________________
સાતસો મનનીતિ
પડ્યાં! પણ સત્ય ન છોડ્યું. રોજ બોલીએ છીએ ‘વચન નયન યમ નાંહિ.” એ બેનો સંયમ કરવાનો છે. બોલતાં વિચાર કરવો કે ક્તિકારી છે કે કેમ? એમ વિચાર કરીને સામાને આપાત ન લાગે તેવું વચન બોલવું'' (બો.૧ પૃ.૧૦૪)
'સમાધિસોપાન'માંથી – “સત્ય વચન છે તે જ ધર્મ છે; સત્ય વચન દાધર્મનું મૂળ કારા છે, અનેક દોષો દૂર કરનાર છે, આ ભવમાં તથા પરભવમાં સુખી કરનાર છે; સર્વને વિશ્વાસ ઊપજવાનું કારણ છે. સર્વ ધર્મોમાં સત્ય વચન મુખ્ય મનાયું છે; સંસાર સમુદ્ર ઓળંગવાનું તે જહાજ છે; સર્વ સદાચરણોમાં સત્ય ઉત્તમ છે; સત્ય જ સમસ્ત સુખનું કારણ છે. મનુષ્યજન્મની શોભા સત્ય છે. સત્ય વડે સર્વ પુણ્ય કાર્યો દીપે છે; અસત્યવાદીનું મહા પુણ્ય કાર્ય પણ પ્રશંસાપાત્ર બનતું નથી. સર્વ ગુણોના સમૂહનો મહિમા સત્યને લઈને છે. સત્યના પ્રતાપે દેવ જેવા સેવા કરે છે. સત્યને આધારે અણુવ્રત કે મહાવ્રત રહેલાં છે. સત્ય વિના વ્રત, સંયમ નિષ્ફળ છે. સત્યના પ્રભાવથી સર્વ સંકટોનો નાશ થાય છે, તેથી જે વચન પોતાને અને પરને ક્તિકારક હોય તેવાં બોલવાં. કોઈને દુઃખ ઊપજે તેવાં વચન ન બોલવાં. પરને પીડાકારી વચન સાચું હોય તોપણ ન કહેવું. અભિમાન રહિત બોલો. પરમાત્માની પ્રતીતિ કરાવનાર વચનો બોલો; પરંતુ પુણ્ય-પાપ, સ્વર્ગ-નરક કંઈ નથી એવા ભાવાર્થનાં નાસ્તિક વચનો ન બોલો.
પરમાગમ ઉપદેશ છે કે આ જીવ અનંતાનંત કાળ તો નિગોદમાં જ રહ્યો. ત્યાં વચનરૂપ કર્મવર્ગણા જ ગ્રહણ કરી નથી. કારણ કે પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં અનંત કાળ કે અસંખ્યાત કાળ રહ્યો ત્યાં તો જિહ્વા ઇન્દ્રિય જ પામ્યો નહીં, બોલવાની શક્તિ પણ પામ્યો નહીં. બેઈન્દ્રિય, ત્રીક્રિય, ચતુર્રિક્રિય અને અસંશી પંચેન્દ્રિય એ ચાર વિકલ ચતુષ્ક અને સંશી પંચેન્દ્રિય તિર્યંચ (પશુ પક્ષી) માં જિહ્વાઇન્દ્રિય તો પામ્યો. પણ અક્ષરસ્વરૂપ શબ્દો બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ નહીં. એક મનુષ્યપણામાં વચન બોલવાની શક્તિ પ્રગટ થાય છે. આવી દુર્લભ વચનશક્તિ અસત્ય બોલીને બગાડી દેવી એ મહા અનર્થ છે. મનુષ્યભવનો મહિમા તો વચન વડે જ છે. નાક, કાન, જીમ,આંખ તો પશુને પણ હોય છે; ખાવું-પીવું, કામ ભોગ આદિ પુણ્ય-પાપ પ્રમાણે ઢોરને પણ પ્રાપ્ત થાય છે; આભરણ, વસ્ત્ર આદિ કૂતરાં, વાંદરા, ગધેડા, ઘોડા, ઊંટ, બળદ ઇત્યાદિને પણ પ્રાપ્ત થાય છે, પરંતુ વચન બોલવાની શક્તિ, સાંભળીને સમજવાની શક્તિ તથા ઉત્તર દેવાની શક્તિ તેમજ ભણવા, ભણાવવામાં ઉપયોગી વચનશક્તિ તે મનુષ્ય જન્મમાં જ મળે છે. માટે મનુષ્ય જન્મ પામીને જેણે વચન બગાડ્યું તેણે આખો ભવ બગાડ્યો. મનુષ્ય જન્મમાં લેવુંજેવું, કહેવુંસાંભળવું, પ્રતીતિ–પરીક્ષા, ધર્મ-કર્મ, પ્રીતિ–વેર વગેરે પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કાર્યો વચનને આધીન છે. જેણે વચન બગાડયું તેણે તો બધો મનુષ્ય જન્મનો વ્યવહાર બગાડી દૂષિત કર્યો. માટે પ્રાણ જતાં પણ પોતાનું વચન દૂષિત ન કરો.’” (પૃ.૨૭૮)
‘યોગશાસ્ત્રમાંથી – “જે મનુષ્યો જ્ઞાન અને ચારિત્રના મુલરૂપ સત્યને જ બોલે છે, તે મનુષ્યોના પગથી રેન્નુવડે કરીને આ પૃથ્વી પવિત્ર થાય છે, તથા સત્યવ્રતરૂપ મહાધનવાળા જે જીવો અસત્ય બોલતા નથી, તેઓને દુઃખ આપવા માટે ભૂત, પ્રેત અને સર્પાદિ કોઈ પણ સમર્થ થતા નથી.’” (પૃ.૧૧૫ ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :- સત્યવ્રત પાલનથી થયેલો ઉદ્ધાર
-
શ્રીકાંત શેઠનું દૃષ્ટાંત – રાજગૃહ નગરમાં શ્રીકાંત શેઠ રહેતા હતા. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે. એક દિવસ બારવ્રતધારી શ્રાવક જિનદાસ નામે કોઈ ત્યાં આવ્યો. શ્રીકાંત શેઠે ભોજન માટે આમંત્રણ આપ્યું. જિનદાસે કહ્યું જેની આજીવિકાના પ્રકાર જાણવામાં ન આવે તેના ઘરે હું
૨૬૫