________________
સાતસો મહાનીતિ
ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી :- “જિનેશ્વર ભગવંતની પ્રતિમા જિનેશ્વર ભગવંતની સમાન જાણવી. સૂત્રોક્ત આઘાર અને યુક્તિ એમ બન્ને પ્રકારવડે તેની
વિધિપૂર્વક સ્થાપના સ્વર્ગના સુખને આપનારી છે.” “લૌકિક શાસ્ત્રમાં પણ મૂર્તિસેવાથી કાર્યસિદ્ધિ કહેલી છે; તે વિષે મહાભારતમાં એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે –
એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિમાં ગુરુભાવ લાવી વિદ્યા સિદ્ધ કરી
એકલવ્યનું દ્રષ્ટાંત - “પાંડવાદિક દ્રોણાચાર્યની પાસે ઘનુર્વિદ્યા શીખતા હતા. તેમાં અર્જુને તે વિદ્યા સત્વર શીખી લીધી. પછી અર્જુને ગુરુના ચરણમાં નમીને કહ્યું – “હે ગુરુ! તમે જેવી વિદ્યા મને શીખવી છે તેવી વિદ્યા બીજાને શીખવવી નહીં.” દ્રોણાચાર્યે ખુશીથી તેમ કરવા કબૂલ કર્યું. એક વખતે કોઈ એકલવ્ય નામનો ભિલ્લ ઘનુર્વિદ્યા શિખવાની ઇચ્છાએ દ્રોણાચાર્ય પાસે આવી પોતાને શીખવવાની માગણી કરી. ત્યારે દ્રોણાચાર્ય મૌન ઘરી રહ્યા. પછી ભક્તિવાળા ભિલ્લે ગુરુબુદ્ધિએ દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી, શુદ્ધ સ્થાનમાં સ્થાપિત કરી અને પ્રતિદિન પ્રભાતકાળે તેના ચરણમાં નમીને કહેતો-“હે ગુરુજી! પ્રસન્ન થઈને મને વિદ્યા આપો.” પછી તે ગુરુની આગળ હાથમાં ઘનુષ્ય લઈ તેમાં બાણ યોજી ચિંતવેલા પત્રો એટલે પાનને વીંઘતો હતો અને એવી રીતે પત્રમાં હાથી, ઘોડા વિગેરેનાં રૂપ પણ બાણવડે કોતરતો હતો. એક વખતે અર્જુન તે વનમાં આવી ચઢ્યો. તેણે તે કોતરેલાં પત્રો જોઈ વિચાર્યું કે જરૂર ગુરુએ પોતાની પ્રતિજ્ઞાનું વિસ્મરણ કરીને કોઈને ઘનુર્વિદ્યા આપી લાગે છે; નહીં તો આવું અદ્ભુત કાર્ય કોણ કરી શકે? પછી અર્જુને ગુરુ પાસે આવી કહ્યું – “ભગવન્! આપે પ્રતિજ્ઞા તોડી લાગે છે.” ગુરુ દ્રોણ બોલ્યાઅર્જુન! મારી પ્રતિજ્ઞા પાષાણની રેખાની જેવી અચલ છે.” પછી સંશનિવારણ માટે તે બન્ને વનમાં ગયા. ત્યાં મૃત્તિકાની દ્રોણાચાર્યની પ્રતિમા તેમના જોવામાં આવી. પેલો ભિલ્લ પ્રાતઃકાળે તે પ્રતિમા પાસે આવી નમીને કહેવા લાગ્યો-“ગુરુજી! અર્જુન જેવી મને ઘનુર્વિદ્યા આપો.” એમ કહી તે વૃક્ષના પત્રને બાણથી કોતરવા લાગ્યો; તે જોઈ તેઓએ ભિલ્લને પૂછ્યું – “તારા ગુરુ કોણ છે?” ભિલ્લે કહ્યું-“મારા ગુરુ દ્રોણાચાર્ય છે.એમ કહી તેણે મૃત્તિકાની મૂર્તિ બતાવી અને કહ્યું કે “આ પ્રતિમાએ મને ઘનુર્વિદ્યા શીખવી છે. ભક્તિથી શું નથી બનતું? તે જોઈ અર્જુનને ખેદ થયો. પછી દ્રોણાચાર્યે ભિલ્લને કહ્યું મારા પ્રસાદથી તને વિદ્યાની સિદ્ધિ થઈ, માટે હું જે માંગુ તે દક્ષિણા તરીકે આપ.” તે બોલ્યો-“ગુરુજી! આ શરીર જ તમારું છે, તેથી જે રુચે તે માંગી લો.” દ્રોણાચાર્યે તેના જમણા હાથનો અંગૂઠો માગ્યો. ગુરુભક્ત ભિલ્લે તરત જ તે કાપી આપ્યો. અંગૂઠો જવાથી તેની ઘર્તુવિદ્યા અર્જુન કરતાં કંઈક ન્યૂન થઈ ગઈ, તથાપિ એ ભિલ્લને દ્રોણાચાર્ય ઉપર જરા પણ ખેદ થયો નહીં. આ પ્રમાણે સ્થાપનાથી કાર્યની સિદ્ધિ કહેલી છે.” (પૃ.૧૩૩)
મૂર્તિના દર્શન માત્રથી ભાવમાં કલ્યાણ જિનદાસ શ્રાવકનું દ્રષ્ટાંત - “પૃથ્વીપુર નામના નગરમાં જિનદાસ નામે પરમ શ્રાવક હતો. તેને દેવદત્ત નામે એક પુત્ર હતો. તે સાતે વ્યસનોનો સેવનારો હતો. જિનદાસ તેને પ્રતિદિવસ ઘર્મશિક્ષા આપતો, પણ શઠપણાથી તે બિલકુલ ગ્રહણ કરતો નહીં, કારણ કે તે સ્વભાવે વક્ર હતો.
અન્યદા તેના પર કૃપા લાવીને તેના પિતાએ ગૃહપ્રવેશના દ્વારની સામે જ શુભ સ્થળ ઉપર એક જિનમૂર્તિ સ્થાપના કરી. આ પ્રમાણે તે શ્રેષ્ઠી નિત્ય તે જિનેશ્વરની સ્તુતિ કરતા હતા. તેનો પુત્ર તે પ્રતિમાને જોતો, પણ સ્તુતિ કરતો નહીં અને વંદના પણ કરતો નહીં. પછી શ્રેષ્ઠીએ ગૃહનું દ્વાર નીચું કર્યું. એટલે તેનો
૨૫૮