________________
સાતસો મહાનીતિ
છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે; અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. “સર્વસંગ’ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોઘ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ.” (વ.પૃ.૩૧૯)
“ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા.” (વ.પૃ.૪૯૦)
“સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી.” (વ.પૃ.૪૯૦),
શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ ‘અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોઘ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્ગર, સપુરુષ અને સન્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે.” (વ.પૃ.૪૮૯)
“જે જ્ઞાની પુરુષને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તોપણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સપુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે.” (વ.પૃ.૬૩૯)
“વૈશ્યવેષે અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે.” (વ.પૃ.૮૦૩)
“બોઘામૃત ભાગ-૧'માંથી - ત્યાગ, ને ત્યાગ એ કહેવું છે. એક વખતે પ્રભુશ્રીજીએ ત્યાગ, ત્યાગ ને ત્યાગ એમ બંદૂક ફુટે એવો અવાજ કરી કહ્યું હતું. આખરે મોક્ષે જશે ત્યારે કંઈ સ્ત્રી-છોકરાંને સાથે લઈને જશે? મરણ આવે ત્યારે મૂકવું પડે છે. ત્યાગને ભૂલે, મૂકે, તો સંસાર છે. ચક્રવર્તી જેવા છ ખંડનું રાજ્ય કરતા, પણ દુ:ખ લાગ્યું કે આ તો ક્લેશ છે, ખેદકારક છે, ત્યારે છોડીને ચાલી નીકળ્યા. એમ ન વિચાર્યું કે રાજ્ય કોણ કરશે?
ત્યાગ અવસ્થામાં જ્ઞાનીનો યોગ હોય તો વધારે લાભ થાય. સંસારની વાસનાનું નિર્મળપણું થઈ જાય એટલી તેમાં યોગ્યતા છે. સારું હોત તો છોડવા ન કહેત,પણ સારું નથી. અજ્ઞાનને લઈને સારું લાગે છે. જેટલી પોતાની શક્તિ હોય તેટલો ત્યાગ કરવો, પણ તે મોળો મોળો નહીં. મર્મની વાત છે. ત્યાગમાં સુખ છે એ જીવને સમજાયું નથી. ગ્રહણ કરવામાં સુખ માને છે. ત્યાગમાં સુખ છે તેનો મર્મ સમજાયો નથી. ત્યાગ કરે તો સુખ લાગે, પણ ત્યાગનું નામ લેતાં જ એને દુઃખ લાગે છે. ઘર્મ કરે નહીં તો લક્ષચોરાશીમાં ભટકવાનું છે અને ઘર્મ કરે તો કર્મ-ક્ષય કરે તેવું છે.” (બો.૧ પૃ.૨૨૭)
૩૦૫