________________
સાતસો મહાનીતિ
તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો “ખમા! ખમા' પોકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ ઉલ્લસી ગયાં. તે જાણે પોતે ખરેખર એવું સુખ ભોગવે છે તેવું તે માનવા લાગ્યો.
એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજ ચઢી આવ્યા; સર્વત્ર અંઘકાર વ્યાપી ગયો; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી દેશ કે નથી નગરી, નથી મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ઘરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓનાં છંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જાએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટી તૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટીટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવા મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાનું તો અહીં કશુંયે નથી. અરેરે! મેં સ્વપ્નમાં ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો.
પ્રમાણશિક્ષા - સ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવતુ સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે.” (વ..૩૬)
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'ના આઘારે - સ્વપ્નાની સ્ત્રીએ અંધકૂવામાં નાખ્યો
ભારવાહકનું દ્રષ્ટાંત - એક ભારવાહક કાષ્ઠ લેવા ગયો. ત્યાં રસ્તામાં ભાર લાગવાથી એક હવેલીની છાયામાં વિશ્રાંતિ લેવા ઊભો રહ્યો. તે વખતે ગોખમાં બેઠેલી શેઠની સુંદર સ્ત્રીને જોઈ ભારવાહકના મનમાં થયું કે આવી સ્ત્રી મળે તો સુખ થાય. પણ પૈસા વગર સ્ત્રી મળે નહીં, માટે પ્રથમ પૈસા મેળવું. એમ વિચારી કાષ્ઠ વેચે એમાંથી જે પૈસા આવે તે થોડા ખર્ચે અને બીજા ભેગાં કરે. એમ કરતાં તેનું શરીર કૃશ થઈ ગયું. એક દિવસ સૂર્યના કિરણોથી આકુળવ્યાકુળ થઈ જતાં તે ભારવાહક જંગલમાં કૂવાના થાળામાં સૂઈ ગયો. સુતા જ તેને નિદ્રા આવી ગઈ. નિદ્રામાં એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેણે સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા. તેની સાથે વાર્તાલાપ કરતા સ્ત્રીએ કહ્યું કે જરા દૂર ખસો. તે નિદ્રામાં ખસવાથી કુવામાં પડી ગયો. કૂવામાં પડતાં જાગી ગયો. ત્યારે વિચારવા લાગ્યો કે સ્વપ્નમાં લગ્ન કરવાથી અંઘકૂવામાં પડ્યો. તો સાક્ષાત સ્ત્રી સાથે લગ્ન કર્યા હોય તો નરકગતિ જ થાય. એમ વિચારે છે ત્યાં તો રાજા આવ્યો
૩૦૯