________________
સાતસો માનીતિ
ચાજ્ઞવલ્ક્યનું દૃષ્ટાંત – ચાજ્ઞવલ્ક્ય ત્યાગ કરી ત્યાગનું સ્વરૂપ બતાવ્યું. યાજ્ઞવલ્ક્ય નામે બ્રાહ્મણ હતો. તે જનકરાજાના દરબારમાં જતો. એક વખતે રાજાએ તેને પૂછ્યું, ત્યાગનું સ્વરૂપ કેવું છે? બ્રાહ્મણે કહ્યું, કાલે કહીશું. પછી તે ઘેર ગયો. તેને મૈત્રેયી અને કાર્યાયિની નામે બે સ્ત્રીઓ હતી. તેમને ઘન વહેંચવા લાગ્યો અને કહ્યું કે તમે અર્ધું અર્ધું વહેંચી લો. હું તો ત્યાગ લઉં છું. મૈત્રેયીએ કહ્યું, ધનથી મોક્ષ મળશે? તે વિચારવાન હતી તેથી કહે, મોક્ષ મળતો હોય તો આપો. પછી તેણે પણ ત્યાગ લીધો અને કાર્યાયિનીને ઘન આપ્યું. પછી બીજે દિવસે યાજ્ઞવલ્ક્ય જનકરાજાના દરબારમાં ગયો. રાજાએ જાણી લીધું કે આ ત્યાગનું સ્વરૂપ છે. વગર કહ્યુ જાણી લીધું.” (૧ પૃ.૧૪૬)
રામકૃષ્ણના શિષ્યનું હૃષ્ટાંત—અલ્પ પરિગ્રહ પણ જીવને અશાંતિ પમાડે. રામકૃષ્ણના કોઈ એક શિષ્યને જ્ઞાનીના ઉપદેશથી વિચાર આવ્યો કે ‘પરિગ્રહ એ તો પાપનું મૂળ છે, તો એનો ત્યાગ અવશ્ય કરવો. પણ મને એના ઉપર મોહ ઘણો છે, તો પછી એનો ઇલાજ શો?’ તેણે એક હાથમાં રૂપિયો લીધો અને બીજા હાથમાં વિષ્ટા લીધી અને વિચાર કરવા લાગ્યો કે આ રૂપિયો છે એનાથી ખાવા પીવાની કે વસ્તુઓ મળે છે, ખાધા પછી તે વસ્તુઓની વિષ્ટ થાય છે તો પછી એનામાં અને વિષ્ટામાં શો ફરક છે? એમ વિચાર કરીને તેણે બધા પરિગ્રહનો ત્યાગ કર્યો. પછી તે જ્યારે રૂપિયાને દેખતો ત્યારે તેને વિષ્ટા કરતાં પણ વધારે ગ્લાનિ થતી.
એક વખતે કોઈએ તેની પરીક્ષા કરી. એક બેઆની લઈને તેની પથારી નીચે છાનીમાની મુકી દીધી. સાંજે તે પથારી ઉપર સૂતો તો આખી રાત ઊંઘ ન આવી. સવારમાં ઊઠીને તેણે પથારીને ખંખેરવા ઉઠાવી તો નીચેથી બેઆની નીકળી. તેણે નિશ્ચય કર્યો કે ઊંઘ નહીં આવવાનું કારણ આ અલ્પ પરિગ્રહ હતો. અલ્પ પરિગ્રહ પણ જીવને કેટલી અશાંતિ પમાડે છે! આ વસ્તુને જોતાં ઝેર કરતાં પણ વધારે ભય લાગવો જોઈએ. જેમ સર્પને જોતાં ભય લાગે છે તેમ પરિગ્રહને જોતાં જીવને ભય અને ત્રાસ લાગવો જોઈએ.'' (બો.૧ પૃ.૧૭૦)
-
‘સમાધિસોપાન'માંથી :– ઉત્તમ ત્યાગ – ‘આત્માને દબાવી રાખનાર પરિગ્રહ સમાન બીજો કોઈ બોજો નથી; કારણ કે દુઃખ, દુર્ધ્યાન, ક્લેશ, વેર, વિયોગ, શોક, ભય, અપમાન એ બધાં પરિગ્રહના ઇચ્છકને વેઠવાં પડે છે. તેથી જેટલે જેટલે અંશે પરિગ્રહ ઉપરથી મમતા ઘટે, પરિણામ પાછાં વળે, તેમ તેમ ખેદ ક્લેશ ઘટે છે; જેમ બહુ ભારથી દુઃખી થતો મનુષ્ય, ભાર નીચે મૂકે ત્યારે સુખી થાય છે, તેમ પરિગ્રહની વાસના છૂટે તો જીવ સુખી થાય છે. સમસ્ત દુઃખ અને સમસ્ત પાપ પરિગ્રહથી ઊપજે છે. જેમ સર્વ નદીઓના જળથી પણ સમુદ્રને સંતોષ થતો નથી, તથા ઇંઘણથી અગ્નિને તૃપ્તિ થતી નથી તેમ આશારૂપી ખાડો બહુ ઊંડો છે, તેનો તલ સ્પર્શ થતો નથી (તાગ આવતો નથી), પરિગ્રહથી તે પુરાતો નથી, ઊલટો વધારે ઊંડો થતો જાય છે, નવ નિદ્યાનથી આશારૂપી ખાડો પુરાયો નહીં, તો અન્ય સંપદાથી કેમ પુરાય? પરંતુ જેમ જેમ પરિગ્રહની ઇચ્છા ઓછી કરતા જઈએ, તેમ તેમ તે પુરાતો જાય છે. આ આશા પૂરવાનો અદ્ભુત ઉપાય છે, તેથી સમસ્ત દુઃખો દૂર કરવાને ત્યાગ જ સમર્થ છે. ત્યાગથી જ અંતરંગ, બહિરંગ બંધન રહિત થઈને અનંત સુખના ઘારક થશો. પરિગ્રહના બંધનમાં બંઘાયેલો જીવ પરિગ્રહના ત્યાગથી જ મુક્ત થાય છે. તેથી ત્યાગ ધર્મ ધારણ કરવો જ શ્રેષ્ઠ છે.' (પૃ.૩૧૭)
“જ્ઞાનીપુરુષો તો એવી ભાવના ભાવે છે કે સંયમ વિના મનુષ્ય ભવની એક ઘડી પણ ન જાઓ,
૩૦૬