________________
સાતસો મનનીતિ
છે, મૂર્ખ છે, અજ્ઞાની છે, ઇત્યાદિ કર્કશ વચન છે. દેશ, કાળને યોગ્ય નહીં તેવાં પોતાને અને પરને મહા સંતાપ ઉપજાવનાર વચન અસમંજસ વચન છે. પ્રયોજન વગર ઉત્તપણે બવાદ કરવો તે પ્રલપિત વચન છે.'' (પૃ.૨૮૨)
“હે જ્ઞાનીજન! જગતમાં પ્રિય, હિતકર, મધુર વચન બહુ ભર્યાં છે; સુંદર શબ્દોની ખોટ નથી; તો નિંદ્ય વચન શા માટે બોલવાં? નીચ પુરુષને બોલવા લાયક હૈ, તું' ઇત્યાદિ તોછડાં ટુંકારાભર્યાં વચન પ્રાણ જતાં પણ ન બોલો. અધમપણું કે ઉત્તમપણું વચન પરથી જ પરખાઈ આવે છે. નીચ જાતિનાં લોક બોલે તેવાં નિંધ વચન છોડીને પ્રિય, હિતકર, મધુર, સામાને અનુકૂળ, ધર્મમય વચન બોલો..
જે અન્યને દુઃખદાયી વચન કહે છે, ખોટાં આળ ચઢાવે છે તેના પાપે અહીં જ તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, જીભ ાઠી પડી જાય છે, આંધળા થાય છે, પાંગળા થાય છે, દુર્ધ્યાનથી મરીને નરક તિર્યંચ આદિ દુર્ગતિનો યોગ પામે છે; અને સત્યના પ્રભાવથી અહીં જ ઉજ્જવળ યશ, વચનસિદ્ધિ, દ્વાદશાંગ આદિ શ્રુતજ્ઞાન પામીને પરભવમાં ઇંદ્રાદિક મહર્ષિક દેવ થઈને, તીર્થંકર આદિ ઉત્તમ પદ પામીને નિર્વાણ પામે છે. તેથી ઉત્તમ સત્યધર્મ ધારણ કરો.'' (પૃ.૨૮૫) અને અયોગ્ય વચને બોલાવો નહીં. ૫૦૦. આજીવિકા અર્થે નાટક કરું નહીં.
આજીવિકા અર્થે વર્તમાનમાં પોતે કે પોતાના બાળકોને સિનેમાની શુટીંગમાં મોકલે તો તે નાચ કરતા થઈ જાય. હલકા લોકોની સંગતિથી સાતે વ્યસનો વળગી પડે અને જીવન બરબાદ થઈ જાય. પછી એક બીજાને મોહ કેમ પમાડવો એ જ એમનો ધંધો થઈ પડે છે. ઉત્તમ કુળ પામ્યા છતાં નીચકુળ જેવા કામો થઈ જાય છે. માટે આજીવિકા અર્થે નાટક ભજી નટ થાઉં નહીં.
સુર સુંદરીને પોતાની આજીવિકા અર્થે ઇચ્છા વગર નાટક કરવું પડ્યું હતું તે વિષે જણાવે છે : ‘શ્રીપાલ રાજાના રાસ'માંથી – પુણ્ય પાપના ફળો
સુરસુંદરીનું દૃષ્ટાંત – સર્વે સ્વજન વર્ગ ભેગો થયે છતે આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે, ત્યારે તેજવંત એવા શ્રીપાલ રાજાએ નાટક કરવા માટે નૃત્યકારોને આદેશ આપ્યો.
તે સમયે નાટકનું પહેલું ટોળું નાચવા માટે પોતાની ઇચ્છાનુસાર ઊભું થયું. પરંતું તેમાં જે એક મુખ્ય નટી હતી તે ઘણા પ્રકારે હેવા છતાં પણ ઊઠતી નથી. ત્યારે તેને ઘણી મહેનતે ઊભી કરી તો પણ તે નટી મનમાં ઉત્સાહ ધારણ કરતી નથી, અને પેદસહિત હા! હા! બોલીને મુખથી નીચે પ્રમાણે કહેવા લાગી. ‘‘ક્રિઠા માલવ કિતા શંખપુર, કિતા બબ્બર દિઠા નટ્ટ, સુરસુન્દરી નચાવીએ, દૈવે દળ્યો વિમરટ્ટ (ગર્વ)''
અહો ! ક્યાં મારો માલવ દેશમાં જન્મ? ક્યાં શંખપુરના ધણી સાથે પરણવું? ક્યાં બરકુળમાં મને વેચવી? અને નાટક કરતા શીખવું? હા! હા! ભાગ્યે મારો ગર્વ ગાળી નાખ્યો અને નાચતી કરી. આ પ્રમાણેનાં વચનો સાંભળી માતાપિતા વગેરે સર્વે મનમાં વિસ્મિત ચિત્તવાળા થયાં છતાં વિચારવા લાગ્યાં કે અહો! આ આપણી પુત્રી સુરસુંદરી હશે કે શું? પણ તે આ સ્થિતિમાં ક્યાંથી હોય? એટલામાં તો સુરસુંદરી રડતી રડતી પોતાની માતાના ગળામાં વળગી પડી. ત્યારે રડતી પોતાની પુત્રીને રાજાએ દુઃખસ્થિતિનું કારણ પૂછ્યું, ત્યારે સુરસુંદરી સર્વ હકીકત કહેવા લાગી કે હે પિતાજી! તમે જે મને સર્વ સંપત્તિ સહિત વિદાય આપી. ત્યાર પછી શું બન્યું તે વૃત્તાંત હવે કહું છું.
૩૮૫