________________
સાતસો મહાનીતિ
છે, એમ જાણીને ભક્તિ કરવી.” (બો.૧ પૃ.૧૦૬)
“પ્રતિમા જોઈને ભગવાનને યાદ કરવા કે ભગવાન સમવસરણમાં કેવા શાંત બેસતા હતા! કૃપાળુદેવે જેઓ પ્રતિમા પૂજતા ન હતા તેમને પ્રતિમાપૂજક કર્યા અને જે તે પ્રતિમા પૂજક હતા તેમને ભગવાનને પૂજતા કર્યા. બઘા આગ્રહો છોડાવ્યા. કૃત્રિમ પ્રતિમા એટલે બનાવેલી પ્રતિમા અને અકૃત્રિમ પ્રતિમા એટલે ત્રિકાળ રહે એવી પ્રતિમા. મહાવિદેહમાં, મેરુ વગેરે પર્વતો પર શાશ્વત પ્રતિમાઓ છે. ભરતચક્રી મહાવીર થયા પહેલાં થયા હતા પણ તેમણે મહાવીરની પ્રતિમા કરાવી હતી.” (બો.૧ પૃ.૨૨૧)
“બોઘામૃત ભાગ-૩માંથી :- “મૂર્ખસ્ય પ્રતિમા પૂજા” એનો અર્થ શો? એમ આપે પૂછાવ્યું, તેનો ટૂંકો અર્થ એ કે પ્રભુના અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્યનો વિચાર કર્યા વિના માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે તેને મૂર્ખ કહ્યો છે.
પરમકૃપાળુદેવે પ્રતિમાના અંઘ શ્રદ્ધાળુને સાચી શ્રદ્ધાળુ બનાવ્યા છે, પ્રતિમાપૂજકને પ્રભુપૂજક બનાવ્યા છે. ભગવાનના ભાન વિના કાંઈ કરાય છે તે સદ્ગુરુનું શરણ ન હોય તો રૂઢિરૂપ છે અને આગ્રહપોષક હોય છે તેથી અજ્ઞાનને પોષનાર મૂર્ખતારૂપ છે.” (બો.૩ પૃ.૭૪૭)
પ્રશ્ન – સર્વ જીવની રક્ષા કરવી એમ કહ્યું છે ત્યાં ફૂલની પાંખડી પણ દુભાય તો દોષ છે, તો આપણે કેમ હાર ચઢાવાય છે?
ઉત્તર - “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.” એ કડીમાં સર્વમાન્ય ઘર્મ જે દયા તેનું વર્ણન છે. પૂજા આદિ વિષે ત્યાં કંઈ હા કે ના કહેવાનો આશય નથી. જીવ જ્યાં દૂભાય ત્યાં પાપ કહ્યું છે તે સાચું છે. જીવને દૂભવવા અર્થે કોઈ હાર ચઢાવતું નથી. હાર ચઢાવનારનો ઉદ્દેશ ભક્તિ કરવાનો છે. ભક્તિ કરનાર ત્યાગી હોય તે ફૂલથી પૂજા ન કરે; એટલે પુષ્પ કે લીલોતરી જે આહાર કે મોજશોખને અર્થે વાપરતા નથી તેને ફૂલથી પૂજા કરવાનું કહ્યું નથી. પણ જેને લીલોતરીનો ત્યાગ નથી, શાક વગેરેમાં ફુલેવર, કોબી વગેરે વાપરે છે, અંબોડામાં પુષ્પ પહેરે છે, ફૂલની પથારીમાં જે જીવો સૂએ છે, તેવા જીવોને પોતાના મોજશોખ ઓછા કરી ભગવાનને અર્થે ફૂલના જે હાર કરી ચઢાવે છે, તેને તે ફુલના નિમિત્તે પરમકૃપાળુદેવ ભગવાન પ્રત્યે ઉલ્લાસભાવ થાય છે. તે ઘણું પુણ્ય બાંધવાનું કારણ થાય છે; અલ્પ પાપ અને ઘણા પુણ્યની તે પ્રવૃત્તિ છે, એટલે જ્ઞાનીઓએ તેને નિષથી નથી, ના પાડી નથી. પાપ માત્રનો ત્યાગ કરવાનો ભગવાનનો ઉપદેશ છે છતાં આપણે રાંઘવું પડે છે, ખાંડવું પડે છે, દળવું પડે છે કે પાણી વાપરવું પડે છે તેમાં ઘણું પાપ તો થાય છે અને તે તો ઘર્મના કામ નથી, દેહના કામ છે છતાં તે પાપ ઓછા કરવાનું મને થતું નથી અને ભગવાનને ફુલ કેમ ચઢાવે છે એવો વિચાર ઊગે છે, તે માત્ર કુલસંસ્કાર ટૂંઢિયાના હોવાથી થાય છે. તેનો ખુલાસો ન થાય ત્યાં સુધી મનમાં ખટક્યા કરે, તેથી પૂછ્યું છે તે સારું કર્યું છે. સાઘુને વાંદવા ઢુંઢિયા જાય છે ત્યાં સુધી જવામાં ઘણા જંતુઓ મરે છે કારણકે સાઘુની પેઠે જીવ બચાવીને શ્રાવકો વર્તતા નથી; છતાં સાધુનાં દર્શનથી ઘણો પુણ્યલાભ થશે, મોક્ષમાર્ગ મળશે એવી આશાથી પાપનો ભય ત્યાગી વિશેષ લાભની પ્રવૃત્તિ સ્થાનકવાસી પણ કરે છે. સ્થાનક બંધાવવામાં કેટલી બધી હિંસા થાય? તોપણ સાઘુઓ તેનો ઉપયોગ કરે તે પુણ્યકારણ છે એમ ગણીને મકાન બંઘાવે છે, પણ પરિગ્રહનો ત્યાગ કર્યો હોય તે તેવું મકાન ન બંઘાવે. તેમ લીલોતરીના ત્યાગી પુષ્પ આદિ સાવદ્ય હિંસા જેમાં થાય તેવી ચીજોથી પૂજા ન કરે. ઊનું પાણી વાપરે તે ભગવાનની પૂજા ઠંડા પાણીથી ન કરે. તેવી જ
૨૬૧