________________
સાતસો મહાનીતિ
અને તેને બહાર કાઢ્યો પછી પૂછ્યું. તને કોણે કૂવામાં નાખ્યો? તે કહે, જેથી હું તેને શિક્ષા કરું. ત્યારે ભારવાહકે પોતાને આવેલ સ્વપ્નની બધી વિગત કહી સંભળાવી. તેથી
રાજા પણ પ્રતિબોધ પામ્યો અને કહ્યું કે તારી વાત સાચી છે. તેથી ભારવાહક પણ પ્રતિબોધ પામી મોક્ષમાર્ગમાં આસક્તિવાળો થયો. ૪૧૩. આજીવક વિદ્યા સેવું નહીં. (મુ)
મુનિ થઈને વિદ્યા વડે ચમત્કાર બતાવી પોતાની આજીવિકા કરું નહીં.
ગુરુ શિષ્યનું દ્રષ્ટાંત – આહારપાણી માટે વિદ્યાનો ઉપયોગ કરવો એ દોષ છે. એક નગરીમાં આચાર્ય ભગવંત શિષ્ય સમુદાય સાથે રહેતા હતા. પણ દુષ્કાળ પડવાથી શિષ્ય સમુદાય બીજે બીજે ગામ વિહાર કરી ગયો અને ગુરુ વૃદ્ધ હોવાથી વિહાર કરવાને અશક્ત થયા.
એક શિષ્ય ગુરુને જોવા માટે જે ગામમાં ગુરુ રહેતા હતા ત્યાં આવ્યો. ગુરુ જે ઉપાશ્રયમાં પહેલા રહેતા હતા, તે જ જગ્યામાં રહેલા જોયા. તેથી શિષ્ય વિચાર્યું કે ગુરુ શિથિલ થઈ ગયા છે. માટે ગુરુની સાથે ઊતરવું યોગ્ય નથી. એમ વિચારી તે જ ઉપાશ્રયમાં સામેની ઓરડીમાં ઊતર્યો. પછી ગુરુને વાંદીને સુખશાતા પૂછી.
ગોચરીનો સમય થયો ત્યારે શિષ્યને સાથે લઈ ગુરુ વહોરવા ગયા. દુષ્કાળને લીધે ઘણું ફર્યા પણ શિષ્યને ઇચ્છિત આહાર મળ્યો નહીં. તેથી ક્રોઘ પામીને શિષ્ય વિચાર્યું કે ગુરુ ખોટી રીતે આમ તેમ ભટકાવે છે, પણ ભક્તોના ઘર બતાવતા નથી. તેને ઠેકાણે લાવવા ગુરુ એક શેઠને ઘેર વહોરવા ગયા. ત્યાં નાનો છોકરો વ્યંતરના ઉપદ્રવથી બહુ રડતો હતો. કેટલા ઉપાય કર્યા છતાં પણ છાનો રહેતો ન હતો. તે જોઈ ગુરુએ ચપટી વગાડી કે બાળકનો વ્યંતરનો ઉપદ્રવ શાંત થઈ ગયો અને તે રડતો બંધ થઈ ગયો. તેથી શેઠે ભાવપૂર્વક મોદક વહોરાવ્યા. શિષ્ય થાકી ગયેલ હોવાથી તેને ઉપાશ્રયે મોકલ્યો. ગુરુ લખું સુક જ્યાં મળે તેવા ઘરોમાંથી ભિક્ષા લઈ ઉપાશ્રયે આવ્યા. બન્નેએ આહાર કર્યો.
સાંજે પ્રતિક્રમણ કરતી વખતે ગુરુએ શિષ્યને કહ્યું કે હે વત્સ! આજની ભિક્ષાના દોષની આલોચના કર. શિષ્ય કહ્યું હું તો તમારી સાથે ભિક્ષા લેવા આવ્યો હતો તેની આલોચના શી?
ગુરુએ કહ્યું કે આજે આહારમાં ઘાત્રીદોષ અને ચિકિત્સા દોષ લાગ્યો છે. તે સાંભળી તે ક્રોઘથી બોલ્યો કે બીજાના અલ્પ દોષ જાઓ છો પણ પોતાના મોટા દોષો પણ જોતા નથી. લોકોને પોતાના દોષ જોવા માટે એક પણ નેત્ર નથી અને બીજાના દોષ જોવા માટે લાખો નેત્ર હોય છે. છતાં ગુરુએ તેના પ્રત્યે કાંઈ કોપ કર્યો નહીં. આમ બબડતો તે પોતાની ઓરડીમાં ચાલ્યો ગયો.
શિષ્યને ઠેકાણે લાવવા માટે શાસનદેવીએ ભયંકર વાવાઝોડું વિકાર્યું અને શિષ્યના શરીર ઉપર કાંકરા તથા ધૂળ ઉડાડી ઉડાડી નાખવા લાગી. તેથી ભય પામીને શિષ્ય ગુરુને બોલાવવા લાગ્યો. તેને ભય પામેલો જાણી કહ્યું – અહીં આવ. તેણે કહ્યું કે હું તો માર્ગ જોઈ શકતો નથી. ત્યારે ગુરુએ થુંકની આંગળી કરીને શિષ્યને બતાવી કે તેમાંથી પ્રકાશ નીકળ્યો. તેના આઘારે શિષ્ય ગુરુ પાસે આવ્યો. પણ પાછો ફરી ગુરુના દોષ જોવા લાગ્યો કે ગુરુ તો રાત્રે દીવો પણ રાખે છે. ફરી ગુરુના દોષ જોતો જોઈ દેવી પ્રગટ થઈને તિરસ્કાર કરીને બોલી – અરે દુષ્ટ આવા ચંદ્ર જેવા ઉજ્વળ ચારિત્ર ગુણવાળા ગુરુને વિષે તું દોષનું આરોપણ કરે છે, તેથી તારા જેવો દુર્જન બીજો કોઈ નથી. દેવીએ ગુરુનો સર્વ વૃતાંત કહ્યો તેથી દત્ત
૩૧૦