________________
સાતસો મહાનીતિ
હે પિતાજી! તે સર્વ ઋદ્ધિ સહિત હું શંખપુરી નગરીની પાસે જઈ પહોંચી, પરંતુ સારું મુહૂર્ત ન હોવાથી પ્રવેશના મુહૂર્ત માટે પતિની સાથે નગરીની બહાર ઉદ્યાન ભાગમાં રહી. ત્યાં કેટલાક સુભટો પોતાના ઘેર ગયા અને અમે થોડા સુભટો સાથે રાત્રિએ ત્યાં રહ્યા. તેવામાં ત્યાં ઘાડ પડી. એટલે તમારા જમાઈ પોતાનો જીવ બચાવવા નાસી ગયા, અને હું તે હું ઘાડપાડુઓના હાથમાં પકડાઈ ગઈ. વળી ઘાડપાડઓના સુભટોએ નેપાલદેશમાં મને ધન લઈને વેચી. ત્યાં એક સાર્થવાહે વેચાતી લીઘી. અહો! જે લલાટમાં લખ્યું હોય તે જ પ્રમાણે ફલીભૂત થાય છે.
પછી તે સાર્થવાહે મહાકાલ રાજાના બબ્બરકુળમાં વેશ્યાની દુકાને મને વેચી. વેશ્યાએ વેચાતી લઈ નૃત્યકળા શીખવી નટી બનાવી. નાટકના મહાશોખીન મહાકાળ રાજાએ નાટકની મંડળીઓ ખરીદી, તેમાં મને પણ વેચાતી લીઘી. મારી પાસે અનેક પ્રકારનાં નૃત્યો કરાવ્યાં. પછી મહાકાળ રાજાએ મદનસેનાના લગ્નમાં મદનસેનાના પતિને દાયજામાં મને આપી.
પછી હે પિતાજી! તે મદનસેનાના પતિની આગળ નાટક કરતાં ઘણા દિવસો વ્યતીત થયા. પરંતુ આજે આપણું કુટુંબ જોઈને મારું દુઃખ ઉભરાઈ આવ્યું અને તમોને પણ દયા આવી. વળી, તમે મને પરણાવી ત્યારે મયણાને કોઢીયા સાથે પરણાવી તે દુઃખને જોઈને મેં પોતાની મોટાઈનો ગર્વ કર્યો હતો, તે ગર્વ આજે મને મયણાસુંદરીના પતિના દાસી સ્વરૂપે પ્રગટ થયો, અર્થાત્ તે અભિમાનથી આજે મારે મયણાના પતિની દાસી થવું પડ્યું.
હવે સુરસુંદરી મયણાની પ્રશંસા કરતાં કહે છે કે – મયણાસુંદરીએ ખરેખર ! સ્વજનવર્ગમાં એક વિજયપતાકા પ્રાપ્ત કરી છે. કારણકે જેના શીયળવ્રતનો મહિમા લીલાસહિત કસ્તુરીની જેમ જગતમાં મહેકી રહેલ છે. વળી મયણાસુંદરીએ આરાધના કરેલ બળવાન એવો જૈનધર્મ આજે કલ્પવૃક્ષના જેવો ફળ્યો છે, અને મેં સેવેલો મિથ્યાધર્મ આજે મને વિષવૃક્ષના વિષફળોની જેમ પ્રગટ થયો છે. (પૃ.૨૩૭)
૫૦૧. મા, બહેનથી એકાંતે ૨હું નહીં.
મા, બહેન સાથે પણ એકાંતમાં રહ્યું નહીં.
પ્રધુમ્નકુમારનું દૃષ્ટાંત – માતારૂપે પાલન ક૨વા છતાં ભાવમાં વિકૃતિ. પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવનો શત્રુ દેવ થયો હતો. તેણે પ્રદ્યુમ્નકુમારનો જન્મ થતા જ તેને હરી જઈ, તેને એક ટંકશિલા ઉપર મૂકી ચાલ્યો ગયો. ત્યાં એક વિદ્યાધર રાજા આવ્યો અને તેને લઈ જઈ પોતાની સ્ત્રીને પુત્ર ન હોવાથી આપ્યો. તેના લાલનપાલનથી તે ૧૬ વર્ષનો યુવાન થયો. એક દિવસે તેનું રૂપ જોઈ વિદ્યાધર રાજાની સ્ત્રી જેણે માતારૂપે પુત્રનું પાલન કર્યું છે તે તેના પર મોહિત થઈ ગઈ. તે જોઈ પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે તું તો મારી માતા છે. ત્યારે તેણીએ કહ્યું કે હું તારી ખરી માતા નથી. છતાં કુમાર મહેલની બહાર નીકળી ગયો. માટે મહાપુરુષો કહે છે કે મા, બહેન કે પોતાની દીકરીની સાથે પણ એકાંતમાં રહેવું નહીં; કારણ વિષયોની પ્રબળતા ભલભલાને ભૂલાવી દે છે.
‘શ્રી વીશ સ્થાનક તપ આરાધન વિધિ'માંથી – અપ૨માતાનો પુત્ર પ્રત્યે અશુભ રાગ પુરંદર કુમારનું દૃષ્ટાંત – વણારસી નામે નગરીમાં વિજયસેન રાજા પ્રજાનું પાલન કરતો હતો. તેને પુરંદર નામે રાજકુમાર હતો. તે કામદેવ સમાન સ્વરૂપવાન હતો. તેની અપરમાતા તેનું રૂપ જોઈ તેના ઉપર રાગવાળી થઈ.
૩૮૬