________________
૩૬૫. પ્રતિમાને નિરખું નહીં.
લાકડાની કે પત્થરની જો સ્ત્રીની પ્રતિમા હોય તો નિરખું નહીં. તે વિકારનું કારણ થાય છે માટે.
સાતસો માનીતિ
ચિત્રસેન અને પદ્માવતીનું દૃષ્ટાંત – ‘પ્રવેશિકા'ના એકાવનમાં પાઠમાં ચિત્રસેનની કથા છે. તેમાં ચિત્રસેન રાજકુમારને પદ્મોતર રાજાની પુત્રી પદ્માવતીની લાકડાની મૂર્તિ જોતાં મૂર્છા આવી ગઈ. ભાન આવ્યું ત્યારે કહ્યું કે આ સ્ત્રી મને ન મળે તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. એમ જીવને પૂર્વ સંસ્કારોને લઈને મોહ થઈ જાય છે. રાગના દૃશ્યો જોવાથી રાગ થઈ આવે છે માટે સ્ત્રીની પ્રતિમા નિરખું નહીં. પણ વીતરાગની પ્રતિમા જોવાથી વીતરાગતા પ્રગટે છે માટે તેને ભક્તિભાવથી નિરખું. ૩૬૬. પ્રતિમાને પૂજું. (કેવળ ગૃહસ્થ સ્થિતિમાં)
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – પ્રશ્ન – કિરતચંદભાઈ જિનાલય પૂજા કરવા જાય છે? ઉત્તર – ના સાહેબ, વખત નથી મળતો.
વખત કેમ નથી મળતો? વખત તો ધારે તો મળી શકે, પ્રમાદ નડે છે. બને તો પૂજા કરવા જવું.'
(વ.પૃ. ૬૬૦)
“પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલોતરીનો નિયમ નથી તે પોતાના હેતુએ તેનો વપરાશ ક્રમ કરી ફૂલ પ્રભુને ચડાવે, ત્યાગી મુનિને તો પુષ્પ ચડાવવાનો કે તેના ઉપદેશનો સર્વથા નિષેધ છે. આમ પૂર્વાચાર્યોનું પ્રવચન છે.’’ (વ.પૃ.૬૭૮)
*“ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર પણા છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે; પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ સર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે; તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તી નહીં; જેથી તે સેવા અખંડ જ રહે.'' (વ.પૂ.૫૭૪)
‘બોધામૃત ભાગ-૧’માંથી –
“ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.”
“ભાવ હોય તો બધું થાય. પ્રવૃત્તિથી નિવર્તીને ભગવાન પાસે આવે ત્યારે એવા ભાવ થવા જોઈએ કે હે ભગવાન, રખડતો, રખડતો આપને શરણે આવ્યો છું. મારે હવે કોઈ શરણરૂપ નથી. ભગવાનના દેરાસરરૂપ સમવસરણમાં આવતા એવી ભાવના હોય તો ખરી પૂજા છે.” (બો.૧ પૃ.૩૪૦)
“મુમુક્ષુ – ‘સમાધિસોપાન'માં આવે છે કે પ્રતિમાને વંદન કરવું, પૂજા કરવી વગેરે પ્રત્યક્ષ વિનય છે, તો તે પ્રત્યક્ષ વિનય કેવી રીતે?
પૂજ્યશ્રી – ભાવ પ્રત્યક્ષના કરવાના છે. ભગવાન તીર્થંકર જ્યારે વિચરતા હતા, ત્યારે આ જીવ ક્યાંય એકેન્દ્રિયાદિમાં ભટકતો હશે અને હવે મનુષ્યભવ મળ્યો છે, પણ તેવો યોગ નથી. તે માટે ભગવાનના મંદિરમાં જઈને ભાવના કરવી કે સાક્ષાત્ ભગવાન વિરાજ્યા છે. આ મંદિર છે તે સમવસરણ
૨૬૦