________________
સાતસો મહાનીતિ
તેમ દિવસે મૈથુન તજનારને પણ છ માસનું બ્રહ્મચર્ય વર્ષમાં પળે છે આટલું વિચારશો.” (બો.૩ પૃ.૧૩૩)
પ્રવેશિકા'માંથી – “રાત્રિભોજન ત્યાગ અથવા દિવામૈથુન ત્યાગ નામની છઠ્ઠી પ્રતિમા શ્રાવકની ગણાય છે. તેનો પરમાર્થ એવો છે કે રાત્રિભોજન ત્યાગ કરનાર દિવસે સર્વ સ્ત્રીસેવનનો ત્યાગ રાખે છે. (પૃ.૧૩૩) ૩૫૭. દિવસે સ્પર્શ કરું નહીં.
દિવસે સ્ત્રી સ્પર્શ વિકારનું કારણ હોવાથી કરું નહીં. ભાવશુદ્ધિ જાળવવા જેમ બને તેમ દૂર રહું. ૩૫૮. અવભાષાએ બે
હલકા લોકો ગાળ દઈને પણ બોલાવે એવા અપશબ્દો વડે સ્ત્રીને બોલાવું નહીં. “હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - અપશબ્દો બોલવાથી બેય દુઃખી
પુત્રને યોગ્ય વયે પરણાવે ત્યારે સરખા રૂપરંગવાળી, સરખી વયની, સરખા કુળની કન્યા જાએ. જો એ બઘા વાનાં સરખાં હોય તો જ જોડું સુખી થાય છે અને જો અણમળતાં હોય તો વિડંબના થાય છે. સ્ત્રી પુરુષની અણમળતી જોડ હોય તો કેવી સ્થિતિ થાય છે તે ઉપર એક દ્રષ્ટાંત કહે છે –
ઘણી ઘણીયાણીનું દ્રષ્ટાંત – ઘારાનગરીમાં ભોજરાજા રાજ્ય કરતો હતો. તે બહુ ન્યાયી હોવાથી તેની બધી પ્રજા આનંદ કરતી હતી. તે નગરીમાં એક ચોર હતો. તે રોજ રાત્રે ખાતર દઈને ચોરી કરતો હતો. એક દિવસ એક ઘરમાં ખાતર પાડીને અંદર પેઠો. તે ઘરમાં સ્ત્રી ભર્તાર બન્ને વઢતા હતા, કોઈ કોઈનું વચન સાંખતા નહોતા. તે જોઈ ચોર આભો બની ગયો. પુરુષે કહ્યું કે - “રે ભુંડી ! તું આ ઘરમાંથી ચાલી જા તો મને સુખ થાય.' સ્ત્રી કહે- “ભુંડી તારી મા, મને ભુંડી શેની કહે છે? પુરુષ કહે- “તું બોલે છે ત્યારે બરાબર ડાકણ જેવી લાગે છે.” સ્ત્રી કહે – ‘ડાકણ શેની, હજી તને તો ખાધો નથી? પુરુષ કહે – અરે શંખણી! આવું બોલે છે? સ્ત્રી કહે – “શંખણી તારી જણનારી'. પુરુષ કહે “અરે સાપણ! સામી ગાળ કેમ દે છે? સ્ત્રી કહે “તારાથી તો સાપેય સારા હોય છે. પુરુષ કહે - રાંડ! બોલતી બંઘ થા, નહીં તો માથામાં મૂશળ મારીશ.” સ્ત્રી કહે “હું આ પાટલાવડે તારું માથું ફોડી નાખીશ.' આમ બોલવાથી પુરુષને કાળ ચઢ્યો. તેણે સ્ત્રીને ચોટલા વડે પકડી એટલે સ્ત્રીએ હાથ ઉપર બચકું ભર્યું, તેથી તેનો હાથ છૂટી ગયો. આ પ્રમાણે વઢતાં વઢતાં થાક્યા ત્યારે પુરુષ છેટે જઈને ભોંય પર સુઈ ગયો. સ્ત્રી મોટા ઘરની દીકરી હતી પણ કર્મ કદરૂપી હતી, તે ઢોલીઆ પર ચઢીને સુઈ ગઈ. પછી બન્ને ઉંઘમાં ઘોરવા લાગ્યા. (પૃ.૧૯૬) ૩૫૯. કોઈનું વ્રત ભંગાવું નહીં.
આપણા સ્વાર્થ ખાતર કોઈનું વ્રત ભંગાવું નહીં.
બોઘામૃત ભાગ-૩'માંથી – “તમે વર્તમાન સંજોગોમાં છો તેવા સંજોગોમાં કર્મવશાત્ હું હોઉં અને જો મને સત્પુરુષનો યોગ થયો હોય તો જરૂર હું તો પૂર્વના ગમે તેવા સંસ્કાર જાતિસ્મૃતિજ્ઞાનથી જાણતો હોઉં તોપણ જે બાઈએ આત્મજ્ઞાની પુરુષની સાક્ષીએ જીવતા સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું છે તેને તે વ્રત તોડવામાં મદદરૂપ કદી જીવ જાય તોપણ સંમત ન થાઉં. જો મારા પુરુષવેદનું બળવાનપણું જણાય તો તેને કોઈ પણ પ્રકારે રોકું. તેમ ન બને તો કોઈ જગતમાં મને ઇચ્છતી અન્ય સ્ત્રી હોય, મળી આવે તો તેની સાથે લગ્ન કરું, પણ જેણે પુરુષની સાક્ષીએ વિષયોને ઓકી નાખ્યા છે, તે પોતાની
૨૫૧