________________
સાતસો મહાનીતિ
પુત્ર નીચો નમી ગૃહમાં જતો અને સન્મુખ રહેલા જિનબિંબને જોતો હતો. એવી રીતે શ્રેષ્ઠીએ પુત્રને દ્રવ્યથી વંદના કરાવી, પણ ભાવથી કરાવી શક્યા નહીં, કારણ કે ભાવ તો પોતાના આત્માને જ આધીન છે. પછી તે શ્રેષ્ઠીપુત્ર આયુષ્યના ક્ષયથી મૃત્યુ પામી છેલ્લાં સ્વયંભૂરમણ સમુદ્રને વિષે મત્સ્યપણાને પ્રાપ્ત થયો. ત્યાં સમુદ્રમાં ભમતાં ભમતાં અન્યદા એક જિનપ્રતિમા જેવી આકૃતિવાળો મત્સ્ય તેના જોવામાં આવ્યો. ‘નળીઆ અને વલયના આકાર સિવાય નર વિગેરે અનેક પ્રકારની આકૃતિવાળા મસ્યો થાય છે એમ વૃદ્ધો કહે છે.” તે મત્સ્યની જિનબિંબ જેવી આકૃતિ જોઈ તેને જાતિસ્મરણ થઈ આવ્યું, તેથી પૂર્વભવનું સ્મરણ થતાં તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે
અહો!મારા પિતાએ મને અનેક રીતે બોઘ કર્યો, તથાપિ હું બોધ પામ્યો નહીં. મને ધિક્કાર છે. મેં અનેક દોષથી મુક્ત એવા જિનેશ્વર ભગવંતની પણ આરાઘના કરી નહીં. હવે હું તિર્યંચ થયો છું તેથી શું કરી શકું? તથાપિ આ તિર્યંચના ભાવમાં પણ બની શકે એટલો ઘર્મ કરું.” આવું વિચારી તેણે સુક્ષ્મ મસ્ય અને સચિત્ત જળની હિંસા કરવાનો નિયમ લીઘો. પછી ઘીમે ઘીમે જળની બહાર નીકળી ચોવીસ પહોરનું અનશન સારી રીતે પાળી મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવપદને પ્રાપ્ત થયો. ત્યાં શાશ્વતી જિનપ્રતિમાની પૂજા કરતાં અવધિજ્ઞાન વડે પોતાનું પૂર્વભવનું સર્વ સ્વરૂપ જાણી જિનબિંબના દર્શનનો મહાન ઉપકાર લોકોને દર્શાવવાને માટે ભાવજિનની (સાક્ષાત્ જિનની) આગળ આવી બાર પર્ષદાની સમક્ષ બોલ્યો-“હે વીતરાગ! તમારી પ્રતિમા પણ સાક્ષાત્ પ્રભુના જેવી ઉપકાર કરનારી છે. મેં તે બરાબર અનુભવ્યું છે.” આ પ્રમાણે કહી તેણે સ્વર્ગને અલંક્ત કર્યું. તેના ગયા પછી પર્ષદાએ તેનું વૃત્તાંત પૂછ્યું એટલે પ્રભુએ તેનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સર્વ સભા જિનપ્રતિમાની વંદના વગેરે કરવામાં તત્પર થઈ.” (પૃ.૧૩૪)
શ્રી શય્યભવસૂરિનું દ્રષ્ટાંત – “શ્રી જંબુસ્વામીની પાટે પ્રભવસૂરિ હતા. તેમણે શ્રુતજ્ઞાન વડે પોતાના પદને યોગ્ય એવા કોઈ મુનિ પોતાના શિષ્યોમાં કે પોતાના ગચ્છમાં દીઠા નહી. પછી તેમણે પોતાની શ્રુતદ્રષ્ટિથી જોયું, એટલે રાજગૃહી નગરીમાં શäભવ નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના પદને યોગ્ય જોવામાં આવ્યો. પછી ગુરુ ત્યાં આવ્યા. તે શયંભવ બ્રાહ્મણ અનેક બ્રાહ્મણોને એકઠા કરી યજ્ઞકર્મ કરાવતો હતો. તેમને બોઘ કરવાને માટે બે ચતુર સાધુને યજ્ઞસ્થળે મોકલ્યા. સાઘુઓ ત્યાં જઈ આ પ્રમાણે શ્લોકનાં બે પદ બોલ્યા – “સરો! hષ્ટમો છું, તત્ત્વ ન જ્ઞાય પર” “અહો! કષ્ટની વાત છે કે મહાકષ્ટ કરે છે, પણ પરમ તત્ત્વને જાણતા નથી.” આ પ્રમાણેના બે પદ કહી તેઓ સત્વર પાછા વળ્યા. તે સાંભળી શäભવ વિષે વિચાર્યું કે “આ સાધુ જરૂર મૃષાભાષી ન હોય, આવું વિચારી તેણે યજ્ઞાચાર્યને તત્ત્વ પૂછ્યું. તેમણે કહ્યું – “યજ્ઞ જ તત્ત્વ છે.” તથાપિ સંશયને પામેલો શäભવ તે સાઘુની પછવાડે સત્વર ચાલ્યો અને પ્રભવસૂરિ પાસે જઈ તેણે સૂરિને તે વિષે પૂછ્યું એટલે સૂરિ બોલ્યા- “ભદ્ર! જો તું ભય દેખાડીશ તો તે યજ્ઞાચાર્ય જ તને તત્ત્વ કહેશે.' તેણે પાછા આવી ખગ્ન ખેંચીને યજ્ઞાચાર્યને કહ્યું-“તત્ત્વ કહો, નહિ તો આ ખગ્નવડે તમારા શિરનો છેદ કરી નાખીશ.” પછી યજ્ઞગુરુએ ભય પામી યજ્ઞના સ્તંભ નીચે સ્થાપિત કરેલી શ્રી શાંતિનાથ જિનની મૂર્તિ તેને કાઢી બતાવી. મૂર્તિ જોઈ તે વિચારમાં પડ્યો કે અહો! આ મૂર્તિ નિરુપમ છે. પછી તે મૂર્તિ લઈ તે શઠંભવ બ્રાહ્મણ સૂરિની પાસે આવ્યો અને તે દેવનું સ્વરૂપ પૂછ્યું. સૂરિના એક જ ઉપદેશથી પ્રતિબોઘ પામીને શય્યભવે પરંપરાગત મિથ્યાત્વ છોડી આશાતના વગરની ભૂમિ ઉપર મૂર્તિ સ્થાપિત કરી, દીક્ષા લઈ અનુક્રમે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. સૂરિએ તેને પોતાના પદ ઉપર સ્થાપિત કર્યા.” (પૃ.૧૪૨)
૨૫૯