે તો નિશ્ચય સિદ્ધાલય જાય જો. નવ અંગેજેણે તિલક કર્યું પ્રભુ વીરને જો; તેના ત્રણે જ્ઞાન શુદ્ધ થાય જો. નવ અંગે૦ વાલા કંઠ પ્રભુજીનો પૂજતાં જો; આવે અંતરનો ઊંડો અવાજ જો. નવ અંગે જેણે હૃદય પ્રભુનું પૂજીયું જો; તે તો તેમાં સમાય સદા જાયજો. નવ અંગે વાલા નાભિ પ્રભુની પૂજતાં જો; એ તો પોતે અમર થઈ જાય જો. નવ અંગે॰ ૩૬૭. પાપથી ધર્મ માનું નહીં. (સર્વ)
પાપના કાર્યો કરીને ધર્મ માનું નહીં.
અશ્વમેઘ યજ્ઞ, નરમેઘ યજ્ઞ, અજામેઘ યજ્ઞ કરે તે બધા પાપ બંધના કારણો છે; તેને ધર્મ માને. પશુઓને હોમીને યજ્ઞ કરવાથી સ્વર્ગમાં જવાય છે; એવી પાપયુક્ત માન્યતાથી જીવ નરગતિમાં જાય છે.
મોક્ષમાળા વિવેચન'માંથી –
હિંસા ન ક૨વા માટેનું દૃષ્ટાંત – “અહિંસા – દયા જેવો એકે ધર્મ નથી. ‘અહિંસા પરમો ધર્મઃ’ એ સૂત્ર સર્વમાન્ય છે. તે વિષે સુચગડાંગસૂત્રમાં એક દૃષ્ટાંત આપ્યું છે. જુદા જુદા ધર્મના આચાર્ય મળ્યા છે. તેમાં ઘણા યજ્ઞાદિ હિંસાનો પક્ષ કરે છે. ત્યાં એક જણ અંગારા ભરેલો કડાયો લઈ આવ્યો અને હાથ ઘરવા કહ્યું. તે પર કડાયો મૂકવા જતાં બધાએ હાથ પાછા ખેંચી લીધા. ત્યારે તેણે પૂછ્યું: કેમ ?' તો કહે, ‘દુઃખ થાય.’ ત્યારે તેણે કહ્યું, ‘તો પછી બીજા જીવોને મારો છો, યજ્ઞમાં હોમો છો તેમને દુઃખ નહીં થતું હોય? તમને દઝાવાય તેથી હાથ ખેંચી લો છો તો હવે બીજા જીવોને દુઃખ થાય એવો ઉપદેશ કરતા
તે
૨૬૩