SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ અટકજો.’ એમ પોતા પર વાત આવે ત્યારે સમજે. અનાર્ય ઘર્મવાળા માત્ર મનુષ્યની દયા સમજે, તેથી અમુક લોકો પશુને બચાવવા પાંજરાપોળ કરે, કીડી વગેરે પ્રાણીને બચાવે તેને જોઈ હસે. તેઓ ઝનૂની એટલે ક્રૂર અને મદાંઘ એટલે બળનું અભિમાન કરનાર હોવાથી જીવોને મારતાં વિચાર ન કરે. બીજા જીવો મરી જાય તો તેમને કંઈ લાગણી ન થાય. તેઓ દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. જ્ઞાનીના બોઘરૂપ પ્રકાશના આઘારે ખુલ્લા હૃદયથી વિચારે, આગ્રહ એટલે સ્વાર્થના વિચારો દૂર કરી જીવોના પક્ષથી વિચારે તો સમજાય કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો દરેકને તેનો આત્મા પ્રિય છે. હું મારા વ્યસન ખાતર એટલે શિકાર, માંસભક્ષણ વગેરે ટેવ ખાતર અને લાભ ખાતર એટલે પીંછા વગેરેના વ્યાપાર ખાતર અસંખ્યાતા જીવોને બેઘડક હણું છું, એ મને અનંત દુઃખનું એટલે નરકાદિ ગતિનું કારણ થઈ પડશે, એવો વિચાર જ તેમને આવતો નથી. તેઓમાં એવી સાચી બુદ્ધિનું બીજ પણ નથી.” (પૃ.૭૧) ઇન્દ્રભૂતિ ગૌતમનું દ્રષ્ટાંત – અપાપા નગરીમાં સૌમિલ નામનો બ્રાહ્મણ ઘનવાન હતો. તેણે યજ્ઞ માટે મોટામાં મોટા અગ્યાર પંડિતોને બોલાવ્યા હતા. તેમાં મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ પણ આવ્યા હતા. જેટલા વઘારે પશુઓને હોમે તેટલો મોટો યજ્ઞ કહેવાય. તે વખતે આકાશમાર્ગે દેવોને જતા જોઈ ઇન્દ્રભૂતિને મનમાં થયું કે આપણા યજ્ઞમાં દેવો આવી રહ્યા છે. પણ તે તો આગળ ચાલ્યા. પછી ખબર પડી કે એ તો ભગવાન મહાવીરના દર્શન કરવા જઈ રહ્યા છે. ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમને વિચાર આવ્યો કે સર્વજ્ઞ સમાન તો છું; મારા સિવાય વળી બીજો કોણ સર્વજ્ઞ છે. એમ પાપ કરીને કદી ઘર્મ માનું નહીં. ૩૬૮. સત્ય વહેવારને છોડું નહીં. (સર્વ) વ્યવહારમાં ગમે તેવા પ્રસંગ પડે તો પણ સત્ય છોડું નહીં. ભગવાને જે મર્યાદાપૂર્વક વર્તવાનું કહ્યું હોય તે પ્રમાણે સત્ય વહેવારથી વર્તુ, બીજી રીતે નહીં. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - સત્ય બોલવું એ કાંઈ મુશ્કેલ નથી, સાવ સહજ છે. જે વેપારાદિ સત્ય વડે થાય તે જ કરવાં. જો છ મહિના સુધી એમ વર્તાય તો પછી સત્ય બોલવું સહજ થઈ જાય છે. સત્ય બોલતાં કદાચ થોડો વખત પ્રથમ થોડું નુકશાન પણ થાય; પણ પછી અનંત ગુણનો ઘણી જે આત્મા તે આખો લૂંટાઈ જાય છે તે લૂંટાતો બંઘ પડે. સત્ય બોલતાં ઘીમે ઘીમે સહજ થઈ જાય છે; અને થયા પછી વ્રત લેવું; અભ્યાસ રાખવો; કેમકે ઉત્કૃષ્ટ પરિણામવાળા આત્મા વિરલા છે.” (વ.પૃ.૭૨૫) “સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે.” (વ.પૃ.૭૭૭) બોઘામત ભાગ-૧'માંથી :- “સત્ય બે પ્રકારે છે : એક વ્યવહારસત્ય ને બીજું પરમાર્થસત્ય. જેવું હોય તેવું કહેવું તે વ્યવહાર સત્ય અને આત્માનો લક્ષ રાખીને બોલે તે પરમાર્થસત્ય. સત્યનો એક અંશ પણ આવ્યો નથી. જ્યારે કસોટી આવે છે ત્યારે ખબર પડે છે. જેને છૂટવું હશે તેને ભય લાગશે કે જૂઠું બોલીશ તો મારા આત્માનો ઘાત થશે. સત્ય ને અહિંસા બે મુખ્ય છે. ગમે તેવો ડાહ્યો હોય પણ સાચ ન હોય તો કંઈ નથી. ગમે તેટલું દાન કરતો હોય પણ અસત્ય હોય તો કંઈ નહીં. સત્ય એ જગતનો આધાર કહેવાય છે. વ્રત લીધું હોય અને પાળે નહીં તો ઘર્મ શું થાય? વચન તો પાળ્યું નહીં. હરિશ્ચંદ્રને કેટલાં કષ્ટ ૨૬૪
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy