________________
સાતસો મહાનીતિ
સમયસાર નાટક'માંથી - નિશ્ચયનયના ગ્રંથો વાંચી ક્રિયાઓ મૂકી દીધી બનારસીદાસનું દ્રષ્ટાંત – “આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મરસના રસિક
એક સજ્જન હતા. કવિવર બનારસીદાસનો તેમની સાથે વિશેષ સમાગમ હતો. તેઓ કવિવરની વિલક્ષણ કાવ્યશક્તિ જોઈને આનંદિત થયા હતા. પરંતુ તેમની કવિતામાં આધ્યાત્મિક વિદ્યાનો અભાવ જોઈને કોઈ કોઈ વાર દુઃખી પણ થતા હતા. એક દિવસે અવસર પામી તેમણે કવિવરને પં.રાજમલજી કૃત સમયસાર ટીકા આપીને કહ્યું કે આપ આ એકવાર વાંચો અને સત્યની ખોજ કરો. તેમણે તે ગ્રંથ કેટલીયે વાર વાંચ્યો, પરંતુ ગુરુ વિના તેમને અધ્યાત્મનો યથાર્થ માર્ગ સૂઝયો નહીં અને તેઓ નિશ્ચયનયમાં એટલા તલ્લીન થઈ ગયા કે બાહ્ય ક્રિયાઓ કરવાની પણ મૂકી દીધી. તેમણે જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ બિલકુલ છોડી દીધી, ત્યાં સુધી કે ભગવાનને ચડાવેલું નૈવેદ્ય પણ ખાવા લાગ્યા.
સૌભાગ્યવશ પં.રૂપચંદજીનું આગ્રામાં આગમન થયું. પંડિતજીએ તેમને અધ્યાત્મના એકાન્ત રોગથી ગ્રસિત જોઈને ગોમ્મસારરૂપ ઔષઘનો ઉપચાર કર્યો. ગુણસ્થાન અનુસાર જ્ઞાન અને ક્રિયાઓનું વિધાને સારી રીતે સમજતાં જ તેમની આંખો ખુલી ગઈ. ગોમ્મસાર વાંચી લીધા પછી જ્યારે તેમના હૃદયના પડ ખુલી ગયા ત્યારે ભગવાન કુંદકુન્દાચાર્ય પ્રણીત સમયસારનો ભાષા પદ્યાનુવાદ કરવાનું શરૂ કર્યું. ભાષા સાહિત્યમાં ‘સમયસાર નાટક' ગ્રંથ અદ્વિતીય અને અનુપમ છે. એમાં ઘણી સરળતાથી અધ્યાત્મ જેવા કઠિન વિષયનું વર્ણન કરેલ છે. (પૃ.૨૦૦૧) ૩૬૩. નગ્ન ચિત્ર નિહાળું નહીં.
નગ્ન ચિત્ર હોય કે મૂર્તિ હોય તે જોઉં નહીં. તે વિકાર થવાનું કારણ છે. તે જોવાથી અંતરમાં પડેલા વિકારો જાગૃત થાય છે. ૩૬૪. પ્રતિમાને નિંદું નહીં.
ભગવાનની પ્રતિમાની કોઈ દિવસ નિંદા કરું નહીં. પ્રશાંતરસમાં ડૂબેલી એવી વીતરાગ પ્રતિમાના દર્શનમાત્રથી વિષય કષાય શાંત થાય છે. એવી પ્રતિમાની નિંદા કરવી એ મોટી આશાતના છે. એથી જીવ દુર્લભબોઘીપણું પામે છે.
શ્રીમદ્ રાજચંદ્રમાંથી – “એ સઘળા મતોમાં કેટલાક તો સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદ – એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉત્થાપે છે. (એ મુખ્ય વિવાદ છે.)
બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાઘન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોઘ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબોથિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું.
મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની
૨૫૬