________________
સાતસો મહાનીતિ
વિલાસમાં લાલસાવાળા તે મિત્રને સારી રીતે બોઘ કર્યા છતાં પણ તેણે પોતાનું વીર્ય ગોપવી રાખ્યું; તેથી તે વૃક્ષના પત્રપણાને પામ્યો, અને સુઘર્મા મુનિએ પોતાનું વીર્ય
ફોરવી સર્વસંગ પરિત્યાગ કર્યો, તો તે આજ જન્મમાં અવ્યયપદને પામ્યા.” (પૃ.૬૪) ૪૧૧. તારો બોઘેલો મારો ધર્મ વિસારું નહીં. (સર્વ)
તારો બોઘેલો મારો ઘર્મ એટલે મારા આત્માનો ઘર્મ અર્થાત્ સ્વભાવ તેને હવે વિસારું નહીં અર્થાત્ ભૂલીશ નહીં.
“શ્રીમદ રાજચંદ્ર'માંથી :- “મહાવીરે તેના સમયમાં મારો ઘર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ઘર્મ સ્થાપન કરીશ.” (વ.પૃ.૧૬૬)
પરમકૃપાળુદેવ ઉપરના વાક્યમાં જણાવે છે કે ભગવાન મહાવીરે પોતાના સમયમાં મારો ઘર્મ એટલે આત્માનો ઘર્મ, પોતામાં અનંતજ્ઞાન હોવા છતાં જીવોની યોગ્યતા પ્રમાણે કેટલેક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા તીર્થકરોના માર્ગને અનુસરી આ કાળના જીવો જે વાંકાં અને જડ છે છતાં તેમને સમજાય એવી રીતે તે શ્રેષ્ઠ આત્મધર્મ સ્થાપન કરીશ. ૪૧૨. સ્વપ્નાનંદખેદ કરું નહીં.
સ્વપ્નના આનંદનો, જાગૃત થતાં ખેદ કરું નહીં.
એક વ્યક્તિનું દ્રષ્ટાંત – સ્વપ્નમાં પોતે પરણવા બેઠો, ત્યાં બ્રાહ્મણે કહ્યું કે હાથ આપો, હસ્તમેળાપ કરાવું. ત્યારે સ્વપ્નમાં હાથ લાંબો કર્યો કે ત્યાં ભીંત ઉપર વીંછી બેઠો હતો, તેણે હાથે ડંખ માર્યો. તેથી જાગી ગયો અને ખેદ કરવા લાગ્યો કે હું સ્વપ્નમાં કેવા આનંદમાં હતો પણ હવે તો વીંછીના ડંખથી દુઃખી છું.
“સ્વપ્નમાં શાદી કરી રાજકુમારી સાથ; વીંછી કરડ્યો હાથને, રોયો સારી રાત.”
અથવા સ્વપ્ના જેવા આ સંસારના ભૌતિક સુખો મળ્યા હોય તો પણ આનંદ પામું નહીં, અને દુઃખના પ્રસંગો આબે ખેદ કરી દુઃખી થઉં નહીં. પણ સમભાવ રાખવાનો અભ્યાસ કરું.
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - સ્વપ્ના જેવું સંસાર સુખ
ભિખારીના ખેદનું દ્રષ્ટાંત - “એ અનિત્ય અને સ્વપ્નવતુ સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો; ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણાÁ થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો; એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પુરુ કર્યું. ભોજનને સ્વઘામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને સૂતો. ભોજનના મદથી જરા વારમાં આંખો મિંચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યો છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ઘારણ કર્યા છે, દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે, સમીપમાં
૩૦૮