________________
સાતસો મહાનીતિ
મહેમાન છું.? મુનિ બોલ્યા-નાગદત્ત! તે કહેવાય તો માણસ વધુ દુઃખી થાય માટે કહેવાય નહીં. નાગદત્ત કહેકહો પ્રભુ! કહ્યા વગર તો અમે કેમ જાણીએ, અને કેમ સુઘરીએ. મહાત્મા કહે–તારું આયુષ્ય તો માત્ર હવે સાત દિવસનું છે. અને મોહવશ જીવ સાત પેઢી સુધીની ચિંતા કરે છે. એવા સંસારના સ્વરૂપને જોઈ મને હાસ્ય આવ્યું.
નાગદત્તના મનમાં દુઃખ થયું છતાં ફરી પૂછ્યું કે–ભગવંત! આપ વહોરતી વખતે ફરી કેમ હસ્યા? મહારાજ કહે—એ પણ સંસારનું વિચિત્ર સ્વરૂપ જોઈને. તું જેને પુત્ર ગણે છે, તેના મૂત્રને પણ વહાલું ગણી સૂગ લાવતો નથી; તે પુત્ર તારી સ્ત્રીનો જાર હતો. તેને તે ઘણો માર્યો હતો. તે જ આ ભવમાં તારી સ્ત્રીની કુક્ષિમાં અવતર્યો છે. તારો પુત્ર મોટો થશે, ત્યારે આ હવેલીને વેચશે, તારી સ્ત્રીને ઝેર દઈ મારી નાખશે અને તારી સાત પેઢીને લજવશે. આવું સંસારનું વિચિત્ર સ્વરૂપ જોઈ મને સહેજ હાસ્ય આવ્યું. ત્યારે નાગદત્ત શેઠ કહે–ભગવંત! હું ખરેખર ચારેબાજુથી ઠગાયેલો છું કે આવી સ્ત્રી અને આવા પુત્રના સાત પેઢીના સુખને હું ઝંખુ છું. હવે જલદી મને ત્રીજીવાર દુકાનમાંથી બોકડાને બહાર કાઢતા આપ હસ્યા તેનું કારણ જણાવો.
મહાત્મા કહે–નાગદત્ત! જેને બોકડો માની દુકાનમાંથી બહાર કાઢતો હતો તે તારો પિતા હતો. જેણે તને આ બધી મિલકત સોંપી તેણે જીંદગીભર ખોટા તોલ માપ કરી ઘન સંઘર્યું હતું. તેથી તે બોકડો થયો. બોકડાને લાવનાર કસાઈના તેણે પૈસા પૂરા લઈ માલ ઓછો આપેલો તેથી દેવું રહી ગયેલું. આથી તે મરી બોકડો થઈ કસાઈનું દેવું ચૂકવવા આવ્યો હતો. રસ્તામાં પોતાની દુકાન દેખી તેને જાતિસ્મરણજ્ઞાન થઈ આવ્યું તેથી તે તારી પાસે આશ્રય લેવા આવ્યો. ચંડાળે તને કહ્યું –પૈસા આપો તો છોડી દઉં. પણ તેં લોભને કારણે તેને ન છોડાવ્યો. તે મારા હાસ્યનું કારણ હતું.
હવે નાગદત્તને આ સંસાર અસાર લાગ્યો અને તુરંત ઊભો થઈ કસાઈને ત્યાં જઈ કહ્યું મને બોકડો આપ અને તારે જે પૈસા લેવા હોય તે લે. પણ ચંડાળે કહ્યું –શેઠ!તે બોકડો તો કપાઈ ગયો. હવે શું થાય?
ત્યાંથી પાછો ઉપાશ્રયે આવી મુનિને પૂછ્યું કે ભગવંત! મારો પિતા મરીને ક્યાં ગયો? ત્યારે મહાત્મા કહે–નરકમાં.
ભગવંત! હવે માત્ર સાત દિવસમાં હું શું કરીશ?
મહાત્માએ કહ્યું –એક દિવસનું જ્ઞાન સહિતનું ચારિત્ર અનુત્તર વિમાને પહોંચાડે છે તો તારી પાસે તો સાત દિવસ છે.
પછી નાગદત્ત શેઠે ભાવપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું અને પૂર્ણ આરાઘના કરી સમાધિમરણ સાથી સૌધર્મ દેવલોકમાં દેવરૂપે અવતર્યો.
માટે શરીરનો ભરૂસો કરું નહીં. પણ સદ્ગુરુ ઉપદેશે માનવદેહમાં શીધ્ર આત્માની ઓળખાણ કરી આત્મકલ્યાણને સાધું. કેમકે આવો અમૂલ્ય અવસર વાર વાર આવતો નથી.
સમાધિ સોપાન'માંથી :- અશરણ ભાવના – “આ સંસારમાં દેવ, દાનવ, ઇંદ્ર કે મનુષ્ય કોઈ એવો નથી કે જેના ગળામાં યમરાજાનો ફાંસો પડ્યો ન હોય. મરણ વખતે કોઈ શરણ નથી. આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે ઇન્દ્રનું ક્ષણવારમાં પતન થાય છે. જેને હજારો કેવો આજ્ઞા ઉઠાવનાર સેવક તરીકે છે, જેને હજારો 28દ્ધિઓ છે, અસંખ્યાત કાળથી જેનો સ્વર્ગમાં વાસ છે, રોગ, સુઘા, તૃષાદિક ઉપદ્રવથી
૩૮૩