________________
સાતસો મહાનીતિ
જણાવી તે વાંચી. એક પુસ્તક “જીવનકળા” ફરીથી છપાય છે તે હાલ મોંઘવારીને લીધે વિશેષ ખર્ચ થાય તો પણ છ આના કિંમત હાલ છે તે ચાલુ રાખવાનો વિચાર ટ્રસ્ટીઓનો છે; તેમાં મદદરૂપે તે રકમ આપવા વિચાર થાય તોપણ જ્ઞાન-દાનરૂપ હિતકારી છેy.” (બો.૩ પૃ.૪૬૭)
“સદગુરુનો ઉપદેશ જીવમાં પરિણામ પામે તેવું કોમળ, યોગ્યતાવાળું હૃદય થવા કષાય ઘટાડવાની જરૂર છેજી. કષાયોમાં લોભની મુખ્યતા છે. જેને લોભ ઓછો, તૃષ્ણા ઓછી, તેના ભવ પણ ઓછા. નવું મેળવવાનો લોભ ઓછો કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય તે પણ લોભ ઘટાડવાનો ઉપાય છે. સંતોષી નર સદા સુખી ગણાય છે. સમજણ વગર સંતોષ આવવો દુર્લભ છે. સમજણ પ્રાપ્ત થવા સત્સંગની જરૂર છે.” (બો.૩ પૃ.૪૬૭)
“આપે કંઈ હાર સંબંધી પુછાવેલું. આપને ભક્તિભાવમાં વૃદ્ધિ થાય તેમ લાગતું હોય તો જે રકમ કે હાર મોકલવો હોય તે આશ્રમના કારભારીના નામે મોકલશો. તમારી ઇચ્છા હોય તો શ્રી વવાણિયા પરમકૃપાળુદેવના જન્મસ્થાન ઉપર “જન્મભુવન” નામે મોટું ભવ્ય મંદિર બંધાવ્યું છે ત્યાંથી પરમકૃપાળુદેવનાં પુત્રીએ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના મોટી સાઈઝના ચિત્રપટની માગણી કરી છે તે અર્થે, જો તમો એકલા ઘારો છો તે રકમ મોકલો તો સારો ઍક્લાર્જડ ફોટો ત્યાં મોકલી શકાય. તે હાર કરતાં વિશેષ લાભદાયક સમજાય છે. પછી જેવી આપની ભાવના.
બીજું, ત્યાં મુમુક્ષુઓ બહારથી આવે તેને માટે એક ઘર્મશાળા પણ બાંધનાર છે. તેમાં કંઈ રકમ મોકલવા વિચાર હોય તો મોકલવા યોગ્ય છે. આ તો એક લોભ છોડવા અર્થે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવા મહાપુરુષોએ કહ્યું છે તે વિષે વાત થઈ.” (બો.૩ પૃ.૫૬૨)
પોતાની હયાતી બાદ પૈસા ખર્ચાય તેના કરતાં પોતાની હયાતીમાં ખર્ચાય તે પોતાના ભાવની વિશેષ વૃદ્ધિનું કારણ છે. જે વચનામૃતો આપણને અંત સુધી મદદ કરનાર નીવડે છે તે વચનો બીજા જીવોને સુલભ થાય તે દરેક મુમુક્ષુની ભાવના સહજ હોય. જેની પાસે ઘનનું સાઘન હોય તે તે દ્વારા પોતાના ભાવ પ્રદર્શિત કરે. એક તો પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ઘનની મદદ કરાય, અથવા તે પુસ્તકો પ્રસિદ્ધ થયે અમુક પ્રતો ખરીદી તે ઓછી કિંમતે મફત યોગ્યતા પ્રમાણે જીવોને વહેંચી શકાય. આમાંથી જેમ ઠીક પડે તેમ ટ્રસ્ટીઓને જણાવી જવાબ મેળવી શકો છો. પછી બીજા કોઈ ખાતામાં ભાવના રહેતી હોય તો તેમ. તમારા ભાવ ઉલ્લાસ પામે તેમ કર્તવ્ય છેy.” (બો.૩ પૃ.૬૮૯)
“સમાધિસોપાન'માંથી :- “કોઈ જીવોનો તીવ્ર રાગ ભાવ મંદ થયો નથી; તેથી સંપૂર્ણપણે પરિગ્રહનો ત્યાગ કરવા સમર્થ નથી, પણ પ્રશસ્ત રાગરૂપ ઘર્મમાં રુચિવંત છે અને પાપથી ભય પામ્યા છે તે મહાપુરુષો ઉત્તમ પાત્રોના ઉપકાર અર્થે દાનમાં ઘન ખર્ચે છે, તેમજ ઘર્મનું સેવન કરનારા નિર્ધન જનોને અન્ન વસ્ત્રાદિ આપી ઉપકાર કરે છે. ઘર્મના સ્થાનક જિનમંદિર આદિમાં, જિન સિદ્ધાંત લખાવવામાં, પ્રસિદ્ધ કરાવવામાં, સંગ્રહ કરાવવામાં તથા ઉપકરણમાં, પૂજા-પ્રભાવનામાં ઘનનો સદુપયોગ કરે છે. દુઃખી, દરિદ્રી, રોગીઓના ઉપકાર અર્થે તન, મન, ઘનનો કરૂણા-બુદ્ધિથી ઉપયોગ કરે છે; તેઓ તેમનું ઘન અને જીવન બન્ને સફળ કરે છે.
ઘન ક્યાં સાથે આવવાનું છે? ઘન પામ્યા હો તો દાન વડે તેને સફળ કરો. દાન દઈ શકતો નથી તે કંજૂસનું ઘન ઘોર દુઃખની પરંપરા વધારનાર બને છે. આ લોકમાં કૃપણ અત્યંત નિંદાય છે; કૃપણનું
૩૦૩