________________
સાતસો મહાનીતિ
આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું.” (વ.પૃ.૧૭૩)
“ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દ્રષ્ટિવિમુખ થયાં, વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી , વિરાઘાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજાં હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયા.” (વ.પૃ.૬૬૫)
ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદ્રષ્ટિએ લાખોગમે લોકો વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાખી દીઘી. એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું.” (૨.૫.૫૭૫)
“બોઘામૃત ભાગ-૩'માંથી - “બીજું પ્રતિમા વિષે પૂછ્યું તે વિષે જણાવવાનું કે પ્રતિમા તો પ્રભુને યાદ કરવાનું સાધન છે. પ્રતિમા પુરુષાકારે હો કે માત્ર સામાન્ય ગમે તેવા રૂપે હો પણ કેવળજ્ઞાનરૂપ નેત્રવાળા ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે તેમાં ભેદ માની, મારા મતની પ્રતિમા અને બીજાનાં મતની પ્રતિમા માની, વિક્ષેપ કરવો તે નરદમ મૂર્ખતા છેજી. ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વઘવાના અનેક માર્ગ છે; તેમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે એ આશ્ચર્ય છે! કોઈ પહેલાં અહીં આવેલો તેણે મને પૂછેલું કે ખાનગી તમને આટલું પૂછવું છે કે ભગવાનની પ્રતિમા ચક્ષુવાળી પૂજવી તે દ્રવ્ય મિથ્યાત્વ ખરું કે નહીં? મેં જણાવેલું કે ભગવાનને પૂજવાના છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે? પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભારો તે જ મિથ્યાત્વ છે. ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી. કેવળજ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાન છે. તેમને ગમે તે નિમિત્તે યાદ કરે તો કલ્યાણ છે. નહીં તો ઝઘડા કરનારનું ઠેકાણું પડે તેમ નથી. મતમતાંતરોમાં માથું મારનારની આવી દશા થાય છે. પરમકૃપાળુદેવે તો મતમતાંતરનાં પુસ્તકો પણ હાથમાં લેવાની ના પાડી છે. જેથી મતમતાંતર મટી સત્ય ભણી વૃત્તિ જાય તે જ કર્તવ્ય છેજી. નવા મુસલમાન અલ્લા પોકારતાં શ્વાસ પણ ન ઘૂટે એમ કહેવાય છે, તેમ નવા દિગંબરો નાની નાની વાતોમાં મિથ્યાત્વ જોનારા થઈ જાય છે. મિથ્યાત્વ પોતાનામાં જોઈ દૂર કરશે તેનું કલ્યાણ થશે.” (પૃ.૭૦૮)
“બોઘામૃત ભાગ-૨'માંથી - “ભગવાન તો નિરાકાર છે. તેથી ખ્યાલ આવે નહીં; પણ શાંતભાવવાળી મૂર્તિ હોય તો તે જોઈ જગત ભૂલી જવાય અને ભગવાનના ગુણોમાં લીનતા થાય, ઉલ્લાસ થાય. પોતાના ભાવ ફેરવવા માટે, જગતના ભાવો ભૂલી ભગવાનના ગુણો સંભારવા માટે મૂર્તિ છે. ઘણાને જિનપ્રતિમા જોઈને સમતિ થાય છે. ભગવાનનાં સમવસરણમાં જાય ત્યાં ભગવાનનો પ્રભાવ એવો છે કે બધા જીવો શત્રુભાવ ભૂલી જાય, વૈરવાળા જીવો મૈત્રીભાવવાળા થઈ જાય. એ બઘો કેવળજ્ઞાનનો પ્રભાવ છે.” (બો.૨ પૃ.૧૩)
‘જીવનકળા'માંથી :
એક સ્થાનકવાસી મુનિનું દ્રષ્ટાંત – “પ્રતિમાજી સંબંધી પોતે જણાવ્યું કે સ્થાનકવાસીના એક સાધુ જે ઘણા વિદ્વાન હતા. તેઓ એક વખત વનમાં વિહાર કરીને જતા હતા. ત્યાં એક જિન દેરાસર આવ્યું. તેમાં વિશ્રાંતિ લેવા પ્રવેશ કર્યો તો સામે જિનપ્રતિમા દીઠી, તેથી તેની વૃત્તિ શાંત થઈ અને મનમાં ઉલ્લાસ થયો. શાંત એવી જિન પ્રતિમા સત્ય છે એવું તેમના મનમાં થયું.” (પૃ.૨૧૯)
૨૫૭