________________
સાતસો મહાનીતિ
રહિત જેનું શરીર છે અને અસંખ્યાત બળ પરાક્રમનો ઘારક છે એવા ઇંદ્રનું પણ પતન થાય છે તો અન્ય કોણ શરણ છે? જેવી રીતે નિર્જન વનમાં વાધે પકડેલા હરણના બચ્ચાને કોઈ બચાવવા સમર્થ નથી, તેવી રીતે મૃત્યુથી પકડાયેલા પ્રાણીને બચાવવા
કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષો નાશ પામ્યા છે ત્યાં કોણ શરણરૂપ છે? કોઈ એવું ઔષધ, મંત્ર, યંત્ર, ક્રિયા, દેવ, દાનવાદિક છે નહીં કે જે એક ક્ષણમાત્ર કાળથી બચાવે. જો કોઈ દેવ, દેવી, વૈદ્ય, મંત્ર, તંત્રાદિક એક માણસને પણ મરણથી બચાવે એમ હોત તો મનુષ્ય અક્ષય, અમર થઈ જાત. તેથી મિથ્યાબુદ્ધિ છોડી અશરણભાવના ભાવો.
મૂઢ લોકો એવા વિચાર કરે છે કે મારા સર્ગોની સારવાર ન થઈ, ઔષધિ ન આપી, કોઈ દેવતાની મદદ કે શરણ ગ્રહણ ન કર્યું, ઉપાય કર્યા વગર મરી ગયો. આ પ્રકારે પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો વિચાર કરતો નથી કે હું જ મૃત્યુના મુખમાં દાઢની વચમાં બેઠો છું. કોટિ ઉપાયો વડે પણ ઇંદ્ર જેવાથી પણ કાળ રોકાયો નથી તેને મનુષ્યરૂપ કીડો કેવી રીતે રોકી શકશે? જેવી રીતે પરને મરતા દેખીએ છીએ તેવી રીતે મારે પણ અવશ્ય મરવાનું છે.' (પૃ.૭૨) જેથી શરીરનો ભરૂસો કરું નહીં. ૪૯૯, અયોગ્ય વચને બોલાવું નહીં.
બીજાને દુઃખકર એવા અયોગ્ય વચનો વડે કોઈને બોલાવું નહીં. પણ સર્વને યથાયોગ્ય માન આપ્યું. ‘ઉપદેશામૃત'માંથી – ‘“પ્રભુશ્રી – માર્ગ કોઈ અપૂર્વ છે; મોક્ષે પહોંચાડે તેવો માર્ગ કૃપાળુદેવે કરી દીધો છે. એ દૃષ્ટિ ઉપર આવવું એ પૂરણ ભાગ્ય છે!
:
'પ્રભુ, પ્રભુ', 'પ્રભુ, પ્રભુ! શબ્દ બોલવાની ટેવ મને (પ્રભુશ્રીને) છે; તે વિષે એક ભાઈએ મને જણાવ્યું કે એવું શું બોલો છો? પણ તેની આશાએ દીનપણું અંગીકાર કરી પ્રવર્તવું છે એટલે એ શબ્દ ઉપયોગપૂર્વક બોલાય તો સારું. એમાં કંઈ વાંધા જેવું છે? ‘અલ્યા’ અને એવું બોલાઈ જવાય તેના કરતાં બંગડીના વેપારીની પેઠે અભ્યાસ કરી મૂક્યો હોય તો મોઢે સારી જ વાણી નીકળે. કંઈ નહીં તો પુણ્ય બંઘાય. ‘પ્રભુ’ એ તો બહુ સરસ શબ્દ છે. આપણને તો એની આજ્ઞાએ એ શબ્દ હિતકારી છે. પ્રભુત્વ એને અર્પી આપણે દીનન્ય, દાસત્વ, પરમ દીનત્વમાં રહેવું ઘટે છે.'' (પૃ.૨૯૧)
બંગડીના વેપારીનું દૃષ્ટાંત – “એક બંગડીઓનો વેપારી ગઘેડી ઉપર બંગડીઓ, ચૂડીઓ વગેરે લાદીને વેચવા માટે ગામડે જતો. તે ગધેડીને હાંકતા લાકડી મારીને બોલતો કે માજી ચાલો, બેન ચાલો, ફઈબા ઉતાવળે ચાલો. એમ માનભર્યા શબ્દો વાપરી લાકડી મારતો. વાટમાં બીજો કોઈ માણસ મળ્યો તેને એમ લાગ્યું કે આ આમ કેમ બોલતો હશે?' એટલે તેણે તેને પૂછ્યું ત્યારે બંગડીના વેપારીએ કહ્યું કે “અમારે ગામડામાં ગરાસિયા વગેરેની બાઈઓ સાથે બંગડીઓનો ધંધો કરવો પડે છે, તેથી આવું સારું બોલવાની ટેવ પાડી મૂકી હોય તો અપશબ્દો બોલી જવાય નહીં. જો ભૂલેચૂકે ગધેડી જેવા શબ્દો બોલી જવાય તો
ગરાસિયા લોકો મારું માથું કાપી નાખે; માટે સારો અભ્યાસ પાડવા આમ બોલું છું.'' (પૃ.૨૯૨)
‘સમાધિ સોપાન'માંથી – “મશ્કરી કરવા વિકારી વચન બોલવાં તથા સાંભળનારને પાપમાં પ્રેરનાર અને પ્રેમ ઊપજે તેવાં વચન તે હાસ્ય નામે ગર્ભિત અસત્ય વચન છે. કોઈને એમ કહેવું કે તું મંદ
૩૮૪