________________
સાતસો મહાનીતિ
સંયમ વિના જીવન નિષ્ફળ છે, સંયમ આ ભવમાં તેમજ પરભવમાં શરણ છે; દુર્ગતિરૂપ સરોવર સુકાવી દેનાર સૂર્ય છે; સંયમ વડે જ સંસારરૂપી મહા શત્રુનો નાશ થાય છે. સંયમ વિના સંસાર પરિભ્રમણનો નાશ થતો નથી, એવો નિયમ છે. જે અંતરંગમાં કષાયો વડે આત્માને મલિન થવા ન દે અને બાહ્ય યત્નાપૂર્વક પ્રમાદ રહિત પ્રવર્તે તેને સંયમ હોય છે.” (પૃ.૨૯૪)
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી - મોહના નિમિત્તોમાં જાગૃત રહેવું
સઘર્માશ્રેષ્ઠીનું દ્રષ્ટાંત - પૃથ્વીપુરમાં સુધર્મા નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તેનું અંતઃકરણ જૈન ઘર્મથી વાસિત હતું. એકદા ગુરમુખથી વૈરાગ્યની કથા સાંભળતાં તેમાં ભારવાહક વિગેરેનાં દ્રષ્ટાંતો સાંભળીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું.
આ પ્રમાણેના અનેક દ્રષ્ટાંતો સાંભળીને સુઘર્મા શેઠ પ્રતિબોઘ પામ્યો હતો. તે પોતાના એક મિત્રને હમેશાં ઘર્મકથાઓ કહીને ઉપદેશ આપવા લાગ્યો. પણ તે મિત્ર તીવ્ર મોહ અને અજ્ઞાનયુક્ત હોવાથી એક ક્ષણમાત્ર પણ જૈન ઘર્મ ઉપર રુચિવાળો થયો નહીં. તેથી વિષાદ પામીને સુધર્મા શ્રેષ્ઠીએ એકલાજ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે એકાદશ અંગનો અભ્યાસ કર્યો.
એકદા તે મુનિ નગરમાં પ્રવેશ કરતાં કોઈ ઠેકાણે વિવાહઉત્સવ હોવાથી મધુર ગીત, નૃત્ય અને વાજિંત્રના મનોહર નાદ સાંભળીને તથા કામને ઉદ્દીપન કરે તેવાં સુંદર લાવણ્યથી, વસ્ત્રાભૂષણથી અને મનોહર ગીતના આલાપથી કામી જનના મનને વિહ્વળ કરનાર સ્ત્રીઓના સમૂહને જોઈને તત્કાળ પાછા ફર્યા અને અરણ્યના કોઈ વિભાગમાં જઈને લીલાં તૃણ, પર્ણ અને બીજાદિકની વિરાધના ન થાય તેવી રીતે કોઈ વૃક્ષની નીચે ઈર્યાપથિકી પડિક્કમીને ધ્યાનમગ્ન થયા સતા વિચારવા લાગ્યા કે “અહો! મારો આત્મા અતિ લોલુપ છે, તેથી જો તે મોહજનક નિમિત્તો જોઈને હું પાછો નિવત્ય ન હોત તો મોટી કર્મવૃદ્ધિ થાત. તે પુરુષોને જ ઘન્ય છે કે જેઓ રંભા અને તિલોત્તમા જેવી યુવતીઓના સમૂહમાં રહ્યા છતાં એક ક્ષણમાત્ર પણ આત્મતત્વની રમણતાને મૂકતા નથી.” આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતાં તે મુનિને અવધિજ્ઞાન
ઉત્પન્ન થયું. તેજ વખતે ઉપરના વૃક્ષ ઉપરથી એક પાંદડું પોતાના ચોલપટ્ટ ઉપર પડ્યું. તે જોઈને મુનિએ વિચાર્યું કે “આ પત્રમાં હું પણ અનેકવાર ઉત્પન્ન થયો હઈશ; પરંતુ મારો પૂર્વનો મિત્ર કઈ ગતિમાં ગયો હશે?” એમ વિચારીને તેણે અવધિજ્ઞાન વડે જોયું તો તે જ પત્રમાં પોતાના મિત્રને એકેન્દ્રિયપણે ઉત્પન્ન થયેલો જોયો. તે વખતે મુનિ બોલ્યા કે “હે મિત્ર! પૂર્વે મેં તને અનેક પ્રકારે વાર્યા છતાં પણ તેં મોહની આસક્તિ છોડી નહીં; હવે તો તું મન, વાણી અને બીજી ઇન્દ્રિયો વિનાનો થયો છું; તેથી હવે હું તને શું કહ્યું? તેં મનુષ્યભવ નિરર્થક ગુમાવ્યો. અરે રે! પરમાત્માનો કહેલો ઘર્મ તેં સમ્યક પ્રકારે અંગીકાર કર્યો નહીં.” ઇત્યાદિ ભાવદયા ભાવતાં અનુક્રમે તે મુનિ અનંતાનંદ આપનાર એવા મોક્ષપદને પામ્યા.
"
૩૦૭