________________
સાતસો મહાનીતિ
નામ પણ કોઈ લેતું નથી; કૃપણ, કંજૂસ મનુષ્યનું નામ લોકમાં અમાંગળિક મનાય છે. દાતારના દોષો ઢંકાઈ જાય છે, દૂર થઈ જાય છે. દાન વડે જગતમાં નિર્મળ કીર્તિ ફેલાય
છે. દાન વડે વેરી પણ પગે પડે છે, વેર છોડી દે છે અને મિત્ર બની હિત કરે છે. દાનનો પ્રભાવ જગતમાં જબરો છે. સાચી ભક્તિ સહિત અલ્પ દાન દેનાર પણ ભોગભૂમિમાં ત્રણ પલ્યોપમના લાંબા આયુષ્યવાળો મનુષ્ય થઈ ત્યાંના કલ્પવૃક્ષ આદિનાં મનોવાંછિત સુખ ભોગવી દેવલોકમાં જાય છે. જગતમાં આપનારનો હાથ ઊંચો રહે છે.
વિનય સહિત સ્નેહ ભર્યા વચનથી દાન દેવું. દાન કરનારે એવું અભિમાન ન રાખવું કે હું આના ઉપર ઉપકાર કરું છું. દાન કરનાર તો પાત્ર દાન દેવા યોગ્ય મહાત્મા)ને પોતાના ઉપર ઉપકાર કરનાર માને છે. લોભરૂપી અંઘકૂપમાં પડેલા ઉપર પાત્ર વિના કોણ ઉપકાર કરે? પાત્ર વિના લોભિયાનો લોભ છૂટતો નથી. માત્ર વિના સંસારમાંથી ઉદ્ધાર કરનાર દાન ક્યાંથી દેવાય? તેથી વિચારવાન ઘર્મેચ્છકને તો પાત્રનો યોગ મળે કે દાન દેવાય ત્યારે અત્યંત આનંદ થાય છે. શ્રીમતપણું અને સમજણ પામ્યા હો તો દાનમાં જ ઉદ્યમ કરો.” (પૃ.૨૯૯).
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી – ઘર્મ કાર્ય કરી પસ્તાવવું નહીં
ઘનદત્તનું દ્રષ્ટાંત – એક દિવસ ઘનદત્ત, રાજાની સાથે ઉદ્યાનમાં મુનિને વાંદવા ગયો. ત્યાં ઘર્મદેશના સાંભળીને તેણે ગુરુને પૂછ્યું કે-“હે ભગવન્! પૂર્વ ભવમાં કેવાં કર્મ કર્યા હતાં? ગુરુ બોલ્યા કે - “હે ઘનદત્ત!તારા પૂર્વભવનું વૃત્તાંત સાંભળ – રત્નપુર નગરમાં મહણ નામે એક શ્રેષ્ઠીપુત્ર હતો. તે એકદા ઉદ્યાનમાં ગયો. ત્યાં કોઈ મુનિને જોઈ તેમને વાંદીને તેની પાસે બેઠો. તે વખતે ગુરુએ કહેલી ઘર્મદેશના સાંભળીને તેણે સમતિ સહિત ગૃહીઘર્મ અંગીકાર કર્યો. ગુરુને નમીને તે પોતાને ઘેર આવ્યો. પછી ઘણું ઘન ખર્ચીને તેણે એક મોટું ચૈત્ય કરાવ્યું; પણ પાછો તેને વિચાર થયો કે-“ઘર્મના રસમાં પરાધીન થઈને મેં આટલો બધો ઘનનો વ્યય કેમ કર્યો? ઇત્યાદિ ભાવનાથી ભ્રષ્ટ થયા છતાં પણ પાછી લોકલજ્જાથી તેણે પ્રતિમા ભરાવી. એકદા તેણે ઘારણા કરી કે – “જેટલું દ્રવ્ય હું ઉપાર્જન કર્યું તેમાંથી ચોથો હિસ્સો ઘર્મમાર્ગે મારે વાપરવો.” એ પ્રમાણે વર્તતાં વળી તેને વિચાર થયો કે - “મેં ઘારણા કરી તેનું ફળ મને આ ભવમાં જ મળશે કે નહીં? કેમકે શાસ્ત્રમાં તો થોડાનું પણ અધિક ફળ સંભળાય છે.” ઇત્યાદિ શંકા વારંવાર કર્યા કરતો હતો અને દેવપૂજા વિગેરે પણ ફળની શંકા સહિત કરતો હતો. એમ શુભ તથા અશુભ પરિણામથી આંતરે આંતરે શુભ તથા અશુભ કર્મ તેણે બાંધ્યું. છેવટે આયુષ્યને અંતે મરણ પામીને તે ભુવનપતિ દેવતા થયો; ત્યાંથી ચ્યવીને તું ઘનદત્ત થયો છે. તેં પૂર્વભવમાં ઘર્મકાર્યો કર્યા, પણ તેમાં દૂષણ લગાડ્યાં તેથી તેનાં ફળ રૂપે તને દુઃખ સહિત સુખ આ ભવમાં પ્રાપ્ત થયું.” આ પ્રમાણે સાંભળીને ઘનદત્ત મૂર્ણિત થયો. પછી સંજ્ઞામાં આવીને જાતિસ્મરણ થવાથી માતાપિતાની આજ્ઞા લઈને વૈરાગ્ય વડે રાજા સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. ત્યાંથી મરણ પામી વૈમાનિક દેવતાનું સુખ ભોગવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થયો, અને ઘર્મનું આરાધન કરીને અનુક્રમે મોક્ષે ગયો. (પૃ.૧૬૩) ૪૧૦. સર્વસંગ પરિત્યાગ કરું. (પરમહંસ)
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાથિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાથિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે
૩૦૪